બાળકો ઊંઘમાં કેમ હસે છે? પાછલા જન્મનું નહિ પણ આ કારણ છે સાચું, બીજું કારણ મજેદાર છે...

તમે એક વાત દરેક બાળકોમાં નોટિસ કરી હશે કે, તેઓ ઊંઘમાં હસે છે. આ બાબતને અનેક લોકો પાછલા જન્મ સાથે સરખાવે છે. પરંતુ આ પાછળ એક સાયન્ટીફિક કારણ છે

બાળકો ઊંઘમાં કેમ હસે છે? પાછલા જન્મનું નહિ પણ આ કારણ છે સાચું, બીજું કારણ મજેદાર છે...

અમદાવાદ :નવજાત બાળકોની દરેક અદા પ્રિય હોય છે. બાળકોની દરેક હરકત પર સૌનું ધ્યાન જાય છે. પરંતુ તમે એક વાત દરેક બાળકોમાં નોટિસ કરી હશે કે, તેઓ ઊંઘમાં હસે છે. આ બાબતને અનેક લોકો પાછલા જન્મ સાથે સરખાવે છે. પરંતુ આ પાછળ એક સાયન્ટીફિક કારણ છે. આ એક નોર્મલ પ્રોસેસ છે. બાળકોના ઊંઘમાં હસવા પાછળ અનેક કારણો છે. 

ઈમોશનલ ડેવલપમેન્ટ
બાળક જ્યારે જાગતુ હોય છે, ત્યારે તેની આસપાસ અનેક પ્રકારના અવાજ, કોલાહલ સંભળાતા હોય છે, તેને નવી નવી ચીજો જોવા મળતી હોય છે. આ સમય દરમિયાન બાળકનું પ્રોગ્રેસિવ માઈન્ડ રોજ થનારી ઘટનાઓ અને જાણકારીઓને રેકોર્ડ કરી શકે છે. જો બાળકોના ઊંઘવા દરમિયાન તેમના મગજમાં ફરવા લાગે છે. આ સમયે બાળકના દિમાગમાં એ તમામ બાબતો રહી જાય છે, જે તેણે આસપાસ નિહાળી છે. આવામાં જ્યારે બાળક હેપ્પી ઈમોશનલ અનુભવે તો તે ઊંઘતા સમયે હસવા લાગે છે. આ એક ઈમોશનલ ડેવલપમેન્ટની પ્રોસેસ છે. 

ગેસ પાસ કરવું
મોટાભાગના કિસ્સામા એવુ જોવા મળ્યુ છે કે, બાળકો 4 મહિના બાદ ઊંઘમાં હસવાનુ શરૂ કરી દે છે. જો કોઈ બાળક જન્મના શરૂઆતના સમયમાં જ હસવા લાગે તો તેની પાછળ એક મોટુ કારણ હોય છે. એ બતાવે છે કે, બાળક ગેસ પાસ કરે છે. જોકે, આ વાતનુ કોઈ સાયન્ટીફિક પ્રુફ નથી. આ એક હકીકત છે કે, પેટમાં તકલીફને કારણે બાળકો ચીડચીડિયા રહે છે. આ કારણે તેઓ રડવા લાગે છે. પરંતુ જ્યારે ગેસ પાસ થાય છે તો તેમને રાહત મળે છે. આ કારણે તેઓ આ સમયે હસવા લાગે છે. 

આરઈએમ સ્લીપ સાયકલ
માણસોમાં બે પ્રકારની સ્લીપ સાયકલ હોય છે. એક આરએમઆઈ એટલે કે રેપિડ આઈ મુવમેન્ટ અને બીજી એનઆરઆઈએમ એટલે કે નોન રેપિડ આઈ મુવમેન્ટ. તમારુ શરીર રોજ રાત્રે આ સ્ટેજમાંથી પસાર થાય છે, જેનીથી તમને ધીરે ધીરે ઊંઘ આવવા લાગે છે. રિસર્ચ મુજબ, નવજાત બાળકોની ઊંઘની સાયકલ આરઈએણ સ્ટેજથી શરૂ થાય છે. સામાન્ય રીતે બાળકો દિવસમાં 16 થી 18 કલાક ઊંઘે છે. કારણ કે નવજાત બાળક વધુ આરઈએમ ઊંઘનો અનુભવ કરે છે. તેથી ઈન્વોલેન્ટરી મુવમેન્ટ્સના રિફલેક્ટના રૂપમાં મોટાભાગના બાળકો હસે છે. પરંતુ આરઈએમ સ્લીપ ફેઝને કારણે બાળક તેજીથી આઈ મુવમેન્ટ કરવા લાગે છે. તે સપના પણ જોવા લાગે છે. બાળક દિવસની મજેદાર વસ્તુઓને યાદ કરીને હસે છે.  
 
બાળકોમાં ઊંઘમાં હસવાના અન્ય મેડિકલ કારણો પણ છે. જેમાં દુર્લભ કિસ્સામાં પેટ અને મુરડાને કારણે બાળકોને સ્માઈલ આવી શકે છે. પરંતુ ધ્યાન રાખો કે મુરડાને કારણે આવતી સ્માઈલથી બાળકોનું રેસ્ટિંગ શિડ્યુલ ખરાબ થઈ શકે છે. તેમજ તેમની હેલ્થ પર ખરાબ અસર પડી શકે છે. કારણ કે, મુરડાને કારણે તે લાંબા સમય ઊંઘી શક્તા નથી. આવામાં તેઓને તરત ડોક્ટર પાસે લઈ જાયો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news