W,0,W,0,W,0...સિડની ટેસ્ટમાં જોશ હેઝલવુડે મચાવી ભયંકર તબાહી, પાકિસ્તાનની કફોડી હાલત
ઓસ્ટ્રેલિયાના ઘાતક ફાસ્ટ બોલર જોશ હેઝલવુડે સિડની ટેસ્ટના ત્રીજા દિવસે પાકિસ્તાનની બીજી ઈનિંગમાં ભયંકર તબાહી મચાવી દીધી. કાંગારુ ટીમ જીતની ખુબ નજીક પહોંચી ગઈ છે. સિડની ટેસ્ટમાં જોશ હેઝલવુડની ઘાતક બોલિંગે કેપટાઉનની યાદ અપાવી દીધી.
Trending Photos
ઓસ્ટ્રેલિયાના ઘાતક ફાસ્ટ બોલર જોશ હેઝલવુડે સિડની ટેસ્ટના ત્રીજા દિવસે પાકિસ્તાનની બીજી ઈનિંગમાં ભયંકર તબાહી મચાવી દીધી. જોશ હેઝલવુડે અચાનક એવી સ્થિતિ પેદા કરી કે હવે મેચ સંપૂર્ણપણે લગભગ ઓસ્ટ્રેલિયાની ઝોળીમાં જતી રહી. જોશ હેઝલવુડે પાકિસ્તાનની બીજી ઈનિંગ દરમિયાન 25મી ઓવરમાં જ ઓસ્ટ્રેલિયાની જીતનો પાયો નાખી દીધો. જોશ હેઝલવુડે આ ઓવરમાં એક પણ રન આપ્યા વગર એક પછી એક એમ 3 વિકેટ ઝડપી લીધી.
હેઝલવુડનો તરખાટ
સિડની ટેસ્ટના ત્રીજા દિવસે બીજી ઇનિંગમાં એક સમયે પાકિસ્તાનનો સ્કોર 24 ઓવરમાં 4 વિકેટના ભોગે 67 રન હતો. ઓસ્ટ્રેલિયન કેપ્ટન પેટ કમિન્સે ત્યારબાદ 25મી ઓવરમાં જોશ હેઝલવુડને બોલિંગ માટે બોલાવ્યો. 25મી ઓવરમાં જોશ હેઝલવુડે કોઈ પણ રન આપ્યા વગર 3 વિકેટ લઈ લીધી અને પાકિસ્તાનનો સ્કોર 7 વિકેટના ભોગે 67 રન થયો. 25મી ઓવરમાં જોશ હેઝલવુડની ફિગર W,0,W,0,W,0 રહ્યો. 25મી ઓવરમાં જોશ હેઝલવુડની આ ઘાતક બોલિંગના કારણે ઓસ્ટ્રેલિયા આ ટેસ્ટ મેચ જીતવાને કગારે પહોંચી ગયું.
કેપટાઉન જેવો મંજર
25મી ઓવરમાં જોશ હેઝલવુડે કોઈ પણ રન આપ્યા વગર સાઉદ શકીલ (2), શાજિદ ખાન (0) અને આગા સલમાન (0) ને પેવેલિયન ભેગા કર્યા. સિડની ટેસ્ટમાં ત્રીજા દિવસની રમત પૂરી થઈ ત્યારે બીજી ઈનિંગમાં પાકિસ્તાનનો સ્કોર 68/7 હતો. ઓસ્ટ્રેલિયા પર પાકિસ્તાનની લીડ હજુ પણ ફક્ત 82 રન છે અને તેની 7 વિકેટ પડી ગઈ છે. આવામાં સિડની ટેસ્ટમાં કાંગારુ ટીમ જીતની ખુબ નજીક પહોંચી ગઈ છે. સિડની ટેસ્ટમાં જોશ હેઝલવુડની ઘાતક બોલિંગે કેપટાઉનની યાદ અપાવી દીધી.
શું થયું હતું કેપટાઉનમાં?
દક્ષિણ આફ્રિકા અને ભારત વચ્ચે કેપટાઉન ટેસ્ટે ગુરુવારે ઈતિહાસ રચી નાખ્યો અને હવે તે અત્યાર સુધીની સૌથી ટૂંકી નાના લાલ બોલવાળી મેચ બની ગઈ. ભારતે સાત વિકેટથી મેચ જીતી લીધી. કારણ કે રમત ફક્ત દોઢ દિવસમાં સમેટાઈ ગઈ. મેચ દરમિયાન ફક્ત 107 ઓવર ફેંકાઈ (642 બોલ). દક્ષિણ આફ્રિકાએ પોતાની પહેલી ઈનિંગમાં 24 ઓવરમાં 55 રન બનાવ્યા અને બીજી ઇનિંગમાં 37 ઓવરમાં 176 રન બનાવ્યા. ભારતે 35 ઓવરમાં 153 રન કર્યા અને પછી 12 ઓવરમાં 80 રન કર્યા. ટીમ ઈન્ડિયાએ આ રીતે કેપટાઉનમાં ટેસ્ટ મેચ જીતી અને આ સાથે કેપટાઉનમાં જીતનારી પહેલી એશિયન ટીમ બની.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે