Pics : વોટિંગની શાહી કઈ કંપની બનાવે છે અને ક્યાંથી આવે છે? રોમાંચક છે જવાબ અને તેનો ઈતિહાસ
ઈલેક્શન પ્રોસેસમાં ઉપયોગમાં લેવાતી ચીજોમાં સૌથી મહત્વની છે મતદાતાના હાથ પર લાગતી શાહી. 2019ના લોકસભા ઈલેક્શનમાં 90 કરોડ મતદાતાઓ વોટ કરે તેવી શક્યતા છે, જેને કારણે ચૂંટણી પંચે શાહીની 26 લાખ બોટલનો ઓર્ડર આપ્યો છે. જેના માટે અંદાજે 33 કરોડનો ખર્ચ આવશે
ગુજરાત :ઈલેક્શન પ્રોસેસમાં ઉપયોગમાં લેવાતી ચીજોમાં સૌથી મહત્વની છે મતદાતાના હાથ પર લાગતી શાહી. 2019ના લોકસભા ઈલેક્શનમાં 90 કરોડ મતદાતાઓ વોટ કરે તેવી શક્યતા છે, જેને કારણે ચૂંટણી પંચે શાહીની 26 લાખ બોટલનો ઓર્ડર આપ્યો છે. જેના માટે અંદાજે 33 કરોડનો ખર્ચ આવશે. એક બોટલમાં 10 મિલીલીટર શાહી હોય છે. એક બોટલમાંથી લગભગ સાડા ત્રણસો વોટર્સની આંગળી પર નિશાન લગાવાયા છે. પણ શું તમને ખબર છે કે આ શાહી આવે છે ક્યાંથી. પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યા બાદ લોકો જે શાહીભરી આંગળીને ગર્વથી બતાવે છે, તેના બનવા પાછળ દિલચસ્પ કહાની છે. ભારતમાં માત્ર બે કંપનીઓ જ વોટર ઈન્ક બનાવે છે. હૈદરાબાદના રાયડુ લેબ્સ અને મૈસૂરના મૈસૂર પેઈન્ટ એન્ડ વર્નિશ લિમિટેડ. ઈલેક્શન દેશના કોઈ પણ ખૂણામાં ભલે હોય, આ બંને કંપનીઓ આખા દેશમાં વોટિંગ માટેની ઈન્ક સપ્લાય કરે છે. માત્ર દેશમાં જ નહિ, વિદેશોમાં પણ તેની ઈન્ક જાય છે.
કંપનીના કડક નિયમો
આ કંપનીઓના કેમ્પસમાં ઈન્ક બનાવાત સમયે સ્ટાફ અને અધિકારીઓને છોડીને કોઈને પણ જવાની પરમિશન નથી. વોટિંગ માટે વપરાતી ઈન્કમાં સિલ્વર નાઈટ્રેટ હોય છે. જે અલ્ટ્રાવાયોલેટ લાઈટ પડવા પર સ્કીન પર એવું નિશાન છોડે છે, જે જતુ નથી. આ બંને કંપનીઓ 25000 થી 30000 બોટલ રોજ બનાવે છે. તેને 10 બોટલના પેકમાં રાખવામાં આવે છે.
બીજા દેશોમાં પણ થાય છે સપ્લાય
વર્ષ 2014માં થયેલા લોકસભા ઈલેક્શનમાં ચીફ ઈલેક્શન કમિશનરે સિલ્વર નાઈટ્રેટની માત્રા 20-25 ટકા વધારી દીધું હતું, જેથી તે લાંબા સમય સુધી વોટરના હાથ પર રહે. હૈદરાબાદની કંપની આફ્રિકાના રવાન્ડા, મોઝામ્બિક, દક્ષિણ આફ્રિકા, ઝામ્બિયા જેવા દેશોમાં ઈન્ક સપ્લાય કરે છે. સાથે જ તે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન સાથે મળીને પલ્સ પોલિયો પ્રોગ્રામ માટે પણ કામ કરે છે. તો બીજી તરફ, મૈસૂરની કંપની યુકે, ડેનમાર્ક, પાકિસ્તાન, નેપાળ, માલદીવ, દક્ષિણ આફ્રિકા, તુર્કી સહિત 28 દેશોમાં ઈન્ક સપ્લાય કરે છે, જે એક સરકારી કંપની છે.
3 અઠવાડિયા રહે છે નિશાન
રાયડુ લેબ્સના અધિકારીઓનું કહેવુ છે કે, 10 મિલીમીટરની બોટલમાં 500 વોટર્સને નિશાન લગાવી શકાય છે. તેની એક્સપાયરી 90 દિવસ બાદ હોય છે. વોટર્સના હાથ પર શાહીનું નિશાન 3 સપ્તાહ સુધી રહે છે. આ શાહીનું નિશાન હાથ, ધાતુ, લાકડુ કે કાગળ પર એકવાર લાગી જાય તો તેને કાઢવું એટલુ સરળ નથી. નિશાનને દૂર કરવા સામાન્ય થિનર પણ અસરકારક નિવડતુ નથી.
કેટલીક રોચક માહિતી
મૈસૂરના મહારાજા નાલવાડી કૃષ્ણરાજ વાડિયારે 1937માં મૈસૂર લેક એન્ડ પેઈન્ટ્સ લિમિટેડ કંપની બનાવી હતી, જે હવે મૈસૂર પેઈન્ટ્સ એન્ડ વર્નિશ લિમિટેડ નામથી ઓળખાય છે. પહેલીવાર 1962ના સામાન્ય ઈલેક્શનમાં શાહીનો ઉપયોગ કરાયો હતો, જેથી ફેક મતદાનને રોકી શકાય.
Trending Photos