BAN vs WI: પર્દાપણ ટેસ્ટમાં કાઇલ મેયર્સે રચ્યો ઈતિહાસ, બેવડી સદી ફટકારી વિન્ડિઝને અપાવી ઐતિહાસિક જીત

Chattogram Test: ડેબ્યૂ મેચ રમી રહેલા કાઇલ મેયર્સ (Kyle Mayers) અણનમ 210 રન બનાવ્યા અને ચટગાંવમાં પોતાની ટીમ વેસ્ટ ઈન્ડિઝને જીત અપાવવામાં મહત્વની ભૂમિકા નિભાવી. તેણે 310 બોલની અણનમ ઈનિંગમાં 20 ચોગ્ગા અને 7 છગ્ગા ફટકાર્યા હતા. 
 

BAN vs WI: પર્દાપણ ટેસ્ટમાં કાઇલ મેયર્સે રચ્યો ઈતિહાસ, બેવડી સદી ફટકારી વિન્ડિઝને અપાવી ઐતિહાસિક જીત

ચટગાંવઃ પોતાની પ્રથમ ટેસ્ટ મેચ રમી રહેલા કાઇલ મેયર્સ  (Kyle Mayers Double Century) એ કમાલનું પ્રદર્શન કરતા અણનમ બેવડી સદી ફટકારી અને વેસ્ટ ઈન્ડિઝને બાંગ્લાદેશ (BAN vs WI) વિરુદ્ધ પ્રથમ ટેસ્ટમાં રવિવારે ત્રણ વિકેટથી શાનદાર જીત અપાવી. મેયર્સ  (210*) એ એકલા હાથે મોર્ચો સંભાળી રાખ્યો અને ટીમની જીત બાદ અણનમ રહ્યો. તેણે 310 બોલની પોતાની અણનમ ઈનિંગમાં 20 ચોગ્ગા અને 7 છગ્ગા ફટકાર્યા હતા. 

બાંગ્લાદેશે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો અને પ્રથમ ઈનિંગમાં 430 રન બનાવ્યા. ત્યારબાદ વિન્ડિઝ ટીમ 259 રન બનાવી શકી. બાંગ્લાદેશે પોતાની બીજી ઈનિંગ 8 વિકેટ પર 223 રન બનાવી ડિકલેર કરી અને મહેમાન ટીમને જીતવા માટે 395 રનનો ટાર્ગેટ આપ્યો હતો. વિન્ડિઝ ટીમે 7 વિકેટ ગુમાવી પાંચમાં દિવસે જીત મેળવી હતી. 

🔸Second-highest by a West Indies player

🔸Only the sixth batsman ever to score a fourth-innings Test double ton

Take a bow, Kyle Mayers 🌟#BANvWI pic.twitter.com/scirmxoJWr

— ICC (@ICC) February 7, 2021

395 રનના ટાર્ગેટનો પીછો કરતા વિન્ડિઝની ટીમે 3 વિકેટ માત્ર 59 રનમાં ગુમાવી દીધી હતી, પરંતુ પછી બોનર (86) ની સાથે મેયર્સ (Kyle Mayers) એ ન માત્ર ઈનિંગ સંભાળી, પરંતુ જીત નક્કી કરી. બન્નેએ ચોથી વિકેટ માટે 216 રનની ભાગીદારી કરી હતી. બોનરે 245 બોલની ઈનિંગમાં 10 ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો હતો. 

મેયર્સે આ સાથે ઈતિહાસ રચી દીધો અને તે પર્દાપણ ટેસ્ટની ચોથી ઈનિંગમાં બેવડી સદી ફટકારનાર પ્રથમ ખેલાડી બની ગયો છે. પાંચમાં નંબર પર બેટિંગ કરવા ઉતરેલા મેયર્સે સ્થિતિ સંભાળી હતી. 28 વર્ષીય મેયર્સ આ પહેલા ત્રણ વનડે અને બે ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમી ચુક્યો છે. 

આ રીતે વેસ્ટ ઈન્ડિઝ પણ એશિયામાં ચોથી ઈનિંગમાં સૌથી મોટો ટાર્ગેટ હાસિલ કરનારી ટીમ બની ગઈ છે. મેયર્સ પણ એશિયામાં પર્દાપણ કરતા ચોથી ઈનિંગમાં બેવડી સદી ફટકારનાર પ્રથમ ખેલાડી બન્યો છે. તે કોઈપણ ટેસ્ટ મેચની ચોથી ઈનિંગમાં નંબર-5 કે તેનાથી નીચે ક્રમ પર બેવડી સદી ફટકારનાર બીજો ખેલાડી બની ગયો છે. આ પહેલા નાથન એસ્ટલે ઈંગ્લેન્ડ વિરુદ્ધ ક્રાઇસ્ટચર્ચમાં 222 રન બનાવ્યા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news