ગુજરાતમાં એક નહીં ભગવાન સોમનાથના 2 છે ભવ્ય મંદિર, એક સોને મઢેલું તો બીજું કાચના ટુકડાઓથી
Somnath Temple : ગુજરાત પાસે મંદિરોનો ભવ્ય વારસો છે... જેમાં પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ મંદિર પહેલા ક્રમે આવે છે... પરંતુ ગુજરાતમાં એક પશ્ચિમમાં તો બીજુ દક્ષિણમાં સોમનાથ મંદિર આવેલુ છે
Trending Photos
Gujarat Temples : શિવાલય જ્યાં જીવ અને શિવનું મિલન થાય. દેશનું પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ (somnath temple) જ્યાં શિવભક્તોની અખૂટ આસ્થા છે. પરંતુ દક્ષિણના કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં પણ સોમનાથ દાદાનું અનોખું મંદિર છે. અહીંયા પણ મોટી સંખ્યામાં ભક્તો આવે છે. 1967માં નિર્માણ પામેલા મંદિરની 1970માં અસંખ્ય નાના નાના કાચના ટુકડાઓ લગાવીને અદભૂત સજાવટ કરવામાં આવી છે. અહીં ભક્તો દેવાધિદેવ મહાદેવના દર્શન કરીને ધન્યતા અનુભવે છે.
દમણમાં સોમનાથ દાદા
શિવાલય જ્યાં જીવ અને શિવનું મિલન થાય. દેશનું પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ (somnath temple) જ્યાં શિવભક્તોની અખૂટ આસ્થા છે. પરંતુ દક્ષિણના કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં પણ સોમનાથ દાદાનું અનોખું મંદિર છે. અહીંયા પણ મોટી સંખ્યામાં ભક્તો આવે છે. 1967માં નિર્માણ પામેલા મંદિરની 1970માં અસંખ્ય નાના નાના કાચના ટુકડાઓ લગાવીને અદભૂત સજાવટ કરવામાં આવી છે.
દૂરદૂરથી આવે છે ભક્તો
સંઘપ્રદેશ દમણમાં આવેલ સોમનાથ મંદિર (Somnath) માં ભક્તો દૂર દૂરથી આવે છે. આ મંદિર 1967 માં બન્યું હતું. પરંતુ ત્યારે આ મંદિરમાં સજાવટ કરાઈ ન હતી. પરંતુ 1970 માં તેનુ જીર્ણોદ્વાર કરાયુ હતું. નાના કાચના અસંખ્ય ટુકડા લગાવીને તેની ડિઝાઈન કરાઈ હતી. મંદિરમાં કાચના ટુકડાઓથી અલગ અલગ ભગવાનની આકૃતિઓનો અદભૂત નજારો અને સુંદર કારીગરી કરાઈ છે. અહીના દમણના સોમનાથ મંદિરમાં જોવા માટે લોકો દૂર દૂરથી મુસાફરો (gujarat tourism) આવે છે અને અહી આવનાર ભક્તો ખૂબ જ ખુશ થઈ જાય છે.
આ મંદિર બાદ દમણનો ઉગતો સૂરજ દેખાયો
દમણ ઉપર 1592 માં પોર્ટુગીઝના જનરલના હુકમથી હુમલો કરી 1559 માં દમણ પર કબજો જમાવ્યો હતો. ત્યારે અહી ખ્રિસ્તી ધર્મનો પ્રભાવ હતો. પરંતુ આ સ્વયંભૂ શિવલિંગ સોમનાથના મંદિરમાં છે, તેની પૂજા અર્ચના કરી લોકો પોતાની જાતને ધન્ય માને છે. ખૂબ જ શ્રદ્ધાથી મંદિર લોકો માનતા માંગે છે અને અહી માનેલી માનતા પૂરી થાય છે તેવું અહી દર્શન કરવા આવતા લોકોનું કહેવું છે. સ્થાનિક લોકોનું એવું માનવું છે કે આં મંદિર બન્યા પછી થી 1971 માં દમણમાં મોટા પાયે ઔદ્યોગિક એકમો શરૂ થયા. જે સોમનાથ મહાદેવની કૃપાથી જ થયું છે. અહી એટલી મોટી સંખ્યામાં ઔદ્યોગિક એકમો આવ્યા છે. દમણમાં ખૂબ જ મોટી સંખ્યામાં ઓદ્યોગિક એકમ આવેલા હોવાથી અહી પરપ્રાંતિય લોકોની વસતી વધુ છે. જેથી આ લોકોમાં સોમનાથ મંદિર (somnath temple) ખૂબ જ પ્રખ્યાત છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે