વરસાદને કારણે રદ થયો બાબા બાગેશ્વરનો આ શહેરનો દિવ્ય દરબાર કાર્યક્રમ

baba bageshwar : ધીરેન્દ્ર શાસ્ત્રીનો અમદાવાદનો આજનો દિવ્ય દરબાર રદ કરાયો... ઓગણજના મેદાનમાં ભરાઈ ગયું છે વરસાદી પાણી....  અગાઉ ચાણક્યપુરીમાં થવાનો હતો દિવ્ય દરબાર... 
 

વરસાદને કારણે રદ થયો બાબા બાગેશ્વરનો આ શહેરનો દિવ્ય દરબાર કાર્યક્રમ

Direndra Shashtri : બાબા બાગેશ્વરના અમદાવાદ પ્રવાસને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનો આજનો અમદાવાદનો દિવ્ય દરબાર રદ કરવામાં આવ્યો છે. ભારે વરસાદના કારણે બાબાના દિવ્ય દરબાર આજે નહીં ભરાઈ શકે. અગાઉ ચાણક્યપુરી શક્તિ મેદાનમાં બાબાનો દિવ્ય દરબાર ભરાવાનો હતો. પરંતુ લોકોની ભીડ વધારે થવાના કારણે સ્થળ બદલાયું હતું અને ઓગણજ એસપી રીંગ રોડ ખાતે દરબાર ભરાવાનો હતો. પરંતુ વરસાદના કારણે બંને જગ્યાએ પાણી ભરાઈ ગયા હોવાના કારણે બાબાનો દિવ્ય દરબાર આજે નહીં ભરાય. 

અમદાવાદમાં બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર રદ કરાયો છે. વરસાદના પગલે સમિતિએ આ નિર્ણય લીધો છે. ગઇકાલે ખાબકેલા અતિ ભારે વરસાદના પગલે ઓગણજ ખાતે દરબાર માટે ડોમ અને સ્ટેજ બનાવવું મુશ્કેલ બન્યું છે. ઓગણજ મેદાનમાં ચારેતરફ પાણી ભરાયા છે. સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, દરબાર ભલે રદ થયો હોય. પરંતું બાબા શ્રધ્ધાળુઓને દર્શન આપે તેવી વ્યવસ્થા કરાઇ રહી છે. હાલ ધિરેન્દ્ર શાસ્ત્રીએ પ્રવીણ કોટકના નિવાસ સ્થાને રાત્રિ રોકાણ કર્યુ હતું. ત્યારે બપોર સુધીમાં નવા કાર્યક્રમ અને સ્થળની જાહેરાત થઈ શકે છે. 

વડોદરા દરબારની તૈયારીઓ ચાલુ
વડોદરા શહેરમાં ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર માટે તડામાર તૈયારીઓ ચાલુ કરાઈ છે. ધીરેન્દ્ર શાસ્ત્રી માટે 80 બાય 60ની સાઈઝનો ભવ્ય સ્ટેજ બની રહ્યો છે. 3 જૂને વડોદરાના નવલખી મેદાન ખાતે ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજાનાર છે. આ દરબારમાં દોઢ લાખ લોકો આવી શકે તેવી વ્યવસ્થા છે. અગાઉ 75 હજાર લોકો માટેનું આયોજન હતું. આ દરબારમાં મુખ્યમંત્રી, પ્રદેશ ભાજપ પ્રમુખ, ગૃહરાજ્ય મંત્રી, આરોગ્ય મંત્રી સહિતના મહાનુભાવોને આયોજકો આમંત્રણ અપાશે. વડોદરાના તમામ સંપ્રદાયના ધર્મગુરુઓને પણ આમંત્રિત કરાશે. દિવ્ય દરબારમાં 15 હજાર ખુરશીઓ માટે રજિસ્ટ્રેશન શરૂ કરાયું હતું. પરંતું માત્ર 3 દિવસમાં ખુરશી પર બેસવાનું રજીસ્ટ્રેશન પૂરું ફૂલ થઈ ગયુ હતું, જેથી ખુરશીની સંખ્યા વધારી 20 હજાર કરી હતી. આવતીકાલથી ખુરશી પર બેસવાનું રજીસ્ટ્રેશન  બંધ થશે. જોકે, હાલ ગુજરાતમાં વાતાવરણ ડહોળાયુ છે. ખરાબ વાતાવરણ હશે તો આયોજકોએ કાર્યક્રમ અન્ય સ્થળે કરવા પણ તૈયારી કરી લીધી છે. આયોજકોએ સોશિયલ મીડિયા પર પણ પ્રચાર તેજ કર્યો છે. લોકો પોતાના ફોટા સાથેની ફ્લેટ ડાઉનલોડ કરી વાયરલ કરી શકે તે માટેની સેલ્ફી લિંક પણ તૈયાર કરી છે. બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારને લઈ લોકોમાં ભારે ઉત્સાહ છે. 

રાજકોટમાં બાબાનો વિરોધ, બેનરો ફાટ્યા 
રાજકોટમાં બાબા બગેશ્વરનો વિરોધ યથાવત છે. આજે બગેશ્વરધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીના પોસ્ટરો ફાડવામાં આવ્યા છે. રામદેવપીર ચોકડીએ લગાવેલા બાબાના બેનરો કોઈએ ફાડ્યા હતા. મોડી રાત્રે બાગેશ્વરધામ સેવા સમિતિ દ્વારા લગાવવામાં આવેલા દિવ્ય દરબારના બેનરો ફળવામાં આવ્યા છે. કોઈ ટીખળ ખોર ટોળકીએ બેનરો ફાડ્યા હોવાની માહિતી સામે આવી છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news