Post Delivery Weight loss: ડિલિવરી પછી ઝડપથી ઘટશે વધેલું વજન, ડાયટમાં સામેલ કરો આ 5 વસ્તુઓ

Post Delivery Weight loss: કોઈપણ સ્ત્રી માટે માં બનવું વરદાન સમાન હોય છે. માતા બન્યા પછી તેના નવા જીવનની શરૂઆત થાય છે. જોકે ડિલિવરી પછી મહિલાઓએ પોતાના ખાવા પીવાને લઈને ખાસ ધ્યાન રાખવું પડે છે.  પરંતુ મોટાભાગની મહિલાઓ ડિલિવરી પછી આ કાળજી લેતી નથી પરિણામે તેનું વજન ખૂબ જ વધી જાય છે. બાળકના જન્મ પછી જો ડાયટમાં આ પાંચ વસ્તુઓનો સમાવેશ કરવામાં આવે તો વેઇટ લોસમાં મદદ મળે છે. 

ઓટ્સ 

1/6
image

ઓટ્સ કેલ્શિયમ, આયરન, ફાઇબર અને કાર્બોહાઈડ્રેટથી ભરપૂર હોય છે. કે શરીરની જરૂરી પોષક તત્વો પણ પૂરા પાડે છે અને વજન પણ કંટ્રોલ કરવામાં મદદ કરે છે. ડિલિવરી પછી નાસ્તામાં ઓટ્સનું સેવન કરી શકાય છે. 

દાળ 

2/6
image

દાળનું સેવન કરવું માતા અને બાળક બંને માટે ફાયદાકારક છે. દાળ સંતુલિત આહાર છે જેમાં ફાઇબર, પ્રોટીન અને વિટામીન ભરપૂર માત્રામાં હોય છે. ડીલીવરી પછી નિયમિત રીતે ખીચડીમાં કે સૂપ તરીકે અલગ અલગ દાળનું સેવન કરવું જોઈએ. 

બદામ 

3/6
image

બદામ એવું ડ્રાયફ્રુટ છે જે વેઇટ કંટ્રોલ કરવામાં મદદ કરે છે. સાથે જ બદામમાં મેગ્નેશિયમ, આયરન, પોટેશિયમ, કેલ્શિયમ જેવા તત્વો પણ હોય છે જે ઓવરઓલ હેલ્થ માટે ખૂબ જ જરૂરી છે. 

હળદર 

4/6
image

હળદર રસોઈનો રંગ અને સ્વાદ વધારવાની સાથે ડિલિવરી પછી વેટ કંટ્રોલ કરવામાં પણ મદદ કરે છે. હળદરમાં વિટામીન બી6, પોટેશિયમ અને મેંગેનીઝ જેવા તત્વો હોય છે. તેનાથી વજન કંટ્રોલમાં રહે છે અને શરીરની અંદરના સોજા પણ ઉતરે છે 

ગરમ પાણી 

5/6
image

ડિલિવરી પછી દિવસમાં શક્ય હોય ત્યાં સુધી હુંફાળા પાણીનું સેવન કરવું જોઈએ. તેનાથી મેટાબોલિઝમ બુસ્ટ થાય છે અને ખોરાકનું પાચન સારી રીતે થઈ જાય છે પરિણામે વજન પણ નિયંત્રણમાં રહે છે.

6/6
image