બહેનને રક્ષાબંધન પર આપવી છે સુંદર ગીફ્ટ, તો 1000 રૂપિયામાં આ છે બેસ્ટ વિકલ્પ
Rakhi Gift For Sister: રક્ષાબંધનનો તહેવાર જેમ જેમ નજીક આવે છે તેમ દરેક ભાઈના મનમાં એક પ્રશ્ન ઉદભવે છે કે આ વખતે તેમની બહેનને શું આપવું? જો તમે પણ આ જ સમસ્યાથી ઝઝૂમી રહ્યા છો તો ચિંતા કરશો નહીં. અમે તમને 7 શ્રેષ્ઠ ગિફ્ટ આઈડિયા જણાવી રહ્યા છીએ.
Trending Photos
Rakhi Gift For Sister: રાખડીનો તહેવાર બહેન અને ભાઈ વચ્ચેના પ્રેમનું પ્રતિક છે. આમ જોવા જઈએ તો આ દિવસે બહેનોને પૈસા આપવાની પરંપરા છે. પરંતુ ભેટ આ પ્રસંગને વધુ ખાસ બનાવે છે. ભાઈ તરફથી પ્રેમથી મળેલી નાનકડી ભેટ પણ બહેનને ખૂબ વહાલી હોય છે. એવામાં આ ખાસ અવસર પર તમારી બહેનને ખાસ ભેટ આપવી જરૂરી છે.
જો કે, કેટલીકવાર બજેટ પ્રોબ્લેમના કારણે યોગ્ય ભેટ પસંદ કરવી મુશ્કેલ બની જાય છે. જો તમે પણ આ મુશ્કેલીમાં છો કે ઓછા રૂપિયામાં તમારી બહેન માટે શ્રેષ્ઠ ગિફ્ટ કઈ છે, તો આ અહેવાલ તમારા માટે ખૂબ જ મદદગાર સાબિત થઈ શકે છે. અહીં અમે તમને 1000 રૂપિયાના બજેટમાં શ્રેષ્ઠ ગિફ્ટ વિકલ્પો જણાવી રહ્યાં છીએ.
સ્ટાઇલિશ હેન્ડબેગ અથવા વૉલેટ
દરેક છોકરીને હેન્ડબેગ અથવા તો વૉલેટ પસંદ હોય છે. તમે તમારી બહેનની પસંદગી મુજબ સ્ટાઇલિશ હેન્ડબેગ અથવા વૉલેટ પસંદ કરી શકો છો. આમાં તમને અનેક પ્રકારની ડિઝાઇન અને રંગો જોવા મળશે.
પર્સનલાઈજ્ડ ક્લચ
એક પર્સનલાઈજ્ડ ક્લચ તમારી બહેનને વધુ વિશેષ અનુભવ કરાવશે. તમે તેના પર તમારી બહેનનો ફોટો અથવા નામ લખી શકો છો. આ 1000 રૂપિયાની ખૂબ જ અનોખી અને સુંદર ભેટ હશે.
ડ્રેસ
ફેસ્ટિવલ સિઝનમાં દરેક આઉટલેટમાં સેલ ચાલે છે. માત્ર એક હજાર રૂપિયામાં સરળતાથી તમને બહેન માટે એક સુંદર ડ્રેસ મેળવી શકો છો.
જ્વેલરી સેટ
બજારમાં તમને ઘણા પ્રકારના જ્વેલરી સેટ મળશે. જે 1000 રૂપિયાથી ઓછી રેન્જમાં આવે છે. તમે તમારી બહેનની પસંદગી મુજબ એક સુંદર જ્વેલરી સેટ પસંદ કરી શકો છો.
સ્કિન કેયર પ્રોડક્ટ્સનો કોમ્બો
જો તમારી બહેનને સ્કિન કેર પ્રોડક્ટ્સ પસંદ હોય તો તમે તેને એક સરસ કોમ્બો ગિફ્ટ કરી શકો છો. તેમાં ફેસ વોશ, મોઈશ્ચરાઈઝર અને સીરમનો સમાવેશ થઈ શકે છે.
બુક લવર્સ માટે પુસ્તકો
જો તમારી બહેનને વાંચવાનું પસંદ છે તો તમે તેની પસંદગીના લેખકની પુસ્તક ગીફ્ટ કરી શકો છો. તેનાથી તમારી બહેનને ઘણી ખુશી થશે.
ચોકલેટ અને ફૂલોનો બુકે
જો તમે થોડું સિંપલ પરંતુ પ્યારી ગીફ્ટ આપવા માંગો છો તો ચોકલેટ અને ફૂલોનો બુકે એક સારો ઓપ્શન છે. આ દરેક લોકોને પસંદ આવે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે