Recipe: આ રીતે બનાવશો કારેલાનું શાક તો નહીં લાગે કડવું, નાના બાળકો પણ માંગી માંગીને ખાશે

Recipe: કારેલાનું શાક કડવું લાગતું હોય અને આ કારણથી જો તમારા ઘરમાં કારેલા ખવાતા ન હોય તો આ વખતે અહીં જણાવેલી રીત અનુસાર કારેલાનું શાક ઘરે બનાવજો. જો આ રીતે કારેલાનું શાક બનાવશો તો નાના બાળકો પણ શાક સામેથી માંગી માંગીને ખાશે. 

Recipe: આ રીતે બનાવશો કારેલાનું શાક તો નહીં લાગે કડવું, નાના બાળકો પણ માંગી માંગીને ખાશે

Recipe: કારેલાનું શાક મોટાભાગના લોકો ખાવાનું ટાળે છે. કારેલા કડવા હોવાથી તેને ખાવાનું કોઈ પસંદ કરતું નથી. જો ઘરમાં કારેલાનું શાક બને તો નાના-મોટા સૌ કોઈનું મોં બગડી જાય છે. કારેલા સ્વાદમાં કડવા હોય છે પરંતુ તે સ્વાસ્થ્ય માટે લાભકારી હોય છે. 

કારેલાનું શાક કડવું લાગતું હોય અને આ કારણથી જો તમારા ઘરમાં કારેલા ખવાતા ન હોય તો આ વખતે અહીં જણાવેલી રીત અનુસાર કારેલાનું શાક ઘરે બનાવજો. જો આ રીતે કારેલાનું શાક બનાવશો તો નાના બાળકો પણ શાક સામેથી માંગી માંગીને ખાશે. 

કારેલાના શાક માટેની સામગ્રી

કારેલા - 200 ગ્રામ
ડુંગળી - 1
લસણ- 5થી 6 કળી
લીલા મરચાં - 1 
તેલ 
વરિયાળી - 1 ચમચી
મીઠું - સ્વાદ પ્રમાણે
હળદર
લાલ મરચું પાવડર
ધાણાજીરું પાવડર
ગોળ - જરૂર અનુસાર
આમચૂર પાવડર 

કારેલાનું શાક બનાવવાની રીત

- કારેલાની છાલ કાઢી તેને સમારી લો અને તેમાં મીઠું લગાડી તેને 10થી 15 મિનિટ માટે ઢાંકીને સાઈડમાં રાખો.

- ત્યારબાદ એક પેનમાં તેલ ગરમ મુકો. તેમાં વરીયાળી અને ઝીણા સમારેલા લસણ, મરચાંનો વધાર કરો. 2 મિનિટ પછી તેમાં ઝીણી સમારેલી ડુંગળી ઉમેરો અને 5 મિનિટ ધીમા તાપે પકાવો.

- ત્યાં સુધીમાં સમારેલા કારેલાને કપડામાં કાઢી બરાબર પાણી કાઢી લો. પાણી કાઢેલા કારેલાને ડુંગળીમાં ઉમેરી દો. કારેલા ઉમેર્યા પછી તેમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરી કારેલાને ઢાંકીને પકાવો.

- 5થી 10 મિનિટ પછી તેમાં હળદર, મરચું પાવડર, ધાણાજીરું પાવડર, આમચુર પાવડર, ગોળ ઉમેરી બરાબર મિક્સ કરો અને કારેલા ચઢી જાય ત્યાં સુધી પકાવો. 

- કારેલા બરાબર પાકી જાય પછી ગરમા ગરમ શાક સર્વ કરો. આ રીતે તમે કારેલાનું શાક બનાવશો તો તે જરા પણ કડવું નહીં લાગે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news