Mangal-Shukra Yuti: મંગળ-શુક્રની યુતિ 3 રાશિને કરશે માલામાલ, 7 માર્ચ સુધીમાં ધન-સંપત્તિમાં થશે બંપર વધારો
Mangal-Shukra Yuti: એક જ રાશિમાં મંગળ અને શુક્ર સાથે હોવાથી મકર રાશિમાં શુક્ર અને મંગળની યુતિ સર્જાઈ છે. 7 માર્ચ સુધી આ યુતિ રહેશે અને આ સમય દરમિયાન ત્રણ રાશિના લોકોને વિશેષ લાભ થતો રહેશે.
Trending Photos
Mangal-Shukra Yuti: વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર દરેક ગ્રહ તેના નિશ્ચિત સમય પર ગોચર કરે છે અને એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરે છે. ઘણી વખત બે ગ્રહોના ગોચરના કારણે કેટલીક શુભ યુતિ પણ સર્જાતી હોય છે. તાજેતરમાં જ શુક્ર ગ્રહ એ મકર રાશિમાં પ્રવેશ કર્યો છે. મકર રાશિમાં પહેલાથી જ ગ્રહોના સેનાપતિ મંગળ ગોચર કરી રહ્યા છે. 15 માર્ચ સુધી મંગળ આ રાશિમાં જ રહેશે. જ્યારે શુક્ર પણ 7 માર્ચ સુધી મકર રાશિમાં બિરાજમાન રહેશે.
એક જ રાશિમાં મંગળ અને શુક્ર સાથે હોવાથી મકર રાશિમાં શુક્ર અને મંગળની યુતિ સર્જાઈ છે. 7 માર્ચ સુધી આ યુતિ રહેશે અને આ સમય દરમિયાન ત્રણ રાશિના લોકોને વિશેષ લાભ થતો રહેશે.
7 માર્ચ સુધીનો સમય 3 રાશિ માટે શુભ
મેષ રાશિ
મંગળ અને શુક્રની યુતિ મેષ રાશિના લોકોને વિશેષ લાભ આપશે. આ સમય દરમિયાન મંગળ ઉચ્ચ હોવાથી રૂચક મહાપુરુષ રાજયોગ બની રહ્યો છે. 7 માર્ચ સુધી આ રાજયોગના કારણે મેષ રાશિના લોકોને લાભ મળતો રહેશે. આ સમય દરમિયાન આર્થિક, સામાજિક અને વ્યાપારિક દૃષ્ટિએ લાભ થવાની શક્યતા છે. સંપત્તિ સંબંધિત કાર્ય લાભ કરાવશે.
કર્ક રાશિ
કર્ક રાશિના સપ્તમ ભાવમાં આ બંને ગ્રહોની યુતિ સર્જાય છે. આ ભાવ દાંપત્યજીવન અને પ્રેમ સંબંધનો છે. તેથી આ સમય દરમિયાન દાંપત્ય જીવનમાં સુખ વધશે. સાથે જ વેપાર, પ્રોપર્ટી, વાહન સંબંધિત કાર્યમાં પણ લાભ થશે. મંગળની દ્રષ્ટિ નો શુભ પ્રભાવ ધન વૃદ્ધિ કરાવશે.
તુલા રાશિ
જ્યોતિષશાસ્ત્ર અનુસાર મંગળ અને શુક્રની યુતિ આ રાશિ માટે પણ શુભ છે. જોકે આ સમય દરમિયાન મન ભટકે નહીં તે બાબતે સાવધાન રહેવું. ઉચ્ચ મંગળ આ રાશિના લોકોને ગૃહસ્થ સુખ આપશે. 7 માર્ચ સુધીનો સમય તુલા રાશિના લોકો માટે સારો રહેવાનો છે. આ સમય દરમિયાન કોઈ વિશેષ કાર્ય કરી શકો છો.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે