CBSE Open Book Exam: આખા દેશમાં પરીક્ષાની પેટર્ન બદલાશે, હવે પુસ્તકો જોઈને આપી શકાશે પરીક્ષા

CBSE Board Exam 2024 : આ પરીક્ષા સિસ્ટમ લાગુ થશે તો વિદ્યાર્થીઓ પુસ્તકોમાંથી જવાબ જોઈને લખી શકશે. અનેક દેશઓમાં આ પ્રકારની સિસ્ટમ લાગુ કરાયેલી છે 
 

CBSE Open Book Exam: આખા દેશમાં પરીક્ષાની પેટર્ન બદલાશે, હવે પુસ્તકો જોઈને આપી શકાશે પરીક્ષા

What is CBSE Open Book Exam : દેશમાં હવે વિદેશ જેવી એજ્યુકેશન સિસ્ટમ લાવવાના પ્રયાસો ચાલી રહ્યાં છે. ત્યારે દેશમાં પરીક્ષાની પેટર્ન બદલવાની તૈયારી ચાલી રહી છે. હવે દેશમાં વિદ્યાર્થીઓ પુસ્તકો ખોલીને પરીક્ષા આપી શકશે. ભારતમાં હવે ઓપન બુક એક્ઝામ શક્ય બનશે. આ માટે તૈયારીઓ ચાલી રહી છે, નવેમ્બરથી ઓપન બુક એક્ઝામ શક્ય બની શકશે. 

કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડના ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓ હવે પુસ્તકો જોઈને પરીક્ષા આપી શકશે. તેઓ સ્વાધ્યાય પોથી અને પાઠ્ય પુસ્તકો જોઈને પરીક્ષા આપીશ કશે. નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્કની ભલામણને આધારે ઓપન બુક એક્ઝામને પાયલટ પ્રોજેક્ટ તરીકે શરૂ કરવાનો પ્રયાસ ચાલી રહ્યો છે. જે નવેમ્બર કે ડિસેમ્બરમાં અમલમાં લાવી શકાશે. આ માટે જુન મહિના સુધી પરીક્ષાની તૈયારીઓ કરી લેવાશે. 

પાયલટ પ્રોજેક્ટ અમલમાં મૂકાશે
શરૂઆતમાં આ મોડલને પાયલટ પ્રોજેક્ટ તરીકે અમલમાં મૂકાશે. કેટલીક શાળાઓમાં આ રીતે ખુલ્લા પુસ્તકે પરીક્ષા લેવાશે. ત્યાર બાદ આ પ્રોજેક્ટ સફળ જતા જ તેને સમગ્ર દેશમાં લાગુ કરવુ કે નહિ તે અંગે નિર્ણય લેવામા આવશે. 

વિદ્યાર્થીઓનો પરીક્ષાનો ડર દૂર થશે
એનએફસીનું માનવું છે કે, ઓપન બુક એક્ઝામથી વિદ્યાર્થીઓનો પરીક્ષા પ્રત્યેનો ડર દૂર થશે. તણાવને કારણે વિદ્યાર્થીઓ સારી રીતે પરીક્ષા આપી શક્તા નથી. 

ક્યાં ક્યાં ઓપન બુક એક્ઝામ છે
વિશ્વના અનેક દેશોમાં ઓપન બુક એક્ઝામ સિસ્ટમ લાગુ કરાઈ છે. યુરોપમાં નોર્વે, ફીનલેન્ડ, સ્વીડન અને ડેન્માર્કની શાળામાં આ સિસ્ટમ લાગુ છે. અમેરિકાની લો કોલેજ અને એડવાન્સ પ્લેસમેન્ટ એક્ઝામ લાગુ છે. જર્મનીમાં એન્જિનિયરીંગના કોર્સમાં આ પ્રકારની પરીક્ષા સિસ્ટમ છે. તો ઓસ્ટ્રેલિયામાં મેડિકલની પરીક્ષા આ રીતે અપાય છે. બ્રિટનમાં ઈકોનોમિક્સના સ્નાતક અને અનુસ્તાક કોર્સમા આ રીતે પરીક્ષા સિસ્ટમ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news