ગુજરાત પર ત્રાટકવાના ડિપ્રેશનની ટાઈમલાઈન : કેટલા વાગે, કયા કયા શહેરો પર ત્રાટકશે જુઓ આખો ચાર્ટ
Deep Depression Attck On Gujarat : ગુજરાત તરફ ભયાનક મોટું ડીપ્રેશન આવી રહ્યું છે. ઓડિશાના દરિયાકાંઠાના વિસ્તારો ઉપર એક ડિપ્રેશન ગુજરાતથી પસાર થશે. આ ડિપ્રેશન ગુજરાતના ક્યાંથી એન્ટ્રી કરશે, અને કયા કયા શહેરોમાંથી પસાર થશે તેના અપડેટ આવી ગયા છે. પરંતુ તેની હાલની સ્થિ જોતા આ ડિપ્રેશન વડોદરામાં ભારે તબાહી સર્જશે. વડોદરાવાસઓ ફરીથી રાડ પાડી જશે તેવો વરસાદ પડશે. વડોદરા માટે આવતીકાલનો દિવસ ભારે છે. આવતીકાલે બપોરે 2 વાગ્યાથી પરમ દિવસે સવાર 6 વાગ્યા સુધી આ સિસ્ટમ વડોદરાના માથા પર મંડરાયેલી રહેશે, જેના કારણે શહેર પર ફરી મોટો ખતરો છે.
3 તારીખ સવારે 6 કલાક :
બંગાળની ખાડીમાં સર્જાયેલા ડીપ ડીપ્રેશનની અસર ગુજરાતમાં જોવા મળી રહી છે અને ભારે વરસાદની આગાહી પણ છે આ ડિપ્રેશન ગુજરાતમાં 3 તારીખના રોજ સવારના 6 કલાકથી ગુજરાતમાં પ્રવેશશે અને રાજ્યમાં તબાહી મચાવવાનું શરૂ કરી દેશે. (Image : Windy.com)
3 તારીખે સવારના 9 કલાક :
3 તારીખ સવારે 6 કલાકે ગુજરાતમાં પ્રવેશનાર આ ડિપ્રેશન 9 વાગ્યા સુધી સુરત પહોંચી જશે અને સુરતમાં ભયંકર વરસાદ થવાની આગાહી છે. તમે તસવીરોમાં જોઈ શકો છે ડિપ્રેશન સવારના 9 કલાક સુધી સુરત પરથી પસાર થશે. સુરતીઓ કાલે સવારે એલર્ટ રહેવાની જરૂર છે. (Image : Windy.com)
3 તારીખ બપોરના 2 કલાક :
સુરતથી નીકળીને આ ડિપ્રેશન ભાવનગર પહોંચશે. ભાવનગરમાં બપોરના 1 કલાકથી વરસાદ શરૂ થઈ જશે. અહીંથી અરબી સમુદ્રના પવનો ડિપ્રેશનને યુ ટર્ન લેવડાવશે અને આ ભારે વરસાદ સાથે સર્જાયેલું ડિપ્રેશન વડોદરા પહોંચશે. અહીંથી વડોદરાવાસીઓની મુશ્કેલીઓ વધવાનું શરૂ થશે. વડોદરા વાસીઓએ ફરી એકવાર એલર્ટ થવું પડશે નહીં તો ફરી ઘરોમાં પાણી ભરાશે. (Image : Windy.com)
વડોદરા સાંજના 8 કલાક :
આ ડિપ્રેશનને પગલે સૌથી વધારે ખરાબ હાલત વડોદારાની રહેશે. વડોદરામાં બપોરના 2થી રાતના 8 કલાક સુધી આ ડિપ્રેશન સ્થિર રહેશે. જેને પગલે અહીં ભારે વરસાદ પડે તેવી પૂરી સંભાવના છે. વડોદરા વાસીઓ માટે કાલનો દિવસ અતિભારે રહેશે. વડોદરામાં ભારે વરસાદ થવાની સંભાવના છે. એટલે તંત્ર પણ એલર્ટ રહે એ જરૂરી છે. (Image : Windy.com)
4 તારીખ વહેલી સવાર 3 કલાક :
આ ડિપ્રેશન 3 તારીખ બાદ ફરીથી 4 તારીખની વહેલી સવારે ફરીથી વડોદરા પર આવશે. 24 કલાક આ ડિપ્રેશન વડોદરાને ધમરોળી નાખે તેવી પૂરી સંભાવના છે. વડોદરા વાસીઓ માંડ પહેલા ડિપ્રેશનની અસરમાંથી હજુ બહાર આવ્યા નથી ત્યાં ફરી વડોદરા માટે મોટુ જોખમ આવી રહ્યું છે. (Image : Windy.com)
4 તારીખ સવારના 9 કલાક :
4 તારીખે વહેલી સવારે ડિપ્રેશનની અસરથી અમદાવાદ પણ બાકાત નહીં રહે. અમદાવાદમાં વહેલી સવારે ભારે વરસાદ થાય તેવી સંભાવનાઓ છે. આ ડિપ્રેશન મહેસાણાને પણ ઘમરોળી નાખશે. છેક કચ્છ સુધી આ દિવસે અસર દેખાશે. ઉત્તર ગુજરાતમાં આ દિવસે અને સુરેન્દ્રનગર અને અમદાવાદ જિલ્લામાં ભારે વરસાદ પડે તેવી સંભાવના છે. (Image : Windy.com)
4 તારીખે મહેસાણા સવારના 11 કલાક :
ગુજરાતના ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લામાં 4 તારીખે સવારે 11 વાગ્યાની આસપાસ આ ડિપ ડિપ્રેશનથી હાલત ખરાબ થવાની છે. આ ડિપ્રેશન હાલમાં આંધ્ર પ્રદેશ અને તેલંગણામાં તબાહી મચાવી રહ્યું છે. મહેસાણાવાસીઓ 11મી તારીખે એલર્ટ રહેજો. આ સમયે અંબાજીનો મહામેળો પણ શરૂ થવાનો છે એ સમયે આ ડિપ ડિપ્રેશન ભારે તબાહી મચાવી શકે છે. (Image : Windy.com)
Trending Photos