નિરાધાર બાળકની વ્હારે આવ્યા ખજૂરભાઈ, માનવતા જોઈ રડી પડ્યો કિશોર
Jigli And Khajur બુરહાન પઠાણ/આણંદ : આણંદ જિલ્લાના ધર્મજ ગામના 13 વર્ષના નિરાધાર કિશોરની વ્હારે ખજૂરભાઈ આવ્યા છે, અને કિશોરીને નવું ઘર બનાવી આવતા ખજૂરભાઈની માનવતા જોઈ કિશોર રડી પડ્યો હતો
ધર્મજ ગામના 13 વર્ષના નયનની માતા નાનપણમાં છોડી ચાલી ગઈ હતી અને પિતા રખડતા ફરતા હતા. દાદી તેણીનું ભરણપોષણ કરતી હતી પરંતુ ચાર વર્ષ પૂર્વે દાદીનું પણ અવસાન થયું હતું.
આ કારણે નયન નિરાધાર બન્યો હતો. તેમજ આ નાનકડા કિશોરનું મકાન પણ વાવાઝોડામાં તૂટી ગયું. તેને આસપાસનાં લોકો જમવાનું આપતા હતા. નયન સારી રીતે બોલી પણ શક્તો નથી, પણ તે 9માં ધોરણમાં અભ્યાસ કરે છે
આ નિરાધાર બાળકની વાત ખજૂરભાઈ તરીકે જાણીતા નીતિન જાનીનાં ધ્યાનમાં આવતા તેઓ ધર્મજ ગામમાં દોડી આવ્યા હતા.
નયનનું જર્જરિત મકાન જોઈ ખજૂરભાઈનું દિલ દ્રવી ઉઠ્યું હતું અને તેઓએ નયનનું નવું મકાન બનાવવાનું નક્કી કરી જાતે ઈંટો ઊંચકી મકાનને બનાવવાનું ચાલુ કરી દીધું હતું.
Trending Photos