Skin Care: ચહેરા પર ઇન્સ્ટન્ટ ગ્લો માટે ટ્રાય કરો આ કોરિયન ફેસ પેક, તુરંત દેખાશે અસર
Korean Face Pack: ચિયાસીડ્સનો ઉપયોગ કરીને એક ખાસ ફેસપેક બનાવવામાં આવે છે. આ ફેસપેકને લગાડવાથી ચહેરાની સુંદરતા વધે છે. આ ફેસપેકને લગાડવાથી ચહેરો સુંદર બને છે અને સ્કીન સંબંધિત સમસ્યા પણ દૂર થાય છે. આ ફેસ પેક લગાડવાથી ત્વચા સુંદર અને ખીલી ખીલી રહે છે.
Trending Photos
Korean Face Pack: ચિયાસીડ્સનો ઉપયોગ તમે આજ સુધી સ્વાસ્થ્ય માટે કર્યો હશે. મોટાભાગે આ વસ્તુનો ઉપયોગ લોકો વજન ઘટાડવા માટે કરે છે. પરંતુ શું તમે જાણો છો કે ચિયાસીડ્સના ઉપયોગથી તમે તમારા ચહેરાને સુંદર પણ બનાવી શકો છો ? ચિયાસીડ્સનો ઉપયોગ કરીને તમે કોરિયન મહિલા જેવી સુંદર ત્વચા મેળવી શકો છો. ચિયાસીડ્સનો ઉપયોગ કરીને એક ખાસ ફેસપેક બનાવવામાં આવે છે. આ ફેસપેકને લગાડવાથી ચહેરાની સુંદરતા વધે છે. આ ફેસપેકને લગાડવાથી ચહેરો સુંદર બને છે અને સ્કીન સંબંધિત સમસ્યા પણ દૂર થાય છે. આ ફેસ પેક લગાડવાથી ત્વચા સુંદર અને ખીલી ખીલી રહે છે.
કેવી રીતે બનાવવું ચિયાસીડ્સનું ફેસ માસ
આ પણ વાંચો:
આ ફેસ માસ્ક બનાવવા માટે તમને ચિયાસીડ્સ અને દૂધની જરૂર પડશે. ચિયાસીડ્સને જરૂર અનુસાર લઈ તેને દૂધમાં પલાળી દો. એક કલાક સુધી બંનેને પલળવા દો અને પછી જ્યારે ચિયાસીડ્સ ફૂલી જાય તો તેનો ઉપયોગ કરો.
કેવી રીતે લગાડવો ફેસપેક
આ ફેસપેકને લગાડતા પહેલા ચહેરાને સારી રીતે સાફ કરી લેવો. ચહેરો સાફ કરવા માટે તમે ક્લિનઝીંગ મિલ્કનો ઉપયોગ પણ કરી શકો છો. ચહેરો સાફ થઈ જાય તો પછી ચિયાસીડ્સનું ફેસ માસ્ક ચેહરા પર લગાડવું. આ માસ્ક ચહેરા પર 20 થી 25 મિનિટ રહેવા દો અને પછી ચહેરાને ઠંડા પાણીથી સાફ કરો.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે