Shani Upay: શનિ સંબંધિત સમસ્યાઓથી મુક્તિ મેળવવી હોય તો શનિવારે કરો ધૂપનો આ ઉપાય, શનિ થશે શાંત

Shani Upay: શનિદેવ ન્યાયના દેવતા છે તે વ્યક્તિને કર્મ અનુસાર ફળ આપે છે તેથી જેના કર્મ સારા હોય તેને શનિદેવ કષ્ટ આપતા નથી પરંતુ જેના કર્મ ખરાબ હોય તેને શનિદેવ કષ્ટ આપવામાં બાકી પણ રાખતા નથી. આવી સ્થિતિમાં જો તમારા જીવનમાં પણ શનિ સંબંધિત કોઈ સમસ્યા હોય તો શનિવારે તમે કેટલાક ઉપાય કરીને શનિદેવને શાંત કરી શકો છો. 

Shani Upay: શનિ સંબંધિત સમસ્યાઓથી મુક્તિ મેળવવી હોય તો શનિવારે કરો ધૂપનો આ ઉપાય, શનિ થશે શાંત

Shani Upay: નવગ્રહોમાં શનિદેવને સૌથી ક્રૂર ગ્રહ માનવામાં આવે છે. કારણ કે શનિની મહા દશા પનોતી સાડા સાતે કે શનિ દોષ હોય ત્યારે વ્યક્તિને વારંવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જોકે શનિદેવ ન્યાયના દેવતા છે તે વ્યક્તિને કર્મ અનુસાર ફળ આપે છે તેથી જેના કર્મ સારા હોય તેને શનિદેવ કષ્ટ આપતા નથી પરંતુ જેના કર્મ ખરાબ હોય તેને શનિદેવ કષ્ટ આપવામાં બાકી પણ રાખતા નથી. આવી સ્થિતિમાં જો તમારા જીવનમાં પણ શનિ સંબંધિત કોઈ સમસ્યા હોય તો શનિવારે તમે કેટલાક ઉપાય કરીને શનિદેવને શાંત કરી શકો છો. 

અન્ય ગ્રહોની સરખામણીમાં શનિ સૌથી ધીમી ગતિએ ચાલે છે. એક રાશિમાંથી બીજી રાશિમાં ગોચર કરવામાં શનિ સૌથી વધુ સમય લે છે. તેથી જ શનિદોષની અસર પણ લાંબા સમય સુધી ભોગવવી પડે છે. શનિ ગ્રહ સંબંધિત તમારા જીવનમાં પણ કોઈ સમસ્યા ચાલી રહી હોય તો શનિવારે અહીં દર્શાવેલા અચૂક ઉપાય માંથી કોઈ એક કરો.

શનિવારે કરો આ અચૂક ઉપાય

આ પણ વાંચો:

- શાસ્ત્રો અનુસાર શમી શનિદેવનું ઝાડ છે. શનિવારે સાંજે સમીના ઝાડ નીચે દીવો કરવાથી શનિ સંબંધિત પીડા થી મુક્તિ મળે છે.

- શનિના ક્રોધ થી બચવા માટે શનિવારે ઘરમાં લોબાનનો ધૂપ કરવો. લોબાન શનિદેવને પ્રિય છે અને ઘરમાં શનિવારે લોબાનનું ધૂપ કરવાથી શનિદેવની કૃપા પ્રાપ્ત થાય છે.

- સંતાન પ્રાપ્તિ માટે અને શનિદોષની શાંતિ માટે શનિવારે પીપળાના ઝાડ નીચે સરસવના તેલનો દીવો કરવો જોઈએ. માનવામાં આવે છે કે તેનાથી શનિદોષથી રાહત મળે છે.

- શનિદોષ દૂર કરવા માટે શનિવારના દિવસે કાળા તલ, ચામડાના જૂતા કે કાળા ધાબળાનું દાન કરવું પણ શુભ ગણાય છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news