કડાકા ભડાકા સાથે ગરજશે વાદળો,પડશે ભારે વરસાદ! જાણો ગુજરાત સહિત 9 રાજ્યોમાં ભયાનક એલર્ટ

Gujarat weather Update: ગુજરાત સહિત દેશમાં હવામાનની પેટર્ન ફરી બદલાઈ છે. દિવસ દરમિયાન તડકો ચમકી રહ્યો છે, પરંતુ ભારે પવનને કારણે ઠંડીની તીવ્રતા વધી છે. તે દરમિયાન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સરક્યુલેશનને કારણે ઘણા રાજ્યોમાં ભારે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. દેશના વિવિધ રાજ્યોમાં 13 ફેબ્રુઆરી સુધી હિમવર્ષા અને વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે. ચાલો જાણીએ IMD નું લેટેસ્ટ અપડેટ શું છે?

1/11
image

અંબાલાલ પટેલની આગાહી અનુસાર, આગામી બે દિવસ પવનની ગતિ વધુ રહેશે. મધ્ય ગુજરાતના ભાગોમાં પવનની ગતિ 15 કિમી પ્રતિ કલાકની રહેશે. ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ પવનની ગતિ 15 કિમી પ્રતિ કલાકની રહેવાની શક્યતા છે. તો જુનાગઢના ભાગોમાં પવનની ગતિ 12થી 15 કિમી પ્રતિ કલાક રહેશે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં પવનની ગતિ 16 કિમી પ્રતિ કલાક રહેવાની શક્યતા છે. કચ્છના ભાગોમાં પવનની ગતિ વધુ રહેશે. રાજકોટના ભાગોમાં પણ પવનની ગતિ 15 કિમી પ્રતિ કલાકની રહેશે.

2/11
image

બદલાતા વાતાવરણની સાથે અંબાલાલ પટેલે ગુજરાતના નાગરિકોને ચેતવણી પણ આપી છે. તેમણે કહ્યું કે, આ દિવસોમાં સવારે હિમાયળું હવામાન રહેશે. 11 ફેબ્રુઆરીમાં ફરી હવામાન પલટાય તેવી શક્યતા છે. 11 અને 12 ફરી ઉત્તર ભારતમાં હિમવર્ષા રહેતા સવારે ઠંડી રહેશે. તો 19 ફેબ્રુઆરીથી ગરમીની શક્યતા દેખાઈ રહી છે. 19 ફેબ્રુઆરીથી 14 એપ્રિલ સુધી રોગીસ્ટ હવામાન રહેશે, જેથી લોકોએ સાવચેતી રાખવી જરૂરી છે. 23 થી ફેબ્રુઆરીના અંત સુધીમાં વાદળવાયુ અને કમોસમી વરસાદના એંધાણ છે.    

3/11
image

પરેશ ગોસ્વામીએ હવામાન અંગે માહિતી આપી છે કે આગામી કેટલાક દિવસો એટલે કે 15મી ફેબ્રુઆરી સુધી હવામાન સામાન્ય રહેશે. એટલે કે 15મી ફેબ્રુઆરી સુધી હવામાનમાં કોઈ મોટો પલટો આવે તેવી શક્યતા નહીંવત છે. હવામાનમાં મોટો પલટો આવવાની શક્યતા નથી આ સાથે જોવા જઈએ તો ઝાકળ વર્ષા મોટાભાગે આ સમયમાં ઝાકળ વર્ષા એટલે કે ધુમ્મસ જેવું વાતાવરણ જોવા મળે છે. ઝાકળને કારણે શિયાળું પાક ઉપર માઠી અસર પડે એવો કોઈ મોટો ઘાટો ઝાકડ આવવાનો નથી એટલે જાકડ વરસાદથી પણ કોઈએ ડરવાનું નથી હાક જોવા મળશે પણ એ છૂટા છવાયા વિસ્તારમાં હશે. 

4/11
image

ભારતના હવામાન વિભાગ (IMD) મુજબ ઉત્તરપૂર્વ બાંગ્લાદેશ અને પાડોશ પર એક સાઈક્લોનિક સર્કુલેશન સક્રિય છે અને બીજું સાઈક્લોનિક સર્કુલેશન ઉત્તરપૂર્વ આસામ અને પડોશમાં છે. તેની અસરને કારણે અરુણાચલ પ્રદેશમાં 11-12ના રોજ ભારે ગાજવીજ અને વીજળી સાથે હિમવર્ષા અને વરસાદની સંભાવના છે. જો કે 11 ફેબ્રુઆરીએ ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. આસામમાં 11-13 ફેબ્રુઆરી દરમિયાન અને નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરામાં 11-12 ફેબ્રુઆરી દરમિયાન ભારે વરસાદ પડશે.

5/11
image

સાઈક્લોનિક સર્કુલેશનના રૂપમાં પશ્ચિમી વિક્ષેપ ઉત્તર અફઘાનિસ્તાન અને પડોશમાં સક્રિય છે, જેના કારણે પશ્ચિમ હિમાલય વિસ્તારમાં 10-11 ફેબ્રુઆરીએ વરસાદની સંભાવના છે. હિમવર્ષા પણ થશે. વરસાદને કારણે આ પ્રદેશમાં લઘુત્તમ તાપમાનમાં 2-3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની સંભાવના છે. પશ્ચિમ હિમાલય પ્રદેશમાં જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ રાજ્યોનો સમાવેશ થાય છે. તમને જણાવી દઈએ કે 10 ફેબ્રુઆરીએ જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, ઉપ-હિમાલયન પશ્ચિમ બંગાળ, સિક્કિમ અને અરુણાચલ પ્રદેશમાં હિમવર્ષા અને વરસાદ થયો હતો.  

તાપમાનમાં થયો છે વધારો

6/11
image

ઉત્તર પશ્ચિમ અને મધ્ય ભારતમાં છેલ્લા 24 કલાકમાં દિવસના તાપમાનમાં લગભગ 2 ડિગ્રી સેલ્સિયસનો વધારો થયો છે અને અહીં દિવસનું તાપમાન સામાન્ય કરતા 3-4 ડિગ્રી સેલ્સિયસ વધારે છે. દ્વીપકલ્પ અને પૂર્વ ભારતના ઉત્તરીય ભાગોમાં પારો સામાન્ય કરતા 2 ડિગ્રી સેલ્સિયસ વધારે છે. મધ્ય પ્રદેશ, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, લદ્દાખમાં રાત્રિના તાપમાનમાં 2-4 ડિગ્રી સેલ્સિયસનો વધારો થયો છે.

જાણો ક્યાં છવાશે ધુમ્મસ?

7/11
image

પૂર્વીય ઉત્તર પ્રદેશ અને ઓડિશાના અલગ-અલગ વિસ્તારોમાં ગાઢથી ખૂબ ગાઢ ધુમ્મસ જોવા મળ્યું હતું, જ્યાં વિઝિબિલિટી 50-199 મીટરની વચ્ચે નોંધાઈ હતી. 11-12 ફેબ્રુઆરીના સવારના કલાકો દરમિયાન ઓડિશા અને પશ્ચિમ બંગાળના ગંગાના મેદાનો પર ગાઢ ધુમ્મસ પ્રવર્તે તેવી શક્યતા છે.

દેશમાં આગામી 5 દિવસ સુધી શું રહેશે તાપમાન?

8/11
image

ઉત્તર પશ્ચિમ ભારતના મેદાની વિસ્તારોમાં આગામી 5 દિવસમાં લઘુત્તમ તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર થશે નહીં. મધ્ય ભારતમાં પારો યથાવત્ રહેશે, પરંતુ આગામી 2-3 દિવસમાં તેમાં 2-4 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થશે. પૂર્વ ભારતનું તાપમાન આગામી 2 દિવસમાં 2-3 ડિગ્રી સેલ્સિયસ વધશે અને પછી આગામી 2-3 દિવસમાં 2-3 ડિગ્રી સેલ્સિયસ ઘટશે.  

મેદાની વિસ્તારોમાં છત્તીસગઢનું અંબિકાપુર સૌથી વધુ ઠંડું

9/11
image

દેશના મેદાની વિસ્તારોમાં છત્તીસગઢના અંબિકાપુરમાં સૌથી ઓછું લઘુત્તમ તાપમાન 6.7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. ઉત્તર ભારતના ઘણા ભાગોમાં લઘુત્તમ તાપમાન 7-13 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે છે. મહારાષ્ટ્રના મોટાભાગના ભાગોમાં લઘુત્તમ તાપમાન સામાન્ય કરતા 2-4 ડિગ્રી સેલ્સિયસ વધુ છે, જ્યારે UP, રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ, તેલંગાણા, આંધ્રપ્રદેશ, છત્તીસગઢ સહિતના પૂર્વ ભારતના ભાગોમાં તાપમાન સામાન્ય કરતાં ઓછું છે અને દેશના બાકીના ભાગોમાં સામાન્ય કરતાં નીચું છે.

10/11
image

હવામાન વિભાગે ભારતના 7 રાજ્યોમાં વરસાદની ચેતવણી આપી છે. પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં 11 થી 15 ફેબ્રુઆરી વચ્ચે વરસાદની શક્યતા. આસામ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરા - હળવો વરસાદ અને તેજ પવનની અપેક્ષા છે રાત્રી અને સવારના સમયે હળવી ઠંડી રહેશે. 

11/11
image

દિવસ દરમિયાન મહત્તમ તાપમાન 24-26 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહેવાની ધારણા છે. ઘુમ્મસની શક્યતા ઓછી છે, પરંતુ કેટલાક વિસ્તારોમાં હળવા ઝાકળ રહી શકે છે. હવામાન વિભાગે કહ્યું કે ઉત્તર ભારતમાં ધીમે ધીમે ઠંડી ઓછી થશે અને દિવસ તડકો રહેશે. ઉત્તરપૂર્વ ભારત અને બંગાળમાં 15 ફેબ્રુઆરી સુધી વરસાદ અને હિમવર્ષા ચાલુ રહી શકે છે.  

Gujarat Weather Newsimd forecast for Gujarat weatherFall in minimum temperatureગુજરાત હવામાન આગાહીગુજરાત હવામાનઠંડી વધશેપરેશ ગોસ્વામીગુજરાતના સમાચારgujarat newsGujarat current affairsગુજરાતના આજના સમાચારગુજરાતના અત્યારના સમાચારહવામાનના સમાચારઉત્તરાયણહવામાનની આગાહીGujarat WeatherWeather NewsUttarayanWeather ForecastGujarati Newsગુજરાતી ન્યૂઝગુજરાત સમાચારgujarat weather forecastweather updatesઅંબાલાલની આગાહીpredictionGujarat Monsoon ForecastગુજરાતgujaratRainfall NewsAmbalal Patel forecastWeather expertઅંબાલાલ પટેલની આગાહીઅંબાલાલ પટેલગુજરાતમાં વરસાદની આગાહીIMDIndia Meteorological Departmentવરસાદની આગાહીહવામાન વિભાગની આગાહીAmbalal PatelMonsoon UpdateParesh Goswami forecastપરેશ ગોસ્વામીની આગાહીવાવાઝોડું આવી રહ્યું છેવાવાઝોડુંCyclone AlertCyclonic Circulationસાયક્લોનિક સરક્યુલેશનવાવાઝોડું ત્રાટકશેColdwaveWinterકાતિલ ઠંડીઠંડીની આગા