ઉંમર પહેલા જ સફેદ થઈ રહ્યા છે વાળ? તો આ સુપરફૂડ્સ ખાવાનું કરો શરુ, વાળની ચિંતા થશે દુર

Superfoods For White Hair: નાની ઉંમરમાં સફેદ થતાં વાળની સમસ્યાને દૂર કરવા કેટલીક વસ્તુઓનું સેવન કરવાની શરૂઆત કરવી જોઈએ. વાળની હેલ્થી અને કાળા રાખવા હોય તો દૈનિક આહારમાં છ વસ્તુઓનો સમાવેશ કરવો જોઈએ તેનાથી તમારા વાળ નેચરલી કાળા રહે છે. 

ઉંમર પહેલા જ સફેદ થઈ રહ્યા છે વાળ? તો આ સુપરફૂડ્સ ખાવાનું કરો શરુ, વાળની ચિંતા થશે દુર

Superfoods For White Hair: આજના સમયમાં અનહેલથી લાઇફ સ્ટાઇલ અને આહારના કારણે લોકોને નાની ઉંમરમાં જ સફેદ થતાં વાળની સમસ્યા સતાવવા લાગે છે. આજના સમયમાં સ્થિતિ એવી છે કે કોલેજ જવાની ઉંમરમાં યુવાનોના વાળ સફેદ થવા લાગે છે. આ રીતે ઉંમર પહેલા જો વાળ સફેદ થવા લાગે તો તેને કાળા કરવા માટે આમ તો ઘણી રીત છે પરંતુ નાની ઉંમરમાં સફેદ થતાં વાળની સમસ્યાને દૂર કરવા કેટલીક વસ્તુઓનું સેવન કરવાની શરૂઆત કરવી જોઈએ. વાળની હેલ્થી અને કાળા રાખવા હોય તો દૈનિક આહારમાં છ વસ્તુઓનો સમાવેશ કરવો જોઈએ તેનાથી તમારા વાળ નેચરલી કાળા રહે છે. 

બદામ

બદામ વિટામિન ઈથી ભરપૂર હોય છે તેનું સેવન કરવાથી સફેદ થતાં વાળ અટકે છે. વિટામીન ઈના કારણે વાળને થતું નુકસાન અટકાવવામાં મદદ મળે છે.

આ પણ વાંચો:

બેરીઝ

બેરિસ એન્ટિઓક્સિડન્ટ નો સારો સ્ત્રોત છે. તે વિટામીન સી થી ભરપૂર હોય છે અને કોલેજનનું ઉત્પાદન વધારવામાં મદદ કરે છે. તે વિટામિન સી થી ભરપૂર હોય છે અને વાળને સ્વસ્થ અને મજબૂત રાખવામાં મદદ કરે છે.

રતાળુ

રતાડુમાં બીટા કેરોટીન ભરપૂર પ્રમાણમાં હોય છે જે શરીરમાં વિટામીન એમાં પરિવર્તિત થઈ જાય છે. વિટામીન એ વાળને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે અને વાળને જલ્દી સફેદ થતાં પણ અટકાવે છે. 

મશરૂમ

મશરૂમને પણ રોજના આહારમાં સામેલ કરવાથી સફેદ વાળની સમસ્યાથી મુક્તિ મેળવી શકાય છે. મશરૂમમાં કોપર ભરપૂર પ્રમાણમાં હોય છે જે મેલેનીન પ્રોડક્શન વધારે છે અને વાળને સફેદ થતાં અટકાવે છે.

પાલક

પાલકમાં આયરન અને વિટામિન એ તેમજ ફોલેટ ભરપૂર પ્રમાણમાં હોય છે જે સ્વસ્થ વાળના વિકાસમાં વધારો કરે છે અને ખરતા વાળની તકલીફ અટકાવે છે. 

ઈંડા

ઈંડા પ્રોટીન અને બાયોટીન રીચ સોર્સ છે જે વાળને હેલ્ધી રાખે છે. તેમાં વિટામીન બી12 પણ હોય છે જે બ્લડ સર્ક્યુલેશન સુધારે છે. ઈંડા નું સેવન કરવાથી સફેદ વાળની સમસ્યાથી મુક્તિ મળે છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news