Astro Tips: આર્થિક અને પારિવારિક સમસ્યા દૂર કરી શકે છે લોટના દીવા, જાણો ચમત્કારી ઉપાય કરવાની રીત
Astro Tips: જો પરિવારના સભ્યો વચ્ચે રોજ ઝઘડા થતા હોય અથવા તો પતિ પત્ની વચ્ચે અણબનાવ રહેતો હોય તો લોટમાંથી બનેલા દીવા ઘરમાં કરવા જોઈએ. આ રીતે દીવો કરવાથી પરિવારમાં સુખ શાંતિ વધે છે.
Trending Photos
Astro Tips: હિન્દુ ધર્મમાં અગ્નિને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. અગ્નિ પ્રકાશ આપવાની સાથે ઉર્જા આપવાનું કામ પણ કરે છે. અગ્નિનો ઉપયોગ માત્ર ભોજન પકાવવા માટે જ નહીં પરંતુ પૂજા પાઠમાં પણ કરવામાં આવે છે. રોજ થતી પૂજામાં જે દીવો કરવામાં આવે છે તે અગ્નિનું પ્રતિનિધિત્વ કરે છે.
દરેક માંગલિક અને ધાર્મિક કાર્યક્રમમાં દીવો પ્રગટાવવામાં આવે છે. આ સિવાય ઘરમાં રોજ સવારે અને સાંજે પણ દીવો કરી પૂજા કરવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર દીવો કરી આરતી કરવાથી જ પૂજા પૂર્ણ માનવામાં આવે છે.
જ્યોતિષશાસ્ત્ર અનુસાર માટી તેમજ લોટથી બનેલા કોડિયામાં દીવો કરવાથી ઘરમાં સુખ, સમૃદ્ધિ અને સંપન્નતા આવે છે. જે ઘરમાં સવારે અને સાંજે દીવો કરવામાં આવે ત્યાં નેગેટિવિટી રહેતી નથી. જો જીવનમાં ધાર્મિક કે પારિવારિક કોઈપણ પ્રકારની સમસ્યા હોય તો ઘઉંના લોટમાંથી કોડિયું બનાવી તેમાં દીવો કરવો જોઈએ. આ સિવાય અલગ અલગ અનાજના લોટમાંથી દીવા બનાવીને પણ તેનો ઉપાય કરવાથી જીવનની સમસ્યાઓ દૂર થાય છે.
પરિવારમાં સુખ-શાંતિ માટે
જો પરિવારના સભ્યો વચ્ચે રોજ ઝઘડા થતા હોય અથવા તો પતિ પત્ની વચ્ચે અણબનાવ રહેતો હોય તો લોટમાંથી બનેલા દીવા ઘરમાં કરવા જોઈએ. આ રીતે દીવો કરવાથી પરિવારમાં સુખ શાંતિ વધે છે.
કોર્ટ કેસ
જો તમારા મકાન કે દુકાન સંબંધિત કોઈ કોર્ટ કેસ ચાલી રહ્યો છે અને તમને આ કાર્યવાહીમાં સમસ્યા થઈ રહી છે તો રોજ મંદિરમાં ઘઉંના લોટમાંથી બનેલો દીવો પ્રગટાવો. થોડા સમયમાં નિર્ણય તમારા પક્ષમાં આવશે.
મનોકામના પૂર્તિ માટે
જો તમારી કોઈ મનોકામના છે તો ઘઉંના લોટમાંથી 11 દીવા ઘટતા અને વધતા ક્રમમાં મંદિરમાં જઈને કરો. એટલે કે પહેલા દિવસે એક દીવા થી શરૂ કરો અને 11 દિવસ સુધી પહોંચો. પછી 11 દીવાને ઘટાડતા ક્રમમાં કરો અને એક સુધી પહોંચો. આ રીતે કરવાથી મનોકામના ઝડપથી પૂરી થાય છે.
આર્થિક સંકટ દૂર કરવા
ઘરમાં આર્થિક સંકટ કે દરિદ્રતા હોય તો મગની દાળનો લોટ બનાવી તેમાંથી દીવો કરીને મંદિરમાં પ્રજ્વલિત કરો. રોજ ઘરના મંદિરમાં પણ આ દીવો કરશો તો પરિવારમાં સુખ સંપત્તિ અને ધન વધશે.
શત્રુ બાધા દૂર કરવા
જો તમારા કોઈ શત્રુ તમને પરેશાન કરે છે તો અડદની દાળમાંથી લોટ બનાવી તેનો દીવો કરવો જોઈએ. તેનાથી તમારા શત્રુનો પરાજય થશે.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે