Ashes series: એશિઝ સિરીઝ માટે ઈંગ્લેન્ડની ટીમ જાહેર, આ સ્ટાર ખેલાડી થયા બહાર
ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે ડિસેમ્બર મહિનાથી શરૂ થઈ રહેલી એશિઝ સિરીઝ માટે 17 સભ્યોની ટીમની જાહેરાત કરી દીધી છે. આ ટીમમાં 10 ખેલાડી એવા છે જે પ્રથમવાર ઈંગ્લેન્ડ તરફથી એશિઝ સિરીઝમાં રમશે.
Trending Photos
નવી દિલ્હીઃ ડિસેમ્બરમાં ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે એશિઝ સિરીઝની શરૂઆત થશે. ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડે એશિઝ સિરીઝ માટે 17 સભ્યો માટે ટીમની જાહેરાત કરી છે. જો રૂટને ટીમની કમાન સોંપવામાં આવી છે, જ્યારે જોસ બટલર ટીમમાં વાઇસ કેપ્ટનની ભૂમિકા નિભાવશે. એશિઝ સિરીઝમાં 8 ડિસેમ્બરે બ્રિસ્બેન ક્રિકેટ ગ્રાઉન્ડમાં પ્રથમ મુકાબલો રમાશે.
આ મોટા ખેલાડી ઈજાને કારણે ટીમમાંથી બહાર
ઈંગ્લેન્ડનો ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ ઈજાને કારણે ટીમમાં સ્થાન બનાવી શક્યો નથી. મહત્વનું છે કે સ્ટોક્સે અનિશ્ચિતકાળ સુધી ક્રિકેટમાંથી બ્રેક લેવાની જાહેરાત કરી છે. જોફ્રા આર્ચર પણ ઈજાને કારણે ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જશે નહીં. આ સિવાય આઈપીએલમાં બેક ઇંજરીનો શિકાર બનેલ સેમ કરનને પણ ટીમમાં તક આપવામાં આવી છે.
ઈજાગ્રસ્ત બ્રોડ ટીમમાં સામેલ
ભારત વિરુદ્ધ ટેસ્ટ સિરીઝમાં ઈજાગ્રસ્ત થયેલ સ્ટુઅર્ટ બ્રોડને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. બ્રોડ ભારત વિરુદ્ધ ટેસ્ટ સિરીઝમાં ઈજાગ્રસ્ત થયો હતો પરંતુ હવે તે ફિટ છે અને આગામી સપ્તાહે પ્રેક્ટિસ શરૂ કરી દેશે. બ્રોડ પોતાના કરિયરમાં ચોથીવાર એશિઝ સિરીઝ માટે ઈંગ્લેન્ડની ટીમમાં સામેલ થશે.
આ પ્રકારે છે ઈંગ્લેન્ડની ટીમ
જો રૂટ (કેપ્ટન), જેમ્સ એન્ડરસન, જોની બેયરસ્ટો, ડોમ બેસ, સ્ટુઅર્ડ બેસ, રોરી બર્ન્સ, જોસ બટલર (વાઇસ કેપ્ટન), જેક ક્રાઉલી, હસીબ હમીદ, ડેન લોરેન્સ, જેક લીચ, ડેવિડ મલાન, ક્રેગ ઓવરટન, ઓલી પોપ, ઓલી રોબિન્સન, ક્રિસ વોક્સ, માર્ક વુડ.
અમે સારી રીતે કરી ટીમની પસંદગીઃ ઈંગ્લેન્ડ કોચ
ઈંગ્લેન્ડના કોચ ક્રિસ સિલવરવુડે ટીમની પસંદગી પર કહ્યુ કે, હું ટીમની પસંદગીથી ખુશ છું અને અમારા બધા ખેલાડી એશિઝમાં રમવા માટે તૈયાર છે. તેમણે આગળ કહ્યું કે, ઘણા ખેલાડી પ્રથમવાર એશિઝ સિરીઝ રમવા જઈ રહ્યાં છે. ટીમની પસંદગી બધાને ધ્યાનમાં રાખતા થઈ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે