જેઠ મહિનાની પૂનમ પર સર્જાશે અતિ દુર્લભ યોગ, આ કામ કરી લેવાથી ધન-ધાન્યમાં થશે વૃદ્ધિ
Astro Tips: જેઠ મહિનાની પૂનમ ખાસ માનવામાં આવે છે કારણ કે આ દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ પોતાના પતિના લાંબા આયુષ્ય અને સુખ-સમૃદ્ધિ માટે વટ સાવિત્રીનું વ્રત પણ કરે છે. આ વર્ષે પૂનમના દિવસે ખાસ સંયોગ પણ સર્જાઇ રહ્યા છે જેના કારણે વ્રત કરનારને અતિશુભ ફળ પ્રાપ્ત થશે.
Trending Photos
Astro Tips: હિન્દુ ધર્મમાં જેઠ મહિનાની પૂનમનો વિશેષ મહત્વ હોય છે. આ વર્ષે ત્રણ અને ચાર જુને પૂર્ણિમાની તેથી આવે છે. પંચાંગ અનુસાર ત્રણ જૂને પૂનમનું વ્રત કરવામાં આવશે અને 4 જૂને પૂર્ણિમાનું સ્નાન કરવું શુભ ગણાશે. જેઠ મહિનાની પૂનમ ખાસ માનવામાં આવે છે કારણ કે આ દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ પોતાના પતિના લાંબા આયુષ્ય અને સુખ-સમૃદ્ધિ માટે વટ સાવિત્રીનું વ્રત પણ કરે છે.
આ ઉપરાંત રથયાત્રા પહેલા જેઠ મહિનાની પૂનમના દિવસે જ ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને બલરામ ભગવાનને સહસ્ત્રસ્નાન કરાવવાની પરંપરા પણ છે. આ વર્ષે પૂનમના દિવસે ખાસ સંયોગ પણ સર્જાઇ રહ્યા છે જેના કારણે વ્રત કરનારને અતિશુભ ફળ પ્રાપ્ત થશે. આ વર્ષે પૂનમના દિવસે રવિ યોગ, સિદ્ધયોગ અને શિવયોગ નો સંયોગ સર્જાયો છે. પૂનમના દિવસે આ ત્રણ યોગનું નિર્માણ થવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસે કરવામાં આવેલી પૂજા અને શુભ કાર્યનું ફળ અનેક ગણું મળે છે.
આ પણ વાંચો:
પુ્ર્ણિમાના ઉપાય
1. જેઠ મહિનાની પૂનમના દિવસે ઘરે સત્યનારાયણ ભગવાનની કથા કરો અને ભગવાન વિષ્ણુને શીરાનો પ્રસાદ ચઢાવો. તે નથી ઘરમાં સુખ શાંતિ વધે છે અને માતા લક્ષ્મીના આશીર્વાદ મળે છે.
2. પૂનમના દિવસે ચંદ્રોદય થયા પછી ચંદ્રને જળ અર્પણ કરવાથી ચંદ્ર દોષ દૂર થાય છે.
3. પૂનમના દિવસે વડના ઝાડમાં કાચું દૂધ અર્પણ કરવાથી સૌભાગ્ય પ્રાપ્તિ થાય છે અને વ્યવહારમાં આવતી બાધા દૂર થાય છે.
4. પૂનમના દિવસે ભગવાન વિષ્ણુનું ધ્યાન ધરીને પીપળાના ઝાડની પૂજા કરવાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદ મળે છે.
5. પૂનમની રાત્રે શ્રી સૂક્તનો પાઠ કરવાથી ધનપ્રાપ્તિ થાય છે અને નોકરીમાં આવતી સમસ્યાઓ પણ દૂર થાય છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે