દુનિયાની સૌથી ડરાવની ભૂતિયા ઘટના, આ યુવતીના શરીરમાં રહેતી હતી 6 આત્મા, પણ...
Haunted Stories: જર્મનીના બનારિયા શહેરની રહેવાસી એનાલિસ મિશેલ (Anneliese Michel) ના શરીરમાં 6 આત્માઓ રહેતી હતી. 67 વાર ઝાડ-ફૂંક કરાયા બાદ પણ મિશેલનો જીવ બચ્યો ન હતો, માત્ર 23 વર્ષની ઉંમરે તેનો જીવ ગયો હતો
Trending Photos
Anneliese Michel Exorcism: હાલ દેશમાં માનવ બલિના બે કિસ્સા હચમચાવી દે તેવા છે. કેરળમાં બે લોકોની માનવબલિ અને ગુજરાતમાં પિતાએ દીકરીનો વળગણમા જીવ લીધો. શું તમે પણ ભૂતપ્રેતમાં માનો છો, એવું કોઈ કહે તો અલગ અલગ જવાબ હોય છે. કેટલાક લોકો તેને સત્ય ઘટના માને છે. કેટલાક લોકો આત્માઓમાં વિશ્વાસ રાખે છે. આવી જ એક હચમચાવી દેતી એક કહાની છે. જર્મનીના બનારિયા શહેરની રહેવાસી એનાબિલ મિશેલના શરીરમાં 6 આતમાઓ રહેતી હતી. 67 વાર ઝાડ-ફૂંક બાદ પણ મિશેલનો જીવ બચી શક્યો ન હતો, જેને કારણે 23 વર્ષની ઉંમરે તેનુ મોત નિપજ્યુ હતું.
16 વર્ષની ઉંમરમાં થયુ હતું શરૂ
ડેઈલી સ્ટારના રિપોર્ટ અનુસાર, એનાલિસ મિશેલ જ્યારે 16 વર્ષની હતી, ત્યારે તેને ટેમ્પોરલ લોબ એપિલેપ્સી નામની બીમારી થઈ હતી. આ બીમારીમાં દર્દી ધીરે ધીરે પોતાની યાદશક્તિ ગુમાવવા લાગે છે અને શરીર પર પણ તેનો કોઈ કન્ટ્રોલ રહેતો નથી. એનાલિસના પરિવારે શરૂઆતમાં પોતાના ગુરુને આ વિશે જાણ કરી હતી. પરંતુ તેમાં તેમને કોઈ સફળતા મળી ન હતી. તો તેઓ ડોક્ટર પાસે લઈ ગયા હતા. ડોક્ટરે પાંચ વર્ષ સુધી તેની સારવાર કરી, પરંતું આટલી લાંબી ટ્રીટમેન્ટ છતાં એનાલિસની સારવાર થઈ શકી ન હતી.
એનાલિસ અજીબ-ગરીબ હરકતો કરવા લાગી
એનાલિસ મિશેલની હાલતમાં કોઈ સુધારો આવી રહ્યો ન હતો, અને સ્થિતિ ધીરે ધીરે ખરાબ થવા લાગી હતી. હવે મિશેલ અજીબોગરીબ હરકતો કરવા લાગી હતી. જેને જોઈને પરિવાર પરેશાન થઈ ગયો હતો. તેના બાદ પરિવારને સમજાયુ કે તેને કોઈ બીમારી નથી થી, પરંતુ તેના પર કોઈ ભૂતપ્રેતનો વાસ છે. તેના બાદ મિશેલના માતાપિતાએ પોતાની ઓળખાણના ભુવાઓને ઘરે બોલાવ્યા હતા. ત્યારે મિશેલ જમીન પર પડેલી હતી. ભુવાઓને જોઈને જ મિશેલે જમીન પર પેશાબ કરી હતી અને તેને ચાટવા લાગી હતી. બાદમાં તેની પાસે રાખેલા કોલસાના ટુકડાને ઉઠાવીને ખાવા લાગી હતી. ત્યારે ભુવાએ મિશેલના ચહેરા પર અજીબોગરીબ હાસ્ય જોયુ હતું. ત્યારે તેઓ સમજી ગયા હતા કે, તેની અંદર કોઈ ભૂતપ્રેતનો વાસ છે.
મિશેલના શરીરમાં હતી 6 આત્મા
તેના બાદ ભુવાએ એનાલિસ મિશેલને ઝાડ-ફૂંક કરીને તંત્રમંત્ર દ્વારા સારવાર કરવાની સલાહ આપી હતી. બાદમાં મિશેલના માતાપિતાએ ચર્ચના બે પાદરીઓને ઝાડ-ફૂંક કરવા બોલાવ્યા હતા. તેમણે જણાવ્યું કે, મિશેલની અંદર એક નહિ, પરંતુ 6 શેતાની આત્માઓનો વાસ છે. તેના બાદ તેમણે ઝાડ-ફૂંક શરૂ કર્યુ હતુ. પરંતું તેનાથી શેતાની આત્મા ગુસ્સે થઈ હતી, અને મિશેલની તબિયત વધુ ખરાબ થવા લાગી હતી.
67 વાર કરાયું ઝાડ-ફૂંક
બાદમાં સ્થિતિ એવી થઈ કે, ઝાડ-ફૂંકથી પણ મિશેલની તબિયતમાં કોઈ સુધારો આવતો ન હતો. શેતાની તાકાત તેના પર હાવિ થતી જઈ રહી હતી. શેતાની તાકાત એટલી હાવિ થઈ ગઈ હતી કે, મિશેર બીજા પર હુમલા કરવા લાગી હતી. અનેકવાર તો તે પોતાને ઘાયલ કરી લેતી હતી. પાદરીઓના અનેક પ્રયાસો છતા પણ તેની સારી ન થઈ શકી અને 23 વર્ષની વયે જીવ ગુમાવ્યો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે