Guru Pushya Nakshatra Yog: આ તારીખે છે ગુરુ પુષ્ય નક્ષત્ર યોગ, જાણો તે દિવસે શું કરવું જોઈએ જેથી કરીને બરકત આવે

Guru Pushya Nakshatra Yog: તા. ૨૭/૪/૨૩ ગુરુવાર ના રોજ ગુરુ, સૂર્ય, બુધ, રાહુ ૪ ગ્રહો જે મેષ રાશિમાં ભ્રમણ કરે છે. ગુરુ ગ્રહના જાપ કરવા પણ હિતકારી છે ઉપરાંત શિવ મંદિર માં જળ અભિષેક, પીપળાના વૃક્ષને જળ સિંચન કરતા પ્રદક્ષિણા કે વિષ્ણુ ભગવાન ના મંત્ર જાપ પણ ઉત્તમ ફળદાયી છે.

Guru Pushya Nakshatra Yog: આ તારીખે છે ગુરુ પુષ્ય નક્ષત્ર યોગ, જાણો તે દિવસે શું કરવું જોઈએ જેથી કરીને બરકત આવે

Guru Pushya Nakshatra Yog: ગુરુ પુષ્ય નક્ષત્ર યોગ એ ખૂબ શુભ યોગ કહેલો છે, ગુરુવારના દિવસે પુષ્ય નક્ષત્ર આવે ત્યારે આ શુભ યોગ રચાય છે અને તે યોગમાં ધંધા રોજગારીના ચોપડા ખરીદી, સોનુ, ચાંદી, વાસણો, વાહનો, દસ્તાવેજ, તેમજ દેવ દેવી કે વિશિષ્ટ ઉપાસના હેતુ યંત્ર ખરીદવા કે સિદ્ધ કરવા અને કોઈ પૂજા સાધના માટે આ દિવસ ઉત્તમ માનવામાં આવે છે. 

તા. ૨૭/૪/૨૩ ગુરુવાર ના રોજ ગુરુ, સૂર્ય, બુધ, રાહુ ૪ ગ્રહો જે મેષ રાશિમાં ભ્રમણ કરે છે. ગુરુ ગ્રહના જાપ કરવા પણ હિતકારી છે ઉપરાંત શિવ મંદિર માં જળ અભિષેક, પીપળાના વૃક્ષને જળ સિંચન કરતા પ્રદક્ષિણા કે વિષ્ણુ ભગવાન ના મંત્ર જાપ પણ ઉત્તમ ફળદાયી છે.

ગુરુવાર, પુષ્ય નક્ષત્ર યોગ :
તા.૨૭/૪/૨૩ સવારે ૭:૦૧ થી ૩૦:૦૯ સુધી, શુભ સમય : - 
૦૬:૧૫ થી ૦૭:૪૫
૧૧:૦૫ થી ૧૫:૪૫
૧૭:૨૫ થી ૨૦:૨૫

આ મૂર્તિઓ ઘરમાં રાખવાથી સોનાની જેમ ચમકી જશે ભાગ્ય; હંમેશા પૈસાથી ભરેલી રહેશે તિજોરી!
    
ગ્રહોની સ્થિતિ અને બજાર :
જ્યોતિષ ગણતરી ગ્રહયોગ મુજબ સોમવાર તા.૨૪/૪/૨૩ થી શુક્રવાર તા.૧૨/૫/૨૩ ત્રણ સપ્તાહ દરમિયાન શેરબજાર તેજી તરફી રહી શકે, નિફ્ટી લગભગ ૧૮૦૦૦ આંક સુધી આવી શકે તેવી સંભાવના છે અને તે બાદ બજાર નરમ પડે તેવી પણ સંભાવના છે.

(ડો. હેમીલ પી લાઠીયા, જ્યોતિષાચાર્ય)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news