Valentine Week 2023: આજથી થશે પ્રેમના સપ્તાહની શરૂઆત, આજે રોઝ ડે પછી પ્રપોઝ ડે

Valentine Week Day List 2023 આજથી એટલે કે 7 ફેબ્રુઆરીથી વેલેન્ટાઈન્સ ડે વીકની શરૂઆત થઈ ગઈ છે. આજનો દિવસ રોઝ ડે તરીકે ઉજવવામાં આવશે. આ વીક  પ્રેમી-પ્રેમીકા માટે જાણીતું છે. 

Valentine Week 2023: આજથી થશે પ્રેમના સપ્તાહની શરૂઆત, આજે રોઝ ડે પછી પ્રપોઝ ડે

નવી દિલ્હીઃ Valentine Week 2023 Full List: ફેબ્રુઆરીને પ્રેમનો મહિનો કહેવામાં આવે છે. જે લોકોને પોતાના પાર્ટનરથી પ્રેમ હોય છે તે આ મહિનાની આતૂરતાપૂર્વક રાહ જુએ છે. હકીકતમાં ફેબ્રુઆરીના મહિનામાં 14 ફેબ્રુઆરીએ વેલેન્ટાઈન ડે મનાવવામાં આવે છે. તો વેલેન્ટાઈન ડે પહેલા સપ્તાહ માટે અલગ-અલગ દિવસ નક્કી છે. આ અલગ-અલગ દિવસને પ્રેમ કરનારા લોકો અલગ-અલગ રીતે ઉજવે છે. 

વેલેન્ટાઈન વીક
7 ફેબ્રુઆરીએ વેલન્ટાઈન્સ વીકની શરૂઆત થાય છે. આ વીક 7 ફેબ્રુઆરીથી શરૂ થઈને 14 ફેબ્રુઆરી સુધી ચાલે છે. 7 ફેબ્રુઆરી રોઝ ડે (February 7- Rose Day)ના રૂપમાં ઉજવવામાં આવે છે. આ દિવસે પ્રેમ કરનાર કપલ એકબીજાને ગુલાબનું ફુલ આપી પોતાના પ્રેમને વ્યક્ત કરે છે. ત્યારબાદ આઠ ફેબ્રુઆરી પ્રપોઝ ડે (February 8- Propose Day)ના રૂપમાં મનાવે છે. આ દિવસે પ્રેમી કપલ પોતાના પાર્ટનરને પ્રપોઝ કરે છે અને જણાવે છે કે તે તેને કેટલો પ્રેમ કરે છે. 

વેલેન્ટાઈન્સ
ત્યારબાદ 9 ફેબ્રુઆરીએ ચોકલેટ ડે (February 9- Chocolate Day)ના રૂપમાં ઉજવવામાં આવે છે. આ દિવસે ચોકલેટ આપવામાં આવે છે. તો 10 ફેબ્રુઆરીએ ટેડી ડે (February 10- Teddy Day) ઉજવવામાં આવે છે. આ દિવસે પ્રેમી કપલ પોતાના પાર્ટનરને ગિફ્ટમાં ટેડી બિયર આપે છે. તો 11 ફેબ્રુઆરીએ પ્રોમિસ ડે (February 11- Promise Day)મનાવવામાં આવે છે. પ્રોમિસ ડે પર પાર્ટનર પોતાના પ્રેમી-પ્રેમીકાને અલગ-અલગ પ્રકારની પ્રોમિસ કરે છે. 

વેલેન્ટાઈન્સ ડે
તો 12 ફેબ્રુઆરીએ હગ ડે (February 12- Hug Day) મનાવવામાં આવે છે. આ દિવસે પ્રેમી કપલ એકબીજાને ગળે લાગે છે. તો 13 ફેબ્રુઆરીએ કિસ ડે 
(February 13- Kiss Day)મનાવવામાં આવે છે. આ દિવસે પ્રેમી કપલ એકબીજાને કિસ કરે છે. અંતમાં 14 ફેબ્રુઆરીએ વેલેન્ટાઈન્સ ડે (February 14- Valentine's Day)ના રૂપમાં મનાવવામાં આવે છે. 

Days Name of the Day Valentine’s Week 2023 List
Day – 1 Rose Day Feb 07, 2023
Day – 2 Propose Day Feb 08, 2023
Day – 3 Chocolate Day Feb 09, 2023
Day – 4 Teddy Day Feb 10, 2023
Day – 5 Promise Day Feb 11, 2023
Day – 6 Hug Day Feb 12, 2023
Day – 7 Kiss Day Feb 13, 2023
Day – 8 Valentine Day Feb 14, 2023

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news