AUS vs PAK : ડે-નાઈટ ટેસ્ટમાં વોર્નરે મચાવ્યું તોફાન, પાકિસ્તાની બોલરોને ચટાવી ધૂળ

યજમાન ઓસ્ટ્રેલિયાએ(Australia) પાકિસ્તાનને(Pakistan) પ્રથમ ટેસ્ટમાં એક ઈનિંગ્સથી હરાવ્યું હતું. બીજી મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ મેચ જેવું જ પ્રદર્શન ચાલુ રાખ્યું છે. રમત પુરી થઈ ત્યારે ઓસ્ટ્રેલિયાનો સ્કોર 73 ઓવરમાં 302 રન પર હતો. એ સમયે ડેવિડ વોર્નર(David Warner) 166 રને અને માર્નસ લેબુસચેગ્ને(Marnus Labuschagne) 126 રને નોટ આઉટ હતા.

Trending Photos

AUS vs PAK : ડે-નાઈટ ટેસ્ટમાં વોર્નરે મચાવ્યું તોફાન, પાકિસ્તાની બોલરોને ચટાવી ધૂળ

એડિલેડઃ યજમાન ઓસ્ટ્રેલિયા(Australia) અને પાકિસ્તાન(Pakistan) વચ્ચે શુક્રવારે એડિલેડમાં ડે-નાઈટ ટેસ્ટ(Day-Night Test) મેચનો પ્રથમ દિવસ હતો. મેચના પ્રથમ સેશન(First Session) પછી વરસાદ પડ્યો અને લગભગ દોઢ કલાક સુધી રમત રમાઈ ન હતી. વરસાદ પછી ડેવિડ વોર્નરે(David Warner) તોફાની બેટિંગ કરતા પાકિસ્તાની બોલરોને ધૂળ ચટાવી દીધી હતી અને સાથે દર્શકોને ભરપૂર મનોરંજન પુરું પાડ્યું હતું. ડેવિડ વોર્નરને માર્નસ લેબુસચેગ્નેના(Marnus Labuschagne) સ્વરૂપમાં સારો પાર્ટનર મળ્યો અને બંનેએ બીજી વિકેટની ભાગીદારીમાં પાકિસ્તાની બોલરોને હંફાવી દીધા હતા.

યજમાન ઓસ્ટ્રેલિયાએ(Australia) પાકિસ્તાનને(Pakistan) પ્રથમ ટેસ્ટમાં એક ઈનિંગ્સથી હરાવ્યું હતું. બીજી મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ મેચ જેવું જ પ્રદર્શન ચાલુ રાખ્યું છે. ઓપનર જો બર્ન્સ માત્ર ચાર રને આઉટ થતાં ઓસ્ટ્રેલિયા(Australia)ને પ્રારંભમાં જ ફટકો પડ્યો હતો. જોકે, ત્યાર પછી બીજી વિકેટની ભાગીદારીમાં ડેવિડ વોર્નર અને માર્નસ લેબુસચેગ્નેએ ઓસ્ટ્રેલિયાને મજબુત શરૂઆત આપી હતી. 

લંચ બ્રેક સુધી તેમણે ટીમના સ્કોરને 70 સુધી પહોંચાડ્યો હતો. લંચને પાંચ મિનિટ બાકી હતી ત્યારે વરસાદ પડવાનો શરૂ થયો. વરસાદના કારણે દોઢ કલાક સુધી રમત બંધ રહી. ત્યાર પછી પાકિસ્તાનને ડેવિડ વોર્નરનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું. ડેવીડ અને માર્નસે પાકિસ્તાનના બોલરોને જરા પણ મચક ન આપી. બંનેએ દિવસની રમત પુરી થતાં સુધીમાં 294 રનની નોટ આઉટ ભાગીદારી કરી. તેમણે માર્ક ટેલર અને જસ્ટિન લેંગરનો 279 રનની ભાગીદારીનો રેકોર્ડ પણ તોડ્યો હતો. 

રમત પુરી થઈ ત્યારે ઓસ્ટ્રેલિયાનો સ્કોર 73 ઓવરમાં 302 રન પર હતો. એ સમયે ડેવિડ વોર્નર 166 રને અને માર્નસ લેબુસચેગ્ને 126 રને નોટ આઉટ હતા. વોર્નરે 288 બોલની પોતાની ઈનિંગ્સમાં 19 ચોગ્ગા ફટકાર્યા હતા. લેબુસચેગ્નેએ 205 બોલ રમ્યા છે અને 17 ચોગ્ગા ફટકાર્યા છે. બંનેની આ બીજી સદી છે. છેલ્લી મેચમાં વોર્નરે 154 અને લેબુસચેગ્નેએ 185 રન બનાવ્યા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news