નવરાત્રિ અને વસ્ત્રોના રંગ વચ્ચે છે ખાસ કનેક્શન, જાણો કયા દિવસે કયા રંગના કપડાં પહેરવા મનાય છે શુભ
પહેલા દિવસે પીળા રંગના કપડા પહેરવા માતાની પૂજા કરવી શુભ માનવામાં આવે છે. જાણો અન્ય દિવસોએ કયા રંગના વસ્ત્રો પહેરવા ગણાય છે શુભ
Trending Photos
Navratri 2022: નવરાત્રિ દરમિયાન નવ દિવસ સુધી માં દુર્ગાના અલગ અલગ રૂપોની પૂજા-અર્ચના કરવામાં આવે છે. જેમાં માતાજીને અલગ અલગ વસ્તુઓનો ભોગ ધરાવીને કરવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ (Religious belief) અનુસાર નવરાત્રિના 9 દિવસ અલગ રંગ પહેરીને માં દુર્ગાની આરાધના કરવાથી વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે. તો આવો જાણીએ નવરાત્રિના 9 દિવસમાં કયા દિવસે કયા રંગના કપડા પહેરવા શુભ માનવામાં આવે છે.
પહેલાં દિવસે-
નવરાત્રિના પહેલા દિવસે માં દુર્ગાના પ્રથમ સ્વરૂપ માતા શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે. આ દિવસે માતાના ભક્તો પીળા રંગના કપડા પહેરીને માતાની પૂજા કરે છે.
બીજા દિવસે-
નવરાત્રિના બીજા દિવસે માતા બ્રહ્મચારિણીની પૂજા કરવામાં આવે છે. માન્યતા અનુસાર આ દિવસે ભક્તોએ લીલા રંગના કપડા પહેરીને માતા બ્રહ્મચરીણીની પૂજા કરવી જોઇએ.
ત્રીજા દિવસે-
નવરાત્રિના ત્રીજા દિવસે માં દુર્ગાના ચંદ્રઘંટા સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. આ દિવસે ભક્તોએ ભૂરા રંગના કપડા પહેરીને માતાની પૂજા અર્ચના કરવી જોઇએ.
ચોથા દિવસે-
નવરાત્રિના ચોથા દિવસે માં દુર્ગાના કુષ્માંડા સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. કહેવાય છે કે આ દિવસે ભક્તોએ નારંગી રંગના કપડા પહેરીને માતાની પૂજા અર્ચના કરવી જોઇએ.
પાંચમા દિવસે-
નવરાત્રિના પાંચમા દિવસે માં દુર્ગાના સ્કંદમાતા સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. આ દિવસે ભક્તોએ સફેદ રંગના કપડા પહેરીને માતાની પૂજા અર્ચના કરવી જોઇએ અને માતાના ચરણોમાં નતમસ્તક થવું જોઇએ.
છઠ્ઠા દિવસે-
નવરાત્રિના છઠ્ઠા દિવસે માં દુર્ગાના કાત્યાયની સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. માં કાત્યાયનીને લાલ રંગ ખૂબ પસંદ છે. તેથી આ દિવસે ભક્તોએ લાલ રંગના કપડા પહેરીને માતાની પૂજા અર્ચના કરવી જોઇએ.
સાતમા દિવસે-
નવરાત્રિનો સાતમો દિવસ માં દુર્ગાના કાલરાત્રિ સ્વરૂપનો દિવસ હોય છે. આ દિવસે મા કાલરાત્રિની પૂજા કરવામાં આવે છે. આ દિવસે ભક્તોએ વાદળી રંગના કપડા પહેરીને માતાની પૂજા અર્ચના કરવી જોઇએ.
આઠમો દિવસ-
નવરાત્રિના ત્રીજા દિવસે માં દુર્ગાના મહાગૌરી સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. આ દિવસે ભક્તોએ ગુલાબી રંગના કપડા પહેરીને માતાની પૂજા અર્ચના કરવી જોઇએ.
નવમો દિવસ-
નવરાત્રિના અંતિમ એટલે કે નવમા દિવસે માં દુર્ગાના સિદ્ધિદાત્રી સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. આ દિવસે ભક્તોએ જાંબલી રંગના કપડા પહેરીને માતાની પૂજા અર્ચના કરવી જોઇએ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે