IPL 2021 Part-2: પ્રથમ મેચમાં રોહિત vs ધોની, બીસીસીઆઈએ જાહેર કર્યો સંપૂર્ણ કાર્યક્રમ
ક્વોલિફાયર-1 10 ઓક્ટોબર, એલિમિનેટર 11 ઓક્ટોબર અને ક્વોલિફાયર-2 13 ઓક્ટોબરે રમાશે. ટૂર્નામેન્ટની ફાઇનલ 15 ઓક્ટોબરે રમાશે.
Trending Photos
નવી દિલ્હીઃ IPL પાર્ટ-2 19 સપ્ટેમ્બરથી સંયુક્ત અરબ અમીરાત (UAE) માં રમાશે. તે માટે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) તૈયારીઓ કરી રહ્યું છે. પ્રથમ મેચ 19 સપ્ટેમ્બરે મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે રમાશે.
તો ક્વોલિફાયર-1 10 ઓક્ટોબર, એલિમિનેટર 11 ઓક્ટોબર અને ક્વોલિફાયર-2 13 ઓક્ટોબરે રમાશે. ટૂર્નામેન્ટની ફાઇનલ 15 ઓક્ટોબરે રમાશે. ત્યારબાદ બીસીસીઆઈએ યૂએઈ અને ઓમાનમાં ટી20 વિશ્વકપનું આયોજન કરાવવાનું છે. ટી20 વિશ્વકપનો કાર્યક્રમ પણ થોડા દિવસમાં જાહેર થશે.
ભારતીય ક્રિકેટ બોર્ડે જાહેર કરેલા કાર્યક્રમ પ્રમાણે ક્વોલીફાયર અને ફાઇનલ મેચ દુબઈમાં રમાશે. જ્યારે એલિમિનેટર અને ક્વોલિફાયર-2 ના મુકાબલા યૂએઈમાં રમાશે. ભારતીય સમય પ્રમાણે સાંજની મેચ 7.30 કલાકે શરૂ થશે, જ્યારે ડબલ હેડર હશે ત્યારે ભારતીય સમયાનુસાર પ્રથમ મેચ બપોરે 3.30 કલાકે શરૂ થશે.
આ છે સંપૂર્ણ કાર્યક્રમ
તારીખોને લઈને ચર્ચા પૂરી
બીસીસીઆઈના એક અધિકારીએ ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે તારીખોને લઈને વાતચીત થઈ ચુકી છે. અમે રોહિત શર્માની મુંબઈ અને ધોનીની ચેન્નઈ વચ્ચે પ્રથમ મેચ કરાવવા જઈ રહ્યાં છીએ. પાછલા સપ્તાહે બોર્ડના સચિવ જય શાહે UAE ના કલ્ચરલ મિનિસ્ટર શેખ નયન બિન મુબારલ અલ નયન અને ખાલિદ અલ જરૂની સાથે મુલાકાત કરી હતી.
આ પણ વાંચોઃ Olympics માં Silver મેડલ વિજેતા મીરાબાઈ ચાનૂને કેમ આખી જિંદગી ફ્રીમાં Pizza ખવડાવવાની ડોમિનોઝે કરી જાહેરાત
કોરોનાને કારણે સ્થગિત થઈ હતી ટૂર્નામેન્ટ
IPL 2021 ભારતમાં 9 એપ્રિલે શરૂ થઈ હતી. સીઝન વચ્ચે રિદ્ધિમાન સાહા, દિલ્હી કેપિટલ્સનો અમિત મિશ્રા, કોલકત્તાનો સંદીપ વોરિયર, વરૂણ ચક્રવર્તી, ચેન્નઈના બોલિંગ કોચ બાલાજી અને બેટિંગ કોચ માઇક હસી કોરોનાથી સંક્રમિત થયા હતા. તેવામાં 4 મેએ 29 મેચ બાદ ટૂર્નામેન્ટ સ્થગિત કરવામાં આવી હતી. હવે લીગની 31 મેચ બાકી છે. એપ્રિલ અને મે મહિનામાં ભારતમાં કોરોનાની બીજી લહેર પિક પર હતી.
દિલ્હી કેપિટલ્સની ટીમ ટેબલમાં ટોપ પર
લીગમાં હાલ દિલ્હી કેપિટલ્સની ટીમ ટોપ પર છે. બીજા સ્થાને ધોનીની ચેન્નઈ તો ત્રીજા સ્થાને વિરાટની બેંગલુરૂ છે. ધોનીની ટીમ પાછલા વર્ષે લીગ સ્ટેજમાંથી બહાર થઈ ગઈ હતી. આ વખતે ફેન્સને ધોનીની ટીમ પાસે ખુબ આશા ચે. મુંબઈ ઈન્ડિયન્સ પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાને છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે