ગંભીરની નિવૃતી પર મોદીએ મોકલી શુભેચ્છા, ગૌતમે કહ્યું થેંક્સ

ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી ગૌતમ ગંભીરના સંન્યાસ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના સફળ કરિયર માટે શુભેચ્છા આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગૌતમ ગંભીરને એક પત્ર લખ્યો છે. 
 

ગંભીરની નિવૃતી પર મોદીએ મોકલી શુભેચ્છા, ગૌતમે કહ્યું થેંક્સ

નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાના પૂર્વ ઓપનિંગ બેટ્સમેન ગૌતમ ગંભીરે હાલમાં ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃતી લીધી હતી. ગૌતમની નિવૃતી બાદ વડાપ્રધાને ક્રિકેટમાં તેના યાદગાર યોગદાન માટે શુભકામના આપી અને આ સાથે તેની નિવૃતી બાદની ભવિષ્યની યોજનાઓ માટે શુભકામનાઓ આપી છે. ગંભીરે વડાપ્રધાનના આ પત્રને પોતાના ટ્વીટર એકાઉન્ટ પર પોસ્ત કરતા વડાપ્રધાનનો આભાર માન્યો છે. 

આ પત્રને પોસ્ટ કરતા ગૌતમ ગંભીરે @narendramodi અને  @PMOIndia ને ટેગ કરતા લખ્યુ, આભાર વડાપ્રધાન. આપણા દેશવાસિઓના પ્રેમ અને સમર્થન વગર આ સંભવ નહતું. આ બધુ આપણા દેશને સમર્પિત. 

— Gautam Gambhir (@GautamGambhir) December 16, 2018

વડાપ્રધાને આ પત્રના માધ્યમથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ગૌતમ ગંભીરના ઉલ્લેખનીય યોગદાનને યાદ કરતા શુભકામના આપી છે. તેમણે લખ્યું, ભારતીય રમતમાં તમારા વિલક્ષ્ણ યોગદાન માટે શુભેચ્છા. તમારા શાનદાર પ્રદર્શન માટે ભારત તમારૂ આભારી રહેશે. તમારી ઘણી ઈનિંગ ભારતની ઐતિહાસિક જીતની સાક્ષી બની. 

આ અવસર પર પીએમે 2007મા વર્લ્ડ ટી20 અને 2011મા વર્લ્ડ કપ માટે આપેલા યોગદાનની પણ પ્રશંસા કરી છે. ગૌતમ ગંભીર આ બંન્ને વિશ્વ વિજેતા ટીમમાં રહ્યો છે અને ટાઇટલ માટે રમાયેલી ફાઇનલ મેચમાં તેણે શાનદાર ઈનિંગ રમીને ભારતની જીતમાં મહત્વનું યોગદાન આપ્યું હતું. વડાપ્રધાને પણ આ ઈનિંગને યાદ કરી છે. 
Video: કોહલીની વિવાદાસ્પદ વિકેટથી ઉભી થઈ બબાલ, આમ શરૂ થયો જંગ

ગૌતમ ગંભીરની રમતની પ્રશંસા કરતા વડાપ્રધાને લખ્યું કે, તમે થોડા સમયમાં ભારતીય ટીમના વિશ્વસનીય ઓપનિંગ બેટ્સમેન તરીકે પોતાને સ્થાપિત કર્યા હતા. ગંભીરની રમત સિવાય વડાપ્રધાને તેમની આગામી યોજનાઓ વિશે શુભેચ્છા આપતા લખ્યું કે, ક્રિકેટમાંથી નિવૃતી તમને ઘણી નવી વસ્તુ માટે તક આપશે, જેને તમે ખેલાડી રહેતા કરવા ઈચ્છતા હતા પરંતુ વ્યસ્તતાઓને કારણે ન કરી શક્યા. 

ગૌતમ ગંભીર એક ખેલાડી હોવાની સાથે-સાથે ભારતની અખંડતા અને એકતા પર હંમેશા ખુલીને પોતાનું મંતવ્ય રાખે છે. વડાપ્રધાને તેની પણ પ્રશંસા કરી છે. આ સિવાય તેમના દ્વારા કરવામાં આવી રહેલા સામાજીક કાર્યોના પણ વખાણ કર્યા છે. ગૌતમ શિક્ષણ અને ભૂખ સામે લડતા સામાજીક કાર્યોમાં જોડાયેલો છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news