Animals News

શ્રાવણમાં અહીં મહાદેવને રોજ ચઢાવાય છે 11 હજાર રોટલીઓ... ગુજરાતનું અનોખું શિવ મંદિર
Shravan 2024 પ્રેમલ ત્રિવેદી/પાટણ : હિન્દુ ધર્મના સૌથી પવિત્ર એવા શ્રાવણ માસનો પ્રારંભ થઈ ચુક્યો છે. શિવમંદિરો ભક્તોથી ઉભરાઈ રહ્યા છે. જ્યાં શિવ ભક્તો મહાદેવ પર દૂધ, જળ, પંચામૃત અને બીલીપત્રોનો અભિષેક કરી રહ્યા છે. પરંતુ ક્યારેય તમે એવું સાંભળ્યું છે કે ભોળનાથ પર રોટલીનો અભિષેક થતો હોય?... જીહાં, આજે અમે આપને એવા શિવમંદિર પર લઈ જઈશું જ્યાં શિવજી પર રોટલીનો અભિષેક કરાય છે. આ મંદિર આવેલું છે પાટણના અંબાજી નેળીયા વિસ્તારમાં. અહીં રોટલીયેશ્વર મહાદેવનું મંદિર આવેલુ છે. આ શિવલિંગ પર રોજની 50, 100 કે 500 રોટલી નહિ પણ રોજની 11 હજાર જેટલી રોટલીઓનો અભિષેક કરવામાં આવે છૅ, જે આખા શ્રવણ માસમાં 1 લાખ 11 હજાર રોટલીઓનો અભિષેક કરાશે. ત્યારે રોટલીઓના અભિષેક થકી મુંગા પશુઓની ભૂખ સંતોષવામાં આવશે. કેમ કે દરરોજ જે રોટલીઓ શિવજી પર અભિષેક કરાશે તે તમામ રોટલીઓ મુંગા પશુઓને ખવડાવવામાં આવશે. 
Aug 7,2024, 9:03 AM IST

Trending news