Maruti Alto થી પણ ઓછી કિંમત પર લોન્ચ થઈ દેશની પ્રથમ સોલર પાવર કાર, જાણી લો ફીચર્સ
India's First Solar Car: પુણે સ્થિત વેવ મોબિલિટીએ ઈવા સોલર કારને લોન્ચ કરી છે, જેના ત્રણ વેરિએન્ટ માર્કેટમાં ઉતારવામાં આવશે, અહીં જાણો ઈલેક્ટ્રિક કારની કિંમતથી લઈને રેન્જ સુધી દરેક જરૂરી વિગત.
Trending Photos
ભારત મોબિલિટી એક્સપો 2025માં પોતાની પ્રથમ જાહેર ઉપસ્થિતિ નોંધાવનારી પુણે સ્થિત વેવ મોબિલિટીએ ઈવા નામથી પ્રથમ સૌર ઉર્જાથી ચાલતું ઈલેક્ટ્રિક વાહન (ઈવી) લોન્ચ કર્યું છે, જેની શરૂઆતી કિંમત 3.25 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) છે. સોલર પાવરથી ચાલનાર આ કારનું સત્તાવાર બુકિંગ 5000 રૂપિયાની ટોકન રકમ પર શરૂ થઈ ગયું છે.
આ ગ્રાહકોને મળશે એક્સટેન્ડેટ વોરંટી
ઈવાની ડિલિવરી 2026ના અંતિમ મહિનામાં શરૂ થશે પરંતુ કંપનીએ પ્રથમ 25000 ગ્રાહકોને વધારાના લાભ જેમ કે એડિશનલ બેટરી વોરંટી અને ત્રણ વર્ષની કોમ્પ્લેમેન્ટ્રી વાહન કનેક્ટિવિટી આપવાની જાહેરાત કરી છે.
કિંમત અને સબ્સક્રિપ્શન
વેવ ઈવાને ત્રણ બેટરી વિકલ્પ સાથે રજૂ કરવામાં આવી છે, જેમાં પ્રથમ 9 kWh, બીજી 12 kWh અને ત્રીજું 18kWh વેરિએન્ટ છે, જેની કિંમત 3.25 લાખથી 5.99 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) સુધી છે. વેવ ઈવા ત્રણ વેરિએન્ટમાં ઉપલબ્ધ છે, નોવા, સ્ટેલા અને વેગા.
Vayve Eva: લુક અને ફીચર્સ
વેવ ઈવા એ એક નાની, બે-દરવાજાવાળી ક્વાડ્રિસાઈકલ જેવી ઈલેક્ટ્રિક કાર છે જે શહેરોમાં સરળતાથી ડ્રાઈવિંગ કરવા માટે બનાવવામાં આવી છે. તેનું વ્હીલબેઝ 2200 mm છે. તે 3060 મીમી લાંબુ, 1150 મીમી પહોળું અને 1590 મીમી ઉંચુ છે. તેમાં ત્રણ માટે બેઠક છે, એટલે કે ડ્રાઇવર માટે આગળની સીટ અને પાછળના ભાગમાં બે મુસાફરો માટે બેન્ચ છે. તેમાં ડ્યુઅલ-સ્ક્રીન સેટઅપ, એન્ડ્રોઈડ ઓટો અને એપલ કારપ્લે, રિવર્સ પાર્કિંગ કેમેરા, ક્લાઈમેટ કંટ્રોલ, હિલ-હોલ્ડ આસિસ્ટ, વાહન ડાયગ્નોસ્ટિક્સ અને OTA અપડેટ્સ જેવી આધુનિક સુવિધાઓ પણ છે. તેના નાના 12-ઇંચ વ્હીલ્સ તેને ચુસ્ત જગ્યાઓમાં પણ સરળતાથી ફેરવવામાં મદદ કરે છે.
Vayve Eva: રેન્જ
વેવ ઈવીનું 18kWh બેટરી પેક વેરિએન્ટ એક વખત ચાર્જ કરવા પર 250 કિલોમીટરની રેન્જ આપી શકે છે. તો 12kWh બેટરી 175 કિલોમીટરની રેન્જ આપે છે, જ્યારે 9kWh બેટરી 125 કિમીની રેન્જ આપે છે. એક ઓપ્શન સોલર રૂફ પેનલ પણ ઉપલબ્ધ છે, જે ડ્રાઈવિંગ રેન્જમાં 10 કિમી સુધી વધારો કરી શકે છે. કંપનીનું કહેવું છે કે સોલર પેનલથી વાર્ષિક 3000 કિમી સુધીની વધારાની રેન્જ મળી શકે છે. ઈવાની રનિંગ કોસ્ટ માત્ર 0.5 રૂપિયા પ્રતિ કિલોમીટર છે.
Vayve Eva: બુકિંગ અને ડિલીવરી
વેવ મોબિલિટીના કો-ફાઉન્ડર અને સીઈઓ નીલેશ બજાજનું કહેવું છે કે કંપની તેનું વાણિજ્યિક ઉત્પાદન આગામી વર્ષે શરૂ કરવા ઈચ્છે છે. કારની ડિલીવરી 2026ના બીજા છ મહિનામાં શરૂ થશે. જે ગ્રાહક આ કાર ખરીદવા ઈચ્છે છે તે પ્રી-બુકિંગ કરાવી શકે છે. આ શરૂઆતી 25000 ગ્રાહકો માટે શાનદાર તક છે, કારણ કે તેને 3.25 લાખ રૂપિયાની ખાસ કિંમત પર આ કાર મળશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે