Dhan Prapti Upay: રાશિ અનુસાર કરી લો આ સરળ ઉપાય, જીવનમાં ક્યારેય નહીં સર્જાય પૈસાની તંગી

Dhan Prapti Upay:સફળ અને સમૃદ્ધ થવું હોય તો કર્મ કરવાની સાથે ભાગ્યનો સાથ મળે તે પણ જરૂરી છે. કર્મ એટલે કે મહેનત કરવાની સાથે રાશિ અનુસાર તમે આ ઉપાયો કરશો તો ભાગ્ય તમને સાથ આપશે. 

Trending Photos

Dhan Prapti Upay: રાશિ અનુસાર કરી લો આ સરળ ઉપાય, જીવનમાં ક્યારેય નહીં સર્જાય પૈસાની તંગી

Dhan Prapti Upay: નોકરી હોય કે વેપાર આજના યુગમાં સફળ થવા માટે લોકો દિવસ-રાત મહેનત કરે છે. સફળતા પ્રાપ્ત કરવા અને આર્થિક રીતે સદ્ધર બનવા માટે મહેનત કરવાની સાથે કેટલાક ઉપાયો પણ તમને મદદ કરી શકે છે. જો તમે તમારી રાશિ અનુસાર કેટલાક ઉપાયો કરો છો તો તમને આર્થિક લાભ ઝડપથી થાય છે. સફળ અને સમૃદ્ધ થવું હોય તો કર્મ કરવાની સાથે ભાગ્યનો સાથ મળે તે પણ જરૂરી છે. કર્મ એટલે કે મહેનત કરવાની સાથે રાશિ અનુસાર તમે આ ઉપાયો કરશો તો ભાગ્ય તમને સાથ આપશે. 

મેષ - મેષ રાશિના લોકોએ સાંજે ઘરના મુખ્ય દરવાજા પર ઘી અથવા તલના તેલનો દીવો અવશ્ય પ્રગટાવો. ધ્યાનમાં રાખો કે પૂનમ અને અમાસના દિવસે આ દીવો ન કરવો.

આ પણ વાંચો:ગુરુ અને રાહુની યુતિથી બને છે વિનાશકારી ચાંડાલ યોગ, જાણો તેની અસર વિશે
 
વૃષભ - આ રાશિના જાતકોને ઈષ્ટદેવના આશીર્વાદથી આર્થિક લાભ મળે છે, તેના માટે તેમની નિયમિત પૂજા કરી અને ઘીનો દીવો પ્રગટાવવો. 

મિથુન - મિથુન રાશિના જાતકોએ ગણપતિની પૂજા કરવી જોઈએ. સફેદ પથ્થરના ગણપતિ ઘરમાં કે ઓફિસમાં રાખવા અને દરરોજ તેની પૂજા કરવી જોઈએ.

કર્ક - આર્થિક સ્થિતિ સુધારવા માટે ત્રિકોણના આકારનો ધ્વજ વાંસની લાકડી પર બાંધીને ઘરના સૌથી ઊંચા સ્થાન પર લગાવો.

સિંહ- સિંહ રાશિના જાતકો માટે સૂર્યની ઉપાસના કરવી શ્રેષ્ઠ સાબિત થાય છે. નિયમિત રીતે સૂર્યને જળ અર્પણ કરી નમસ્કાર કરો.  

કન્યા - લાલ કપડામાં એકાક્ષી નાળિયેર બાંધીને ઘર કે ઓફિસની તિજોરીમાં રાખવાથી આ રાશિના લોકો પર દેવી લક્ષ્મીની કૃપા હંમેશા બની રહે છે.

તુલા - તમારે ઘરના પૂજા સ્થાનમાં સ્ફટિકનું યંત્ર રાખવું. જો આ શક્ય ન હોય તો તમે ગળામાં સ્ફટિકની માળા પહેરી શકો છો.

વૃશ્ચિક - વૃશ્ચિક રાશિના લોકો ચૌદ મુખી રુદ્રાક્ષ ધારણ કરે તો સફળતાની સાથે તેમની આર્થિક સ્થિતિમાં સુધારો થઈ શકે છે.

ધન - ધન રાશિના જાતકોએ જો આર્થિક સંકટમાંથી મુક્તિ મેળવવી હોય તો કેળાના વૃક્ષો વાવવા જોઈએ.

મકર - ઘરના ઉત્તર-પૂર્વ ખૂણામાં ક્યારેય અંધારું ન રાખવું. સાંજે તે સ્થાન પર દીવો પ્રગટાવવાથી ધન પ્રાપ્ત થાય છે.

કુંભ - કુંભ રાશિના લોકોએ સરસવના તેલમાં કાળા તલ નાખીને શનિવારે કોઈ ગરીબને દાન કરવું જોઈએ.  

મીન - ઘરમાં શાલિગ્રામ પધરાવી અને દરરોજ તેની પૂજા કરવી. તેનાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ વધે છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news