આજે પોષી પૂનમ : ગુજ્જુ ભાઈઓ માટે ‘ભાઈની બહેન જમે કે રમે?’ કહેવાનો દિવસ
Paush Purnima 2024 : ભાઈ-બહેનના સ્નેહની શીતળ ચાંદની વરસાવતું દિવ્ય પર્વ પૃથ્વીથી ચંદ્ર આજે 4 લાખ કિ.મી.ના અંતરે હશે, સો ટકા પ્રકાશશે : આ વ્રતથી તમારા ભાઈના જીવનમાં આવશે સુખ-સમૃદ્ધિ, માતા લક્ષ્મી ભરશે ધન-ધાન્યના ભંડાર
Trending Photos
Guru Pushya Nakshatra 2024 : દરેક મહિનામાં અમાસ અને પૂનમ આવે છે. આ સાથે નવા મહિનાની શરૂઆત થાય છે. તેવામાં પોષ મહિનાની પૂન તિથિનું વિશેષ મહત્વ છે. આ દિવસે ગંગા સ્નાનની સાથે દાન કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે. ગુજરાતીઓ માટે આ પર્વનું ખાસ મહત્વ હોય છે. પોષી પૂનમને મા અંબાના પ્રાગટ્યોત્સવ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે શિયાળામાં ઠંડા પાણીથી માઘ સ્નાનનું આયુર્વેદની દ્રષ્ટિએ પણ મહત્વ ગણાય છે. તો સાથે જ ભાઈ-બહેનના સ્નેહની શીતળ ચાંદની વરસાવતું દિવ્ય પર્વ પણ આજે છે. પૃથ્વીથી ચંદ્ર આજે 4 લાખ કિ.મી.ના અંતરે હશે પરંતું સો ટકા પ્રકાશિત થશે. ગુજરાતમાં બહેનો આ દિવસ માટે ખાસ વ્રત રાખે છે.
અંબાજી અને ખેડામાં આ પૂનમનું ખાસ મહત્વ
આજે પોષ મહિનાની પૂનમ છે. જેની ગુજરાતના યાત્રા સ્થાનોમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. અંબાજીમાં આ દિવસ માતાના પ્રાગટ્યોત્સવ તરીકે તો ખેડામાં બોર પૂનમ તરીકે ઉજવવામાં આવે છે. પોષ સુદ પુર્ણિમા એટલે કે પોષી પૂનમની આજે અંબાજી અને સંતરામપુરમાં ખાસ ઉજવણી કરવામાં આવી રહી છે. પોષી પૂનમને મા અંબાના પ્રાગટ્યોત્સવ તરીકે ઉજવવામાં આવે છે. એટલે આ દિવસે ખાસ યજ્ઞ કરવામાં આવે છે. ભક્તો પણ દૂર દૂરથી માતાના દર્શન કરવા માટે આવે છે. કહેવામાં આવે છે કે વર્ષ દરમિયાન જે શ્રદ્ધાળુઓમાં અમારા મંદિરે દર્શને જતા હોય છે ત્યારે આ પાટોત્સવ એટલે કે માતાજીને પોષસુદ પૂર્ણિમા નો દિવસ જે છે માતાજી પોતે હાથી ઉપર સવાર થઈ અને જે ભક્તો ને દર્શન આપવા માટે નગર યાત્રા માટે નીકળતા હોય છે.
ભાઈની બેન રમે કે જમે
આખો દિવસ વ્રત રાખનાર નાનકડી અને લાડલી બહેન માતાએ ઘરમાં રાંધેલા રોટલામાં છિદ્ર પાડીને તેમાંથી ચદ્ર સામે અને પછી ભાઈ સામે જુએ છે. આ વખતે માતા ભાઈને પુછે છે 'પોષી પોષી પુનમ, અગાશીએ રાંધ્યા અન્ન, ભાઈની બહેન જમે કે રમે? ' અને ભાઈ કહે છે જમે. કેટલાક ભાઈ રમે કહે તો વડીલો ટોકે છે કે આખી રાત તારે પણ સાથે રમવું પડશે અને જમવાનું નહીં મળે. આ બાળપણની દિવ્ય સંસ્કૃતિનો જેને અનુભવ થયો તે ભાઈ અને બહેન નસીબવંતા મનાય છે. ખગોળશાસ્ત્રીય દ્રષ્ટિએ આ દિવસે ચંદ્ર પૃથ્વીથી આશરે 4 કિ.મી.ના અંતરે હશે અને સૂર્યથી મેળવેલો પ્રકાશ સો ટકા પૃથ્વી સુધી પહોંચે છે. આવતીકાલનું આકાશનું દ્રશ્ય ભવ્ય અને દિવ્ય હોય છે.
નડિયાદના સંતરામ મંદિરમાં આજે બોર ઉછાળશે
નડિયાદ સંતરામ મંદિરમાં પોષી પૂનમ 15 ટન બોર ઉછાળાશે, જેનું બાળક બરાબર બોલ તું ના હોય તે પરિવારના સભ્યો સંતરામ મહારાજની બાધા અને માનતા રાખે છે અને બાળક બોલતું થાય ત્યારે સંતરામ મંદિરે આવી બોર ઉછાળતા હોય છે. આવતીકાલે પોષી પૂનમ એટલે બોર પુનમ હોય આવા અનેક શ્રદ્ધાળુઓ દેશ અને ગુજરાતભરના સંતરામ મંદિરે આવી પોતાની માનતા પૂર્ણ કરશે.
હિન્દુ પંચાગ અનુસાર જાન્યુઆરી મહિનાની 25 તારીખ ખાસ છે. દિવસે પોષી પૂનમની સાથે સાથે ઘણા અદ્ભુત યોગ બની રહ્યાં છે. માનવામાં આવી રહ્યું છે કે આવા યોગ વર્ષો બાદ બની રહ્યાં છે. આ દિવસે સર્વાર્થ સિદ્ધિ, અમૃત સિદ્ધિ યોગની સાથે સાથે ગુરૂ પુષ્ય યોગ પણ બની રહ્યો છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ દિવસે ભગવાન વિષ્ણુ, મા લક્ષ્મી અને ચંદ્ર દેવની વિધિવત પૂજા કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે. આ સાથે આ દિવસે કેટલીક વસ્તુ ખરીદવાથી વ્યક્તિએ પૈસાની તંગીનો સામનો કરવો પડતો નથી. આવો જાણીએ 25 જાન્યુઆરી 2024ના કઈ વસ્તુ ઘરમાં લાવવી શુભ માનવામાં આવી રહી છે.
25 જાન્યુઆરીએ બની રહ્યાં છે અદ્ભુત યોગ
હિન્દુ પંચાગ અનુસાર 25 જાન્યુઆરીએ પોષ પૂર્ણિમાની સાથે સર્વાર્થ સિદ્ધિ, અમૃત સિદ્ધિ, રવિ પ્રીતિ યોગની સાથે ગુરૂ પુષ્ય યોગ બની રહ્યો છે. જ્યાં સર્વાર્થ સિદ્ધિ યોગ દિવસભર રહેવાનો છે. આ સાથે રવિ યોગ સવારે 7 કલાક 13 મિનિટથી 8 કલાક 16 મિનિટ સુધી છે. આ સાથે ગુરૂ પુષ્ય અને અમૃત સિદ્ધિ યોગ 8 કલાક 16 મિનિટથી 26 જાન્યુારી સવારે 7 કલાક 12 મિનિટ સુધી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે