ભગવાનના ચાર હાથ છે આ બિલાડી પર, ધ્યાનથી જુઓ તેની હરકત

આજે અમે તમને અનોખી શિવભક્ત બિલાડી વિશે જણાવીશું. તે પોતાની ભક્તિ બતાવવા શું કરે છે તે જાણીને તમે પણ અચંબામાં પડી જશો. 

કિરણસિંહ ગોહિલ/સુરત :પ્રાણીઓની વિચિત્ર હરકતો જોવી હંમેશા લોકોને ગમતુ હોય છે. તેથી જ પ્રાણીઓના વીડિયો સૌથી વાયરલ થતા હોય છે. આવામાં પ્રાણીઓના ભગવાન પ્રેમ વિશે તમે અનેકવાર સાંભળ્યું અને જાણ્યું હશે. અનેક કિસ્સા એવા હોય જ્યાં પ્રાણીઓની ભક્તિ જોવા મળે છે. આજે અમે તમને અનોખી શિવભક્ત બિલાડી વિશે જણાવીશું. તે પોતાની ભક્તિ બતાવવા શું કરે છે તે જાણીને તમે પણ અચંબામાં પડી જશો. 

1/3
image

સુરતના વાંકલ ગામની આ ઘટના છે, જ્યાં વાંકલ ભૂખી નદીના કિનારે અંબાજી અને શિવ મંદિર આવેલું છે. આ મંદિરની એક બિલાડી શિવભક્ત બની છે. આ બિલાડી શિવલિંગ નજીક આવીને રોજ બેસી જાય છે. શિવલિંગ સામે કલાકો સુધી બેસીને ભગવાન શિવના દર્શન કરે છે.

2/3
image

શિવલિંગ નજીક બિલાડીને જોતા દર્શને આવતા ભક્તો પણ આશ્ચર્યચકિત થઈ જાય છે. રામેશ્વર મહાદેવના દર્શન કરતી બિલાડી સૌને પોતાની ભક્તિથી ચોંકાવી દે છે.

3/3
image

શિવલિંગ સામે આસન પર બેસી બિલાડી શિવ દર્શન કરીને જતી રહે છે. બે દિવસથી આવા દ્રશ્ય જોવા મળતા લોકો બિલાડીને શિવભક્ત કહી રહ્યા છે.