Leopard vs Cheetah: શું તમે પણ દીપડા અને ચીત્તા વચ્ચે કન્ફ્યૂઝ છો? જુઓ આ છે બંને વચ્ચેનો ફરક
Leopard vs Cheetah : આપણા દેશના જંગલમાં સિંહ, વાઘ, દીપડા જેવા પ્રાણીઓ વસવાટ કરે છે. ભારતમાં વર્ષ 1947માં છેલ્લી વખત ચીત્તા જોવા મળ્યા હતા. ત્યારબાદ ભારત સરકારે 1952માં ચિત્તાને વિલુપ્ત ઘોષિત કર્યા હતા. તેના બાદ મોદી સરકારના પ્રયાસોથી દેશમાં ફરીથી ચીત્તા જોવા મળ્યા. પરંતું ઘણા લોકો એવા છે જે ચીત્તાને દીપડો સમજે છે અને દીપડાને ચીત્તો... આ બન્ને જાનવર વચ્ચે ઘણું અંતર છે... જો તમને પણ ચીત્તા અને દીપડામાં કન્ફ્યુઝન છે તો આજે એવી વાત જણાવીશું જેનાથી તમારું કન્ફ્યુઝન દૂર થશે...
સૌથી પહેલા તમને ચીત્તા વિશે જણાવીએ તો, ચિત્તો એ દુનિયાનું સૌથી ઝડપી દોડતું પ્રાણી છે. સ્પીડની વાત કરીએ તો માત્ર ગણતરીની સેકન્ડમાં જ 72 માઇલ પ્રતિ કલાક એટલે કે, 115 કિમી કલાકની ઝડપે દોડે છે. સિંહ વાઘની તુલનામાં ચિત્તાનું શરીર નાનું હોય છે.
ચીત્તાના શરીર પર કાળા રંગના ગોળ ધાબ્બા જોવા મળે છે. ઉપરાંત તેની આંખોના ખૂણા પાસેથી મોઢા સુધીના ભાગમાં કાળા રંગના પટ્ટાઓ જોવા મળે છે. ચીતો એક એવું પ્રાણી છે જે ક્યારેય પણ ગર્જના કરી શકતું નથી.
હવે વાત કરીએ દીપડાની. ભારતમાં ઘણી જગ્યાએ દીપડાએ દેખા દીધા હોવાની વાતો થતી રહે છે. ચીત્તા જેવા જ દેખાતા દીપડામાં ઘણો ફર્ક છે.
સૌથી મોટો ફર્ક એ છે કે, ચીત્તાના શરીર પર કાળા રંગના ધાબા ગોળ આકારમાં હોય છે. જ્યારે દીપડાના શરીર પરના કાળા ધાબા અલગ શૈલીમાં જોવા મળે છે.
દીપડો શિકાર માટે ઝાડ પર ચઢી શકે છે... ચીત્તાની સરખામણીમાં દીપડાનું માથું પણ મોટું હોય છે.
દીપડો ગર્જના કરી શકે છે... જ્યારે ચીત્તો ગર્જના કરી શકતો નથી....
Trending Photos