Asia Cup: પાકિસ્તાનની ખૈર નહી! ઘાતક ફોર્મમાં પરત ફર્યા ટીમ ઇન્ડીયાના 3 ખતરનાક બેટ્સમેન
દુબઇમાં શુષ્ક હવામાનની સ્થિતિને જોતાં ભારત ત્રણ ફાસ્ટ બોલરો સાથે રમી શકે છે. તો બીજી તરફ યુજવેંદ્ર ચહલ અને રવિચંદ્રન અશ્વિન સામેલ છે. જ્યારે રવિંદ્ર જાડેજા બીજા સ્પિનર છે.
Trending Photos
Asia Cup 2022: ભારત રવિવારે દુબઇ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં પોતાના ચિર પ્રતિદ્રંદ્રી પાકિસ્તાન વિરૂદ્ધ એક હાઇ-વોલ્ટેજ મુકાબલા સાથે પોતાના એશિયા કપ અભિયાનની શરૂઆત કરશે. ગત વખતે જ્યારે બંને ટીમો ઓક્ટોબરમાં ટી20 વર્લ્ડકપ રમી હતી, ત્યારે પાકિસ્તાને ભારતને 10 વિકેટે હરાવ્યું હતું. રવિવારે થનાર આ મોટી મેચ પહેલાં ભારતીય ખેલાડીઓએ નેટ્સ પર જોરદાર પરસેવો વહાવ્યો.
વિરાટનું બેટ ઓકશે આગ
આ દરમિયાન તમામની નજર વિરાટ કોહલી પર હતી, જે લાંબા સમયથી ખરાબ ફોર્મમાંથી પસાર થઇ રહ્યા છે. ભારતના પૂર્વ કેપ્ટને નેટમાં લાંબો સમય વિતાવ્યો, સ્પિનરોના વિરૂદ્ધ મોટા શોટ લગાવ્યા અને ક્યારેક-ક્યારેક ભુવનેશ્વર કુમાર, આવેશ ખાન અને અર્શદીપ સિંહના નેતૃત્વમાં ફાસ્ટ બોલર વિરૂદ્ધ સંઘર્ષ કર્યો.
રોહિત-રાહુલે પણ રમ્યા શોટ્સ
કેપ્ટન રોહિત શર્મા અને કેએલ રાહુલે થોડા મોટા શોટ્સ રમતાં સારા લયમાં જોવા મળ્યા. પાકિસ્તાના ફાસ્ટ બોલરની આક્રમકતા જોતાં ભારતીય બોલરોએ ઘણી સારી શોટ પીચ ફેંકતાં જોવા મળ્યા, જે બેટ્સમેનોએ સારી રીતે હિટ કર્યા. અર્શદીપ સિંહે નેટ્સમાં જે પ્રકારે બોલીંગ કરી, તેનાથી લાગી રહ્યું છે કે ભારત ત્રણ ફાસ્ટ બોલરો સાથે મેચમાં ઉતરશે.
બોલર પણ તૈયાર
દુબઇમાં શુષ્ક હવામાનની સ્થિતિને જોતાં ભારત ત્રણ ફાસ્ટ બોલરો સાથે રમી શકે છે. તો બીજી તરફ યુજવેંદ્ર ચહલ અને રવિચંદ્રન અશ્વિન સામેલ છે. જ્યારે રવિંદ્ર જાડેજા બીજા સ્પિનર છે. જોવાનું રસપ્રદ એ છે કે ભારતના ત્રીજા સીમરના રૂપમાં ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા પાસે બોલીંગ કરાવે છે કે નહી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે