આ દેશી નુસખા સામે નહીં ચાલે વંદાની જીદ.. ઘરમાં છુપાયેલા વંદાને પણ ઘર છોડી ભાગવું પડશે
Home Remedy For Cockroach : વંદા માત્ર રસોડામાં જ નહીં પરંતુ બાથરૂમમાં, સ્ટોર રૂમમાં અને બાલ્કનીમાં પણ ફરતા જોવા મળે છે. ખાસ કરીને રાત પડે એટલે ઝીણા ઝીણા વંદા નીકળી પડે છે. વંદા ઘરમાં ગંદકી ફેલાવે છે તેની સાથે બીમારીઓ પણ ફેલાવી શકે છે. મોટાભાગે લોકો વંદાથી છુટકારો મેળવવા માટે પેસ્ટ કંટ્રોલ કરાવતા હોય છે પરંતુ થોડા દિવસોમાં વંદા ફરીથી દેખાવા લાગે છે.
Trending Photos
Home Remedy For Cockroach : ઘરમાં અને ખાસ કરીને જો રસોડામાં થોડી પણ ગંદકી રહી જાય તો વંદાનું ટોળું રસોડામાં ફરવા લાગે છે. જોકે વંદા માત્ર રસોડામાં જ નહીં પરંતુ બાથરૂમમાં, સ્ટોર રૂમમાં અને બાલ્કનીમાં પણ ફરતા જોવા મળે છે. ખાસ કરીને રાત પડે એટલે ઝીણા ઝીણા વંદા નીકળી પડે છે. વંદા ઘરમાં ગંદકી ફેલાવે છે તેની સાથે બીમારીઓ પણ ફેલાવી શકે છે. મોટાભાગે લોકો વંદાથી છુટકારો મેળવવા માટે પેસ્ટ કંટ્રોલ કરાવતા હોય છે પરંતુ થોડા દિવસોમાં વંદા ફરીથી દેખાવા લાગે છે. તેવામાં તમે પણ જો પેસ્ટ કન્ટ્રોલ કરાવીને થાકી ગયા હોય અને તેમ છતાં વંદા તમારું ઘર છોડતા ન હોય તો આ ટિપ્સ તમારી મદદ કરશે. આ ઉપાયો એક વારમાં જ વંદાનો સફાયો કરી દેશે.
આ પણ વાંચો:
વંદા ભગાડવાના ઉપાય
- બેકિંગ સોડાની મદદથી વંદાને ઝડપથી ભગાડી શકાય છે. તેના માટે એક વાટકી ખાંડમાં બેકિંગ સોડા ઉમેરીને રાત્રે એ જગ્યાએ રાખી દો જે વાંદા સૌથી વધુ ફરતા હોય. બીજા દિવસથી વાંદા જોવા નહીં મળે.
- તમાલપત્રની સુગંધ વાંદાને પસંદ નથી તેવામાં તમાલપત્રનો પાવડર કરીને એવા ખૂણામાં છાંટી દો જ્યાંથી વંદા નીકળતા હોય.
- કેરોસીન ની મદદથી પણ તમે વંદાને ભગાડી શકો છો રાતના સમયે જ્યાં વંદા સૌથી વધુ ફરતા હોય તે જગ્યા પર સ્પ્રે બોટલમાં ભરીને કેરોસીન છાંટી દેવું.
- લીમડાનું તેલ પણ વંદાને ભગાડવામાં મદદ કરે છે. લીમડાના તેલમાં લવિંગ પલાળીને એ બધી જ જગ્યાએ રાખી દો જ્યાં વાંદા નીકળતા હોય. તેની તીવ્ર સુગંધથી વાંદા નીકળવાનું બંધ કરી દેશે.
- મલમલ ના કપડામાં કોફી પાવડર ભરીને નાની નાની પોટલી બનાવી લેવી. આ પોટલી ને એવી જગ્યાએ રાખી દો. જ્યાં વંદા નીકળતા હોય. આ ઉપાયથી કોક્રોચનો સફાયો થઈ જશે તે નક્કી.
(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે