રાહુલ દ્રવિડ બાદ હવે પૂર્વ ક્રિકેટર વીવીએસ લક્ષ્મણને મળશે મોટી જવાબદારી, ગાંગુલીએ કર્યુ કન્ફર્મ
બીસીસીઆઈ હવે ભારતમાં ક્રિકેટના વિકાસ માટે પૂર્વ ખેલાડીઓની મદદ લઈ રહ્યુ છે. પહેલા રાહુલ દ્રવિડને હેડ કોચ બનાવવામાં આવ્યા હવે વીવીએસ લક્ષ્મણને એનસીએની જવાબદારી સોંપવામાં આવશે.
Trending Photos
નવી દિલ્હીઃ બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ તે વાતની ખાતરી કરી દીધી છે કે પૂર્વ ક્રિકેટર રાહુલ દ્રવિડના ભારતીય ટીમના કોચ બન્યા બાદ વીવીએસ લક્ષ્મણ ખાલી પડેલ નેશનલ ક્રિકેટ એકેડમી (NCA) ના ચીફ બનશે. ગાંગુલીએ હંમેશા તે વાતને મહત્વ આપ્યુ છે કે ભારતીય ક્રિકેટના વિકાસ માટે પૂર્વ ક્રિકેટરોએ સિસ્ટમમાં આવવું જોઈએ. મહત્વનું છે કે માત્ર ગાંગુલી જ નહીં પરંતુ બોર્ડ સચિવ જય શાહ અને અન્ય સીનિયર અધિકારી પણ ઈચ્છે છે કે લક્ષ્મણ જ એનસીએ હેડ તરીકે કામ કરે.
આ પહેલા બીસીસીઆઈના સૂત્રોએ કહ્યું હતું કે આપણે તે ન ભૂલવુ જોઈએ કે લક્ષ્મણના દ્રવિડ સાથે ખાસ સંબંધ છે. આ ખુબ સારૂ કોમ્બિનેશન હશે કે બંને ભારતીય ક્રિકેટને આગળ લઈ જવાનું કામ કરે. ઉલ્લેખનીય છે કે દ્રવિડ ટીમ ઈન્ડિયાનના હેડ કોચ તરીકે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ સિરીઝથી પોતાનું કામ શરૂ કરશે. દ્રવિડ કોચ બન્યા બાદ પોતાના રોડમેપનો ઉલ્લેખ કરી ચુક્યા છે અને તે કઈ રીતે પૂર્વ કોચ રવિ શાસ્ત્રીના વારસાને આગળ વધારવા ઈચ્છે છે.
દ્રવિડે કહ્યુ હતુ- 'ભારતીય ક્રિકેટ ટીમના નવા હેડ કોચના રૂપમાં નિયુક્ત થવું મારા માટે સન્માનની વાત છે અને હું ખરેખર તે ભૂમિકાને લઈને ઉત્સાહિત છું. શાસ્ત્રીના નેતૃત્વમાં ટીમે ખુબ સારૂ પ્રદર્શન કર્યુ છે અને હું તેને આગળ વધારવા માટે ટીમની સાથે કામ કરવાની આશા કરુ છું. એનસીએ, એન્ડર-19 અને ઈન્ડિયા-એના ઘણા ખેલાડીઓ સાથે મળીને કામ કર્યા બાદ મને ખ્યાલ છે કે તેનામાં દરરોજ સુધાર કરવાનું જનૂન અને ઈચ્છે છે. આગામી બે વર્ષમાં કેટલીક મોટી ઈવેન્ટ છે અને હું ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફની સાથે કામ કરવાને લઈને ઉત્સુક છું.'
એનસીએના ચીફ બન્યા બાદ હવે લક્ષ્મણે પોતાના હોમટાઉન હૈદરાબાદથી બેંગલુરૂ શિફ્ટ થવું પડશે. લક્ષ્મણ હાલ આઈપીએલમાં સનરાઇઝર્સ હૈદરાબાદનો મેન્ટોર પણ છે. આ સિવાય તેણે વર્ષની શરૂઆત સુધી બંગાલ ક્રિકેટ એસોસિએશનના બેટિંગ સલાહકારના રૂપમાં પણ કામ કર્યુ છે. લક્ષ્મણે હવે હિતોના ટકરાવના મુદ્દાથી બચવા માટે તે તમામ પદોને છોડવા પડશે, જે તેને બેવડા લાભ પહોંચાડે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે