ગુજરાતમાં ડિસેમ્બરનો મહિનો છે સૌથી ભારે! વરસાદ, વાવાઝોડું કે ઠંડી નહીં આવશે આ ખતરનાક આફત

Ambalal Patel Prediction: અંબાલાલ પટેલે ઠંડીની સાથે ગરમીની આગાહી પણ કરી દીધી છે. હજુ ગુજરાતમાં બરાબરની ઠંડી જામી નથી ત્યાં તો ગરમીની આગાહી થઈ ગઈ છે. ગુજરાતમાં ઠંડી વચ્ચે એકાએક ગરમીની એન્ટ્રી થશે. નવેમ્બર મહિનામાં ગુજરાતના વાતાવરણમાં કંઈક મોટી નવાજૂની થવાની છે.

1/12
image

નવેમ્બરમાં ફરી એકવાર ચક્રવાત આવી રહ્યું છે. ફેંગલ નામનું નવું વાવાઝોડું ભારતના દરિયાકાંઠે ત્રાટકવાનું છે. જેને કારણે વાતાવરણમાં મોટો પલટો આવવાનો છે. બંગાળની ખાડીનું ઉઠેલું આ તોફાન અનેક રાજ્યને અસર કરશે. ત્યારે આ વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની ખતરનાક આગાહી આવી ગઈ છે. શું છે આ નવી આગાહી તેના પર એક નજર કરીએ.  

2/12
image

જાણીતા હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે જણાવ્યું કે, આગામી 27 નવેમ્બરથી ચાર ડિસેમ્બર સુધી ઠંડી ગાયબ થઈ ગઈ હોય તેવો અહેસાસ કરાવશે. ડિસેમ્બર અંતમાં અને જાન્યુઆરીના પ્રથમ તબક્કામાં જ સાચી ઠંડીનો અનુભવ થશે. જોકે આગામી દિવસોમાં 10 સુધીનું  નીચું તાપમાન રહે તેવી પણ સંભાવના છે. જ્યારે ગરમીમાં 30 ડિગ્રી સુધી તાપમાન જઈ શકે છે.

3/12
image

તેમણે કહ્યું કે, જાન્યુઆરીના પ્રથમ તબક્કામાં જ ઠંડીનો અનુભવ થશે. હિમાલયમાં બરફની ચાદર માટે મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે. હિમાલયમાંથી ગ્લેશિયર પીગળે તો પસાર થતી નદીઓ પૂર જેવી શક્યતાઓ પણ નકારી શકાય નહીં. હિમાલયમાં બરફની ચાદર માટે મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જરૂરી છે નહીંતર હિમાલયમાંથી નીકળતી નદીઓ માટે ખતરો બની શકે છે.  

4/12
image

અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે કે, રાજ્યમાં ઠંડીનું જોર વધશે. 19 નવેમ્બરથી સૂર્ય પ્રચંડ વાયુ વાહક નાડીમાં આવતા બંગાળના ઉપસગારમાં ભારે ચક્રવાતની સંભાવના છે. 25 થી 28 નવેમ્બર સુધીમાં વેસટર્ન ડિસ્ટર્બન્સ આવતા ઠંડીનું જોર વધશે. 2 ડિસેમ્બરથી બાંગાળની ખાડીમાં વધુ એક ચક્રવાત આવશે. તો 15-17 ડિસેમ્બરમાં ગુજરાતમાં વાદળવાયુ આવવાની શક્યતા છે. 22 ડિસેમ્બરથી ભારતના ઉત્તરીય પર્વત પ્રદેશોમાં હિંમત વર્ષા થશે. 28 ડિસેમ્બરથી ગુજરાતમાં હાડ થીજવતી ઠંડી પડશે. 

5/12
image

પરેશ ગોસ્વામીએ ઠંડીની આગાહી કરતા કહ્યું કે, દિવસના તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો છે. શિયાળુ પાકનું વાવેતર કરી શકાય તે પ્રકારનું વાતાવરણ થઈ ગયો છે. હાડ થીજવી દે તેવી ઠંડી 25 નવેમ્બર સુધી આવે તેવી કોઈ સંભાવના જોવા મળતી નથી. 21 નવેમ્બર પછી દિવસનું તાપમાન હજુ નીચું આવશે. પરંતુ કોલ્ડ વેવની સંભાવના નથી. Search Book 25 નવેમ્બર સુધી આકાશમાં વાદળા જોવા મળે તેવી સંભાવના પણ હાલ નથી. આકાશ ચોખ્ખું રહેશે. 

6/12
image

ગુજરાતમાં હવે ઠંડીનો ચમકારો દેખાઈ રહ્યો છે. રાજ્યના અનેક શહેરોમાં તાપમાનનો પારો ગગડ્યો છે. 24 કલાક બાદ ફરી અમદાવાદ સહીતના જિલ્લાઓમા એક થી બે ડિગ્રી તાપમાન ઘટ્યું છે. હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ, આજે 11.9 ડિગ્રી સાથે દાહોદ શહેર સૌથી ઠંડુગાર શહેર રહ્યું. તો 7 શહેરોમાં તાપમાનનો પારો 15 ડિગ્રીની અંદર નોંધાયો. નલિયામાં રાજ્યનું સૌથી ઓછું 12.2 ડિગ્રી તાપમાન નોંધાયું. વડોદરા અને રાજકોટમાં 14.6 ડિગ્રી તાપમાન નોંધાયું. સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં તાપમાન 14 થી 15 ડિગ્રી આસપાસ રહ્યું. સુરતમાં 18.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. 

7/12
image

વધુ એક ચક્રવાતી વાવાઝોડું દેશમાં ત્રાટકવાનું છે, જેના કારણે ઘણા રાજ્યોમાં ભારે વરસાદ થશે. આ સમય દરમિયાન, 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. જે આસપાસના વિસ્તારોમાં વિનાશ સર્જી શકે છે. આ ચક્રવાતનું નામ ફેંગલ હશે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ મુશળધાર વરસાદને લઈને નારંગી અને રેડ એલર્ટ જારી કર્યું છે. હિંદ મહાસાગર અને અડીને આવેલા દક્ષિણ આંદામાન સમુદ્ર પર એક ચક્રવાતી પરિભ્રમણ રચાયું છે, જે 23 નવેમ્બરની આસપાસ દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડીમાં નીચા દબાણનું ક્ષેત્ર બનાવે તેવી શક્યતા છે. આ પછી, તે પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધે અને આગામી 2 દિવસ દરમિયાન દક્ષિણ બંગાળની ખાડીના મધ્ય ભાગોમાં ડિપ્રેશનમાં તીવ્ર બને, જેની અસર તમિલનાડુ અને શ્રીલંકામાં જોવા મળશે. 

8/12
image

25થી 30 નવેમ્બર વચ્ચે અમુક વિસ્તારમાં વાદળા જોવા મળે તેવી સંભાવના છે. પવનની વાત કરીએ તો હાલ ઉત્તર પૂર્વના પવનો છે. સૂકા ભૂરના પવન માટે હજુ 10 દિવસ રાહ જોવી પડશે. પવનની સ્પિડ નોર્મલ હતી તેમા સામાન્ય વધારો જોવા મળશે. દિવસે ગરમી-ઉકળાટથી રાહત મળશે. દિવસમાં ઠંડી જોઇએ તેવી અનુભવાશે નહીં. ઝાકળ વર્ષા કે ધુમ્મસની હાલ કોઈ સંભાવના નથી. તાપમાન ઘટશે અને પવનની ઝડપ થોડી વધશે તેવી સંભાવના નથી.

9/12
image

તેમણે કહ્યું કે, જાન્યુઆરીના પ્રથમ તબક્કામાં જ ઠંડીનો અનુભવ થશે. હિમાલયમાં બરફની ચાદર માટે મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે. હિમાલયમાંથી ગ્લેશિયર પીગળે તો પસાર થતી નદીઓ પૂર જેવી શક્યતાઓ પણ નકારી શકાય નહીં. હિમાલયમાં બરફની ચાદર માટે મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જરૂરી છે નહીંતર હિમાલયમાંથી નીકળતી નદીઓ માટે ખતરો બની શકે છે. 

10/12
image

હિંદ મહાસાગર અને અડીને આવેલા દક્ષિણ આંદામાન સમુદ્ર પર એક ચક્રવાતી પરિભ્રમણ રચાયું છે, જે 23 નવેમ્બરની આસપાસ દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડીમાં નીચા દબાણનું ક્ષેત્ર બનાવે તેવી શક્યતા છે. આ પછી, તે પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધે અને આગામી 2 દિવસ દરમિયાન દક્ષિણ બંગાળની ખાડીના મધ્ય ભાગોમાં ડિપ્રેશનમાં તીવ્ર બને, જેની અસર તમિલનાડુ અને શ્રીલંકામાં જોવા મળશે. 

11/12
image

આ સમયગાળા દરમિયાન ભારે પવન સાથે વરસાદ પડી શકે છે. 25 નવેમ્બરે તમિલનાડુ, પુડુચેરી, કેરળમાં ગાજવીજ અને વીજળી સાથે મધ્યમથી ભારે વરસાદની સંભાવના છે. સમગ્ર સપ્તાહ દરમિયાન આંદામાન અને નિકોબાર ટાપુઓ પર ઘણી જગ્યાએ હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. 22 નવેમ્બરે આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં વાદળી છવાયેલા રહેશે. 25- 27 નવેમ્બરે તમિલનાડુ અને આંધ્રપ્રદેશમાં ભારે વરસાદની સંભાવના છે. નિકોબાર ટાપુઓમાં 22 થી 24 નવેમ્બર અને કેરળમાં 26 થી 27 નવેમ્બર સુધી વરસાદ પડી શકે છે.

12/12
image

IMDએ માછીમારો માટે ચેતવણી જાહેર કરી છે. દક્ષિણ કેરળના દરિયાકાંઠે અને લક્ષદ્વીપ પ્રદેશમાં પવનની ઝડપ 35 કિમી પ્રતિ કલાકથી 55 કિમી પ્રતિ કલાકની છે. 22-24 નવેમ્બરે દક્ષિણ આંદામાન સમુદ્ર પર, 25 નવેમ્બરે કોમોરિન વિસ્તાર અને મન્નારની ખાડી, 22-25 નવેમ્બરે દક્ષિણપૂર્વ બંગાળની ખાડી અને 24-25 નવેમ્બરના રોજ દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડી પર જોરદાર પવન ફૂંકાશે. આવી સ્થિતિમાં માછીમારોને આ વિસ્તારોમાં ન જવાની સલાહ આપવામાં આવી છે.  

Trending Photos