સાત વખત લપસિયા ખાવાથી દરેક રોગ મટાડે છે માતાજી, ગુજરાતમાં આવેલું છે આ મંદિર
Bhichari Mata Mandir Rajkot : રાજકોટમાં આવેલું ચમત્કારિક ભીચરી માતાનું મંદિર, જ્યા પત્થર પર લપસીયા ખાવાથી લોકોના દુઃખ દૂર થાય છે
Trending Photos
Gujarat Tourism : ગુજરાતમા અનોખા મંદિર આવેલા છે, જ્યાં લોકો શ્રદ્ધાથી માથુ ટેકવે છે. ત્યારે તમને જાણીને નવાઈ લાગશે કે એક મંદિર એવુ પણ છે જ્યાં સાત વખત લપસિયા ખાવાથી ચામડીના રોગો મટે છે. આ મંદિર પણ ગુજરાતમાં જ આવેલુ છે. રાજકોટથી 5 કિલોમીટર દૂર ભીચારી માતાજીનું મંદિર આવેલું છે. જ્યાં લોકો ચામડીના રોગો મટાડવાની બાધા લઈને આવે છે. લોકવાયકા છે કે, અહી મંદિરની બહાર પત્થર પર લપસિયા ખાવાથી માતાજી ચામડીના રોગો મટાડે છે. એટલુ જ નહિ, ભીચારી માતાજી લોકોના દુખ દર્દ પણ દૂર કરે છે તેવુ કહેવાય છે. કહેવાય છે કે, ભીચારી માતાજીના દરવાજે જે પણ રોગ લઈને આવે છે અને તે માનતા રાખે તો તે પૂરી થાય છે. અહી માતાજીને મીઠું ચઢાવવાનું હોય છે.
રાજકોટથી માત્ર 5 કિલોમીટરના અંતરે આવેલુ છે આ પ્રખ્યાત ભીચારી માતાજીનું મંદિર. જે ચમત્કારિક મંદિર ગણાય છે. અહી ભક્તો માતાજીને મીઠું ચઢાવે છે. અહી મંદિરમાં ખોડિયાત માતા બિરાજી છે, જેઓ ભીચરી માતા તરીકે ઓળખાય છે.
અહી રોજ હજારો ભક્તો પોતાના દુખ લઈને આવે છે, જેઓ લપસિયા ખાઈને દુખ દર્દ મટાડે છે. લોકવાયકા છે કે, અહી ભક્તોને જે પણ રોગ છે, તેની માનતા રાખે છે. તે મુજબ મીઠું ભગવાનને ચઢાવે છે અને મંદિરમા આવેલ પથ્થર પર સાત વખત લપસીયા ખાય છે. એટલે ભક્તોના દુખ દૂર થાય છે.
અહી માત્ર ગુજરાતના જ નહિ, દેશવિદેશના ભક્તો આવે છે. ભીચારી માતા તમામની તકલીફો દૂર કરે છે તેવુ કહેવાય છે. માનતા વિશે મંદિરના પૂજારી પિન્ટુ બાપુએ જણાવ્યું હતું કે અહીંયા કોઈ પણ જાતની તકલીફ લઈને માણસો આવે જેમ કે ધોળા દાગ, કાળા દાગ, મસા, હરસ, ખરજવું, ગુમડા સહિતના કોઈપણ રોગ લઈને આવે સને ભીચરી માતાને એક કિલો મીઠું ચડાવવાની માનતા રાખીને બે કિલો મીઠું ચડાવે તેની તમામ મનોકામના ભીચરી માતા અહીં પૂર્ણ કરે છે.
New Parliament : નવા સંસદભવનના વિરોધીઓને પાટીલનો જડબાતોડ જવાબ, જાણો શું કહ્યું
ખાસ રવિવારે ભીચરી માતાના મંદિરે ભક્તોઈ મોટાપ્રમાણમાં ભીડ જોવા મળે છે. લપસીયા એક પ્રકારની રમત છે, પરંતુ અહી આ બાબત શ્રદ્ધા સાથે જોડાયેલી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે