Abhimanyu Mithun : 6 બોલમાં 5 વિકેટ, આમ કરનારો 87 વર્ષમાં પ્રથમ ભારતીય ખેલાડી બન્યો
અભિમન્યુ મિથન(Abhimanyu Mithun) ઘરેલુ ક્રિકેટના(Home Cricket) તમામ ફોર્મેટમાં હેટ્રિક લેનારો પ્રથમ ભારતીય ખેલાડી(First Indian Player) બન્યો છે. ભારતને 1932માં મળેલા ટેસ્ટ દરજ્જા પછી છેલ્લા 87 વર્ષમાં એક પણ ખેલાડી આ કારનામો કરી શક્યો નથી. મિથુને વિજય હજારે ટ્રોફિની ફાઈનલમાં પણ ગયા મહિને તમિલનાડુ સામે હેટ્રિક લીધી હતી.
Trending Photos
સુરતઃ ફાસ્ટ બોલર અભિમન્યુ મિથુને(Abhimanyu Mithun) શુક્રવારે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં(Sayed Mushtaq Ali Trophy) હરિયાણા (Hariyana) સામે 6 બોલમાં 5 વિકેટ ઝડપીને પોતાના નામે એક અનોખો રેકોર્ડ નોંધાવી દીધો છે. મિથુને(Mithun) આ 5 વિકેટમાં હેટ્રિક (Hatric) પણ લીધી છે. મિથુને મોતાની છેલ્લી ઓવરમાં 5 વિકેટ ઝડપી છે. જોકે, તેમ છતાં અભિમન્યુ મિથન(Abhimanyu Mithun) એક મોટી મુશ્કેલીમાં મુકાય તેવી સંભાવના દેખાઈ રહી છે.
મિથુને સૌથી પહેલા હિમાંશુ રાણા(61) અને રાહુલ તેવતિયા(34)ને આઉટ કર્યા અને પછી સુમિત કુમારને આઉટ કરીને પોતાની હેટ્રિક પુરી કરી. ત્યાર પછી મિથુને અમિત મિશ્રાને આઉટ કર્યો અને ઈનિંગ્સના અંતિમ બોલ પર જયંત યાદવને પેવેલિયન મોકલી દીધો હતો.
મિથુનનો રેકોર્ડ
અભિમન્યુ મિથન(Abhimanyu Mithun) ઘરેલુ ક્રિકેટના(Home Cricket) તમામ ફોર્મેટમાં હેટ્રિક લેનારો પ્રથમ ભારતીય ખેલાડી(First Indian Player) બન્યો છે. ભારતને 1932માં મળેલા ટેસ્ટ દરજ્જા પછી છેલ્લા 87 વર્ષમાં એક પણ ખેલાડી આ કારનામો કરી શક્યો નથી. મિથુને વિજય હજારે ટ્રોફિની ફાઈનલમાં પણ ગયા મહિને તમિલનાડુ સામે હેટ્રિક લીધી હતી.
Abhimanyu Mithun 5 wickets in a over #AbhimanyuMithun #abhimanyu #BlackFridaySale #HelloJi #Cricket #INDvBAN #India #MCFC #EnaiNokkiPaayumThotta #enptreview pic.twitter.com/FXLa0hstWy
— Tweets (@randomm_plus) November 29, 2019
આ સાથે જ કર્ણાટકે શુક્રવારે હરિયાણાને 8 વિકેટે હરાવીને સૈયદ મુશ્તાક અલી ટ્રોફી ટી20 ટૂર્નામેન્ટની ફાઈનલમાં પ્રવેશ કરી લીધો. હરિયાણાએ પ્રથમ બેટિંગ કરતા 8 વિકેટે 194નો સ્કોર બનાવ્યો હતો. જેની સામે કર્ણાટકે માત્ર 15 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 195 રન બનાવી મેચ જીતી લીધી હતી. કર્ણાટકના વિજયના હીરો દેવીદત્ત પડિકલ(87) , કે.એલ. રાહુલ(66) અને અભિમન્યુ મિથુન (5/39) રહ્યા હતા.
30 વર્ષનો અભિમન્યુ મિથુન ભારતીય ટીમ માટે ચાર ટેસ્ટ અને 5 વનડે રમી ચૂક્યો છે. તેણે ટીમ ઈન્ડીયા માટે 2010માં પ્રથમ મેચ અને 2011માં અંતિમ મેચ રમી હતી. ત્યાર પછી તે ભારતીય ટીમમાં સ્થાન મેળવવા પ્રાયસ કરી રહ્યો છે, પરંતુ હજુ સુધી મેળવી શક્યો નથી.
મિથુન માટે મુશ્કેલી
હાલ એવી ચર્ચાઓ ચાલી રહી છે કે કર્ણાટક પોલિસે સ્પોટ ફિક્સિંગમાં પુછપરછ માટે અભિમન્યુ મિથુનને નોટિસ ફટકારી છે. આ અગાઉ આ કેસમાં પોલીસે અટકાયતમાં લીધેલા બે ખેલાડીઓને શુક્રવારે અટકાયતમાં જ રાખવાનો નિર્ણય લીધો છે, જ્યારે અભિમન્યુને નોટિસ ફટકારવાથી ક્રિકેટ વર્તુળોમાં આ મુદ્દે ચર્ચા ગરમ બની છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે