Toothbrush: જૂના ટુથ બ્રશની મદદથી ઘરના આ 4 કામ કરવામાં રહે છે સરળતા, કલાકનું કામ થઈ જશે મિનિટોમાં

Toothbrush: જૂનું ટુથ બ્રશ કેટલા કામોમાં ખૂબ જ મદદ કરી શકે છે. ટુથ બ્રથનો ઉપયોગ કરીને આ કામ કરવાથી સમય પણ બચે છે. તો ચાલો તમને જણાવીએ કે ટુથ બ્રશનો ઉપયોગ તમે કયા કયા કામોમાં કરી શકો છો.

Toothbrush: જૂના ટુથ બ્રશની મદદથી ઘરના આ 4 કામ કરવામાં રહે છે સરળતા, કલાકનું કામ થઈ જશે મિનિટોમાં

Toothbrush: આપણા ઘરમાં એવી ઘણી વસ્તુઓ હોય છે જે ખરાબ થઈ જાય તો તેનો ઉપયોગ અન્ય કામમાં કરવામાં આવે છે. આવી જ એક વસ્તુ છે ટુથ બ્રશ. પરંતુ ઘણા લોકો ટુથ બ્રશ ખરાબ થઈ જાય તો તેને ફેંકી દેતા હોય છે. તમને જાણીને નવાઈ લાગશે કે ખરાબ થયેલા ટુથ બ્રશનો ઉપયોગ જો તમે કેટલાક કામમાં કરો છો તો તમારું કામ સરળ થઈ જાય છે. જૂનું ટુથ બ્રશ કેટલા કામોમાં ખૂબ જ મદદ કરી શકે છે. ટુથ બ્રથનો ઉપયોગ કરીને આ કામ કરવાથી સમય પણ બચે છે. તો ચાલો તમને જણાવીએ કે ટુથ બ્રશનો ઉપયોગ તમે કયા કયા કામોમાં કરી શકો છો.

જૂતાની સફાઈ

ટુથ બ્રશનો ઉપયોગ કરીને તમે જૂતાની સફાઈ સારી રીતે કરી શકો છો. ટુથ બ્રશને ડિટર્જન્ટ કે સાબુના પાણીમાં પલાળીને જુતા સાફ કરવાથી જુતાની સફાઈ સારી રીતે થાય છે અને ઝીણી ઝીણી જગ્યામાંથી ધૂળ પણ સરળતાથી નીકળી જાય છે.

વાસણ સાફ કરવામાં

ઘણા વાસણ એવા હોય છે જેની ઝીણી જગ્યાઓમાં સફાઈ કરવામાં મુશ્કેલી પડતી હોય છે. આ વાસણની સફાઈમાં પણ ટુથ બ્રશનો ઉપયોગ કરી શકાય છે તેનાથી વાસણ ઝડપથી સાફ થાય છે.

ઘરની સફાઈ

ઘરની સફાઈમાં દિવાલ, જમીન કે ફર્નિચરનીની ઝીણી જગ્યાઓમાં સારી રીતે સફાઈ કરવી હોય તો ટુથ બ્રશને ડિટર્જન્ટના પાણીમાં પલાળીને તેનાથી સફાઈ કરો. તમારી સફાઈ સરળતાથી અને ઝડપથી થઈ જશે.

પેઇન્ટિંગ

ટુથ બ્રશનો ઉપયોગ પેઇન્ટિંગ માટે પણ કરી શકાય છે. ટુથ બ્રશની મદદથી પેઇન્ટિંગમાં ઝીણી બારીક ડિઝાઇન કરવામાં મદદ મળે છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news