જાણો બજરંગબલીની પૂજા કરવાની સાચી રીત, આ રીતે તુરંત પ્રસન્ન થાય છે હનુમાનજી
Astro Tips: હનુમાનજીની પૂજા કરવાથી બળ, બુદ્ધિ અને વિદ્યા પ્રાપ્ત થાય છે. જે પણ વ્યક્તિ સાચી શ્રદ્ધા અને વિધિ વિધાનથી હનુમાનજીની પૂજા કરે છે તેને જીવનમાં બધા જ સુખ પ્રાપ્ત થાય છે.
Trending Photos
Astro Tips: હિન્દુ ધર્મમાં બજરંગ બલીને કષ્ટમાંથી બહાર કાઢનાર દેવતા પણ કહેવાય છે. તેથી જ તેમનું એક નામ કષ્ટભંજન પણ છે. હનુમાનજીની પૂજા કરવા માટે મંગળવાર અને શનિવાર નો દિવસ ખાસ માનવામાં આવે છે. હનુમાનજીની પૂજા કરવાથી બળ, બુદ્ધિ અને વિદ્યા પ્રાપ્ત થાય છે. જે પણ વ્યક્તિ સાચી શ્રદ્ધા અને વિધિ વિધાનથી હનુમાનજીની પૂજા કરે છે તેને જીવનમાં બધા જ સુખ પ્રાપ્ત થાય છે. હનુમાનજીની પૂજામાં કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. જો આ નિયમોનું પાલન કરીને તમે પૂજા કરો છો તો હનુમાનજી ઝડપથી પ્રસન્ન થાય છે.
આ પણ વાંચો:
હનુમાનજીની પૂજા કરતા પહેલા હનુમાન ચાલીસા અથવા હનુમાન મંત્રનો જાપ કરી તેમનું આહવાન કરવું. ત્યાર પછી જ પૂજાની શરૂઆત કરવી. હનુમાનજીની પૂજા કરવા જે સ્થાન પર બેસો તે સ્થાન સાફ હોવું જોઈએ.
હનુમાનજીની પૂજા કરવા માટે તેમની છબી અથવા તો મૂર્તિની સ્થાપના કરી શકાય છે. પૂજા કરતા પહેલા તેમની સામે ઘીનું અથવા તેલનું દીવો કરવો. ત્યાર પછી પૂજાનો પ્રારંભ કરવો
હનુમાનજીની પૂજામાં ફુલ, ફળ, મીઠાઈ અને અન્ય પારંપરિક વસ્તુઓ ચઢાવી જોઈએ. હનુમાનજીને પાન નું બીડું ચડાવવાથી પણ તે ઝડપથી પ્રસન્ન થાય છે.
હનુમાનજીને પ્રસન્ન કરવા માટે હનુમાન ચાલીસા નો પાઠ કરવો જોઈએ સાથે જ તમે હનુમાન મંત્રોનો જાપાન કરી શકો છો.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે