એશિયન પેરા ગેમ્સમાં પૂરજોશમાં ભારતીય પ્લેયર્સ, પાંચમો ગોલ્ડ મેળવ્યો, દીપા મલિકને બીજો બ્રોન્ઝ
ભારતે એશિયન પેરા ગેમ્સમાં શુક્રવારે ચેસમાં બે અને બેડમિન્ટનમાં એક ગોલ્ડની સાથે શાનદાર પ્રદર્શન રહ્યું. જ્યારે કે, રિયો પેરાલમ્પિકની મેડલ વિજેતા દીપા મલિકે મહિલાની એફ 51/52/53 ચક્કા ફેંકમાં બીજો બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો હતો. કે જેનિટા એન્ટોએ મહિલા વ્યક્તિગત રેપિડ પી-1 ચેસ ઈવેન્ટના ફાઈનલમાં ઈન્ડોનેશિયાની મનુરુંગ રોસલિંડાને 1-0થી હરાવી. જ્યારે કે કિશન ગંગોલીએ જેન્ટ્સ વ્યક્તિગત રેપિડ સિક્સ બી2/બી3 ઈવેન્ટમાં માજિદ બાઘેરીને માત આપીને શીર્ષ સ્થાન મેળવ્યું હતું.
Trending Photos
જાકાર્તા : ભારતે એશિયન પેરા ગેમ્સમાં શુક્રવારે ચેસમાં બે અને બેડમિન્ટનમાં એક ગોલ્ડની સાથે શાનદાર પ્રદર્શન રહ્યું. જ્યારે કે, રિયો પેરાલમ્પિકની મેડલ વિજેતા દીપા મલિકે મહિલાની એફ 51/52/53 ચક્કા ફેંકમાં બીજો બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો હતો. કે જેનિટા એન્ટોએ મહિલા વ્યક્તિગત રેપિડ પી-1 ચેસ ઈવેન્ટના ફાઈનલમાં ઈન્ડોનેશિયાની મનુરુંગ રોસલિંડાને 1-0થી હરાવી. જ્યારે કે કિશન ગંગોલીએ જેન્ટ્સ વ્યક્તિગત રેપિડ સિક્સ બી2/બી3 ઈવેન્ટમાં માજિદ બાઘેરીને માત આપીને શીર્ષ સ્થાન મેળવ્યું હતું.
રેપિડ પી-1 ઈવેન્ટ શારીરિક રીતે અસક્ષમ પ્લેયર્સ, જ્યારે કે રેપિડ સિક્સ - બી2/બી3 ઈવેન્ટ આંશિક રીતે અંધ સ્પર્ધકો માટે હોય છે. પેરા-બેડમિન્ટનમાં પારુલ પરમારે થાઈલેન્ડમાં વાંડી ખતમત પર 21-9 21-5 થી જીત દાખલ કરીને મહિલા એકલ એસએલ-3 ઈવેન્ટમાં ગોલ્ડ મેળવ્યો છે.
પુરુષોની ભાલાફેંકમાં એફ-55 વર્ગમાં ભારતના નીરજ યાદવે ગોલ્ડ અને અમિત બલિયાને સિલ્વર મેડલ જીત્યો છે. નીરજે 29.24 મીટરનનો થ્રો ફેંક્યો હતો. પુરુષોના ક્લબ થ્રોમાં ભારતના અમિત કુમારે ગોલ્ડ અને ધરમબીરે સિલ્વ મેડલ મેળવ્યું છે. અમિત કુમારે 29.47 મીટરની સાથે નવો રેકોર્ડ બનાવ્યો છે.
સ્વીમિંગમાં સ્વપ્નીલ પાટીલે એસ-10 વર્ગમાં પુરુષોની 100મી બેકસ્ટ્રોક ઈવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો હતો. તેમણે આ પહેલા પુરુષોની 400 મીટર ફ્રી સ્ટાઈલમાં બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો હતો. ભારતે પુરુષોની સી4 વ્યક્તિગત પરસ્યુટ 4000મી સાઈકલિંગ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો, જેમાં ગુરલાલ સિંહે ત્રીજુ સ્થાન મેળવ્યું હતું.
આ પહેલા દીપાએ પોતાના ચોથા પ્રયાસમાં 9.67 મીટર ચક્ર ફેંકમાં ત્રીજુ સ્થાન મેળવ્યું હતું. ઈરાનની ઈલનાઝ દરબિયાને 10.71 મીટરના નવા એશિયાઈ રેકોર્ડની સાથે ગોલ્ડ મેડલ જીત્યો. જ્યારે કે બહરીનની ફાતિમા નેદામે 9.87 મીટરની સાથે સિલ્વર મેડલ જીત્યો હતો. એક અન્ય ભારતીય એક્તા ભયાને પણ આ ઈવેન્ટમાં ભાગ લીધો હતો. પરંતુ તે ચાર સ્પર્ધામાં 6.52 મીટર ચક્ર ફેંકમાં ચોથા સ્થાને રહી હતી.
એફ 51/52/53માં એથ્લીટના હાથમાં પૂરતી તાકાત અને ગતિ હોય છે. પંરતુ તેમના પેટના નીચલા ભાગના માંસપેશીઓમાં તાકાત હોતી નથી. તેઓને વ્હીલચેરમાં બેસીને જ સ્પર્ધામાં ભાગ લેવો પડે છે. દીપાએ આ પહેલા એફ 53/54 ભાલા ફેંકમાં પણ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. મહિલાઓની ચક્કા ફેંકમાં એફ-11 વર્ગ સ્પર્ધામાં નિધી મિશ્રાએ 21.82 મીટરથી બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો.
ભારતે હવે આ ગેમ્સમાં 67 મેડલ જીત્યા હતા. તેમાં 13 ગોલ્ડ, 24 સિલ્વર અને 30 બ્રોન્ઝ મેડલ સામેલ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે