Garlic Side Effects: આ 5 તકલીફ હોય તેણે કાચુ લસણ ખાવાની ન કરવી ભુલ, ખાવાથી તબિયત વધારે બગડી જાશે

Garlic Side Effects: લસણનો ઉપયોગ દરેક ભારતીય ઘરમાં થાય છે. રસોઈમાં વપરાતું લસણ સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક ગણાય છે. લસણમાં ઘણા બધા ઔષધીય ગુણ હોય છે જે શરીરના સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. આયુર્વેદમાં લસણને ઔષધી કહેવામાં આવે છે. પરંતુ ઔષધી ગણાતું લસણ કેટલીક સ્વાસ્થ્ય સમસ્યામાં હાનિકારક સાબિત થાય છે. આજે તમને એવી 5 સમસ્યા વિશે જણાવીએ જેમાં લસણ ખાવાથી તબિયત વધારે બગડે છે.

એસીડીટી 

1/6
image

જે લોકોને વારંવાર એસીડીટી થતી હોય તેમણે લસણ ખાવાનું ટાળવું જોઈએ. લસણમાં એવા તત્વ હોય છે જે છાતીની બળતરા અને પેટની બળતરાને વધારી શકે છે. 

લો બ્લડ પ્રેશર 

2/6
image

જે લોકોને લો બીપીની સમસ્યા રહેતી હોય તેમણે પણ લસણ ખાવાનું ટાળવું. લસણમાં પોટેશિયમ હોય છે જે બ્લડપ્રેશરને ઘટાડે છે. પહેલાથી જ લો બીપી રહેતું હોય તો લસણ ખાવાથી બીપી સાવ લો થઈ શકે છે. 

નબળું પાચન 

3/6
image

ઘણા લોકોનું પાચન નબળું હોય છે. તેઓ લસણનું સેવન વધારે કરે તો કબજિયાત, જાડા, ગેસ કે પેટ સંબંધિત અન્ય સમસ્યા થઈ શકે છે. તેથી પાચન નબળું હોય તેણે હેલ્થ એક્સપર્ટની સલાહ લઈને લસણ ખાવું.

લીવરની સમસ્યા 

4/6
image

જો તમને લીવર સંબંધિત સમસ્યા છે તો લસણનું સેવન ન કરવું. લસણમાં એવા તત્વ હોય છે જે લીવરને પ્રભાવિત કરી શકે છે. જો લીવરની બીમારી પહેલાથી જ હોય તો લસણ ખાતા પહેલા ડોક્ટરની સલાહ લેવી.

બ્લીડિંગની સમસ્યા 

5/6
image

લસણમાં એવા ગુણ હોય છે જે લોહીને જામતું અટકાવે છે. જો તાજેતરમાં જ કોઈ સર્જરી કરાવી હોય કે બ્લીડિંગની સમસ્યા હોય તો કાચું લસણ ભૂલથી પણ ન ખાતા. જો કાચું લસણ આ સ્થિતિમાં ખાશો તો બ્લીડિંગનું જોખમ વધી જશે.

6/6
image