Kitchen Cloth: રસોડાના તેલ-મસાલાવાળા કપડાં ધોવા ફોલો કરો આ 3 ટિપ્સ, કપડા ઝડપથી સાફ થશે અને વાસ પણ નહીં આવે
Kitchen Cloth: રસોડાની રોજની સાફ સફાઈમાં જે કપડાનો ઉપયોગ થતો હોય છે તે કપડા પર તેલ, મસાલા સહિતની વસ્તુના ડાઘ પડી જાય છે. આ કપડાની સફાઈ જો યોગ્ય રીતે ન કરવામાં આવે તો તેમાંથી ચીકાશ અને વાસ જતી નથી. આજે તમને રસોડાના કપડા સાફ કરવાની ટીપ્સ જણાવીએ.
Trending Photos
Kitchen Cloth: રસોડામાં જે કપડાનો ઉપયોગ સાફ-સફાઈ માટે થાય છે તે રોજ ખરાબ થઈ જાય છે. તેલ મસાલાવાળા આ કપડાની સફાઈ સામાન્ય કપડાની સાથે થઈ શકતી નથી. જો આ કપડાની સફાઈ સારી રીતે કરવામાં ન આવે તો તેમાંથી ડાઘા પણ જતા નથી અને વાસ પણ દૂર થતી નથી. રસોડામાં ઉપયોગમાં લેવાતા કપડાં દર બે દિવસે ધોઈ લેવા જોઈએ. જો વધારે દિવસો સુધી તેની સફાઈ કરવામાં ન આવે તો તેને ફેકવા જ પડે છે કારણ કે તે અંદરથી સાફ થતા નથી. તેથી રસોડાના આ કપડાને સાફ કરવા માટે આ ટિપ્સની મદદ લઈ શકાય છે. આ ટીપ્સથી રસોડાના કપડા સાફ કરશો તો કપડાની સફાઈ સારી રીતે થશે.
રસોડાના કપડા સાફ કરવાની ટીપ્સ
વિનેગર
રસોડાના ગંદા કપડાને સાફ કરવા માટે વિનેગરની મદદ લઈ શકાય છે. તેના માટે પાણી ગરમ કરવું અને તેમાં વિનેગર ઉમેરી દેવું. પછી રસોડાના કપડાને આ પાણીમાં પલાળી દેવા. 10 થી 15 મિનિટ પછી કપડાને ઘસીને સાફ કરવા. ત્યાર પછી કપડાને સાબુથી સાફ કરવા અને તેના માટે પણ હુંફાળું પાણી વાપરવું. આ રીતે કપડા સાફ કરશો તો તે સારી રીતે સાફ થઈ જશે.
ગરમ પાણી
જો રસોડાના કપડા તેલવાળા થઈ ગયા હોય તો ગરમ પાણી કરી તેમાં કપડાને પાંચ મિનિટ માટે ઉકળવા દો. ત્યાર પછી ગેસ બંધ કરી દો અને પાણીને ઠંડુ થવા દો. પણ પાણી હુંફાળું હોય ત્યારે કપડાને તેમાંથી કાઢી અને ડિટર્જન્ટ પાવડરથી સારી રીતે સાફ કરી લો. ઉકળતા પાણીમાં કપડાં રાખવાથી તેલ નીકળી જશે અને કપડું પણ સાફ થઈ જશે.
લીંબુની મદદ લો
રસોડાના કપડાને સાફ કરવા માટે ડિટર્જન્ટ પાવડર અને લીંબુની મદદ લઈ શકાય છે. તેના માટે એક વાસણમાં થોડું પાણી લેવું અને તેમાં લીંબુનો રસ ઉમેરી દો. હવે આ પાણીમાં રસોડાના કપડા પલાળી દો. ત્યાર પછી કપડાને લીંબુના પાણીમાંથી કાઢીને ડિટર્જન્ટ વડે સાફ કરી લો. આ કપડાને સાફ કરવા માટે હુંફાળા પાણીનો ઉપયોગ કરો. તેનાથી કપડામાંથી વાસ પણ દૂર થઈ જશે.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે