AUS vs IND: ટીમ ઈન્ડિયાની નવી જર્સી લોન્ચ, શિખર ધવને શેર કરી તસવીર
ભારતીય ટીમ આગામી 27 નવેમ્બરથી ઓસ્ટ્રેલિયા સામે શરૂ થતી વનડે સિરીઝમાં નવી જર્સી સાથે ઉતરશે. તમે પણ જુઓ નવી જર્સીની તસવીર..
Trending Photos
નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયા (India vs Australia) વિરુદ્ધ વનડે સિરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને નવી જર્સી (Team India New Jersey) મળી ગઈ છે. ટીમના ઓપનર શિખર ધવને ટ્વિટર પર નવી જર્સીમાં તસવીર શેર કરી છે. તેણે લખ્યુ- નવી જર્સી, નવો ઉત્સાહ.. અમે તૈયાર. આ જર્સી 80ના દાયકા જેવી છે.
ભારતીય ટીમ આ જર્સીમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ઉતરશે. ભારતીય ટીમની જર્સીનો રંગ નેવી બ્લૂ છે અને તેનું લોઅર પણ આ રંગનું હશે. ભારતીય ટીમ આ રંગની જર્સી 80ના દાયકામાં પહેરતી હતી. 1992 વર્લ્ડ કપમાં પણ ટીમ ઈન્ડિયા આ પ્રકારની જર્સીમાં જોવા મળી હતી.
New jersey, renewed motivation. Ready to go. 🇮🇳 pic.twitter.com/gKG9gS78th
— Shikhar Dhawan (@SDhawan25) November 24, 2020
ઉલ્લેખનીય છે કે ટીમ ઈન્ડિયાને નવો કિટ સ્પોન્સર હાલમાં મળ્યો છે. ટીમ ઈન્ડિયાના કિટ સ્પોન્સર હવે ઓનલાઇન ગેમ કંપની MPL છે, જેનો જર્સી પર લોગો પણ છે. આ પહેલા ટીમ ઈન્ડિયાનું કિટ સ્પોન્સર નાઇકી હતી. MPL દરેક મેચ માટે બીસીસીઆઈને 65 લાખ રૂપિયા આપશે.
AUS vs IND: ટીમ ઈન્ડિયાને ઝટકો, ઈશાંત અને રોહિત પ્રથમ બે ટેસ્ટમાંથી થયા બહાર
વનડે સિરીઝની વાત કરીએ તો પ્રથમ મેચ 27 નવેમ્બરે રમાશે. બીજી વનડે 29 નવેમ્બર અને ત્રીજી 2 ડિસેમ્બરે રમાશે. ત્યારબાદ 4 ડિસેમ્બરે પ્રથમ ટી20, 6 ડિસેમ્બરે બીજી અને 8 ડિસેમ્બરે ત્રીજી ટી20 મેચ રમાશે. ત્યારબાદ 17 ડિસેમ્બરથી ટેસ્ટ સિરીઝની શરૂઆત થશે. પ્રથમ ટેસ્ટ ડે-નાઇટ હશે જે એડિલેડમાં રમાશે. બીજી ટેસ્ટ 26 ડિસેમ્બર, ત્રીજી ટેસ્ટ 7 જાન્યુારી અને ચોથી ટેસ્ટ 15 જાન્યુઆરીએ શરૂ થશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે