Rice Water: આલિયા ભટ્ટ જેવી ગ્લોઈંગ સ્કીન મેળવવી હોય તો ચોખાના પાણીનો આ રીતે કરો ઉપયોગ

Rice Water: ચોખાના પાણીથી સ્કીન અને હેરને સુધારવાનું કામ કરી શકાય છે. તેમાં રહેલા પોષકતત્વો ત્વચા અને વાળને રીપેર કરે છે. ચોખાના પાણીમાં એમિનો એસિડ, એન્ટી ઓક્સિડેન્ટ અને મિનરલ્સ ભરપૂર માત્રામાં હોય છે. તે વૃદ્ધત્વની પ્રક્રિયાને ધીમી કરવામાં મદદ કરે છે. ચોખાનું પાણી ત્વચાને કરચલી મુક્ત કરી ટાઈટ કરે છે. 

Rice Water: આલિયા ભટ્ટ જેવી ગ્લોઈંગ સ્કીન મેળવવી હોય તો ચોખાના પાણીનો આ રીતે કરો ઉપયોગ

Rice Water: રોજની રસોઈમા ભાત બનાવતી વખતે કેટલીક પ્રોસેસ કરવામાં આવે છે. જેમકે સૌથી પહેલા આપણે ચોખાને ધોઈએ છીએ. જો કે મોટાભાગની સ્ત્રીઓ ચોખાનું પાણી ફેંકી દેતી હોય છે. પરંતુ આજ પછી તમે આવું નહીં કરો. કારણ કે તેમાં એવા ઘણા પોષતતત્વો હોય છે જે આપણી ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક હોય છે.  

ચોખાના પાણીથી સ્કીન અને હેરને સુધારવાનું કામ કરી શકાય છે. તેમાં રહેલા પોષકતત્વો ત્વચા અને વાળને રીપેર કરે છે. ચોખાના પાણીમાં એમિનો એસિડ, એન્ટી ઓક્સિડેન્ટ અને મિનરલ્સ ભરપૂર માત્રામાં હોય છે. તે વૃદ્ધત્વની પ્રક્રિયાને ધીમી કરવામાં મદદ કરે છે. ચોખાનું પાણી ત્વચાને કરચલી મુક્ત અને ટાઈટ કરે છે. સાથે જ ચોખાનું પાણી ટેનિંગ, ડાઘ અને સનબર્નની સમસ્યાઓથી પણ રાહત આપે છે.

કેવી રીતે બનાવવું ચોખાનું પાણી? 

આ પણ વાંચો:

ચહેરા પર ચોખાનું પાણી બનાવવા માટે એક કપ ચોખાને ઓછામાં ઓછા અડધો કલાક પાણીમાં પલાળી રાખો. તમે ઈચ્છો તો સફેદ ચોખા સિવાય તમે લાલ ચોખા, બ્રાઉન રાઈસ કે બાસમતી ચોખાનો ઉપયોગ પણ કરી શકો છો.

ચોખાનું પાણી તૈયાર કરવાની બીજી રીત પણ છે જેમાં ભાત બનાવતી વખતે પાણી વધારે રાખવું. જ્યારે ભાત બની જાય તો જે વધારાનું પાણી હોય તેને અલગ કાઢી લેવું અને ઠંડુ થયા પછી ઉપયોગમાં લેવું.
 
ટોનર તરીકે લગાડો

ચોખાના પાણીને ચહેરા પર લગાવવાની ઘણી રીતો છે જેમાંથી સૌથી પહેલા છે તેને ટોનરની જેમ લગાડવાની રીત. ચોખાના પાણીને ટોનર તરીકે રુ વડે ચહેરા પર લગાડો અને 10 મિનિટ પછી ચહેરો સાફ કરો. 

ફેસ માસ્કમાં મિક્સ કરો

તમે કોઈપણ ફેસ માસ્ક બનાવતી વખતે તેમાં ચોખાનું પાણી ઉમેરી શકો છો. ચોખાનું પાણી ફેસ માસ્કને વધુ લાભકારી બનાવશે. ચણાના લોટમાં ચોખાના પાણીને મિક્સ કરીને પણ ચહેરા પર લગાડી શકાય છે. 
 
બરફના ટુકડા

ચોખાના પાણીમાંથી બરફના ટુકડા બનાવો. તેના માટે બરફની ટ્રેમાં ચોખાનું પાણી ભરો અને તેને ફ્રિઝ કરી લો. જ્યારે પાણી બરફ બની જાય તો તેને ચહેરા પર લગાવો. આ આઈસ ક્યુબ્સ ચહેરાને ચમકદાર બનાવે છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news