કોરોનાથી ક્રિકેટ લૉકડાઉનઃ ICCએ T20 વર્લ્ડ કપ સાથે જોડાયેલી ઈવેન્ટ્સ રોકી


કોરોના વાયરસના પ્રકોપથી વિશ્વભરમાં અત્યાર સુધી 21,000થી વધુ લોકોના મોત થઈ ચુક્યા છે. 4 લાખથી વધુ લોકો આ જીવલેણ વાયરસથી સંક્રમિત છે. 

કોરોનાથી ક્રિકેટ લૉકડાઉનઃ ICCએ T20 વર્લ્ડ કપ સાથે જોડાયેલી ઈવેન્ટ્સ રોકી

દુબઈઃ કોરોનાની મહામારીએ રમત જગતને સંપૂર્ણ ઠપ્પ કરી દીધું છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (આઈસીસી)એ તે તમામ ક્વોલિફઇંગ સ્પર્ધાઓને સ્થગિત કરી દીધી છે, જે 30 જૂન પહેલા યોજાવાની હતી. 

કોરોના વાયરસના પ્રકોપથી વિશ્વભરમાં અત્યાર સુધી 21,000થી વધુ લોકોના મોત થઈ ચુક્યા છે. 4 લાખથી વધુ લોકો આ જીવલેણ વાયરસથી સંક્રમિત છે. 

આઈસીસીના હેડ ઓફ ઈવેન્ટ્સ ક્રિસ ટેટલીએ કહ્યું કે, હાલની સ્થિતિમાં મહત્વપૂર્ણ વૈશ્વિક ચિંતાઓ અને વિશ્વભરમાં સરકારો દ્વારા લગાવવામાં આવેલા પ્રતિબંધોને કારણે આ પગલું ભરવામાં આવ્યું છે. 

— ICC (@ICC) March 26, 2020

આઈસીસીએ જૂનના અંત સુદી તમામ ઈવેન્ટ્સને સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. તેમણે કહ્યું, 'ખેલાડીઓ, અદિકારીઓ, કર્મચારીઓ અને પ્રશંસકોના સ્વાસ્થ્ય અને સુરક્ષા માટે માટે અમારી પ્રતિબદ્ધતા આ નિર્ણયો લેવા સમયે અમારી પ્રાથમિકતા છે. અમે અનુભવ્યું કે, આગળની યોજના બનાવતા પેલા વિવેકપૂર્ણ નિર્ણય લેવાનો યોગ્ય સમય હતો.'

આઈસીસી મહિલા વિશ્વકપ ક્વોલિફાયર 3થી 19 જુલાઈ વચ્ચે શ્રીલંકામાં આયોજીત થવાનો હતી. તેના પર નજર રાખવામાં આવી રહી છે અને સમીક્ષા જારી છે.

Coronavirus: કોરોના સામે લડવા પીવી સિંધુએ કરી 10 લાખ રૂપિયાની મદદ 

પુરૂષોના આઈસીસી ટી20 વર્લ્ડકપ ટ્રોફી ટૂર પણ એપ્રિલમાં શરૂ થશે નહીં. આઈસીસીએ કહ્યું, અમે સ્થિતિ પર નજર રાખીશું અને ટ્રોફી ટૂર વિશે બાદમાં નિર્ણય લેવામાં આવશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news