World Cup 2019: ઈંગ્લેન્ડ માટે 200 વનડે રમનાર પ્રથમ ક્રિકેટર બન્યો ઇયોન મોર્ગન
ઈયોન મોર્ગન ઈંગ્લેન્ડ માટે 200 વનડે રમનાર પ્રથમ ક્રિકેટર બની ગયો છે. મોર્ગને ગુરૂવારે સાઉથ આફ્રિકા વિરુદ્ધ આ સિદ્ધિ મેળવી હતી. મોર્ગને આયર્લેન્ડ માટે પણ 21 વનડે મેચ રમી છે.
Trending Photos
લંડનઃ ગુરૂવારે ઈંગ્લેન્ડ અને સાઉથ આફ્રિકા વચ્ચે મુકાબલાની સાથે આઈસીસી ક્રિકેટ વિશ્વ કપ 2019ની શરૂઆત થઈ ગઈ છે. ઈંગ્લેન્ડના કેપ્ટન ઇયોન મોર્ગને આ મેચમાં મેદાન પર ઉતરતા પોતાના નામે એક રેકોર્ડ બનાવી લીધો છે.
મૂળ રૂપથી આયર્લેન્ડના મોર્ગને ઈંગ્લેન્ડ તરફથી 200 એકદિવસીય આંતરરાષ્ટ્રીય મુકાબલા રમનાર પ્રથમ ખેલાડી બની ગયો છે. મોર્ગને પહેલા પોલ કોલિંગવુડનો રેકોર્ડ તોડી દીધો હતો. જેણે 197 મેચોમાં ઈંગ્લેન્ડનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેણે પાકિસ્તાન વિરુદ્ધ વનડે સિરીઝમાં આ સિદ્ધિ હાસિલ કરી હતી.
કરિયરની વાત કરીએ તો મોર્ગનની કુલ 221મી વનડે મેચ હતી. તેમાંથી તેણે 21 મેચ આયર્લેન્ડ માટે રમી છે. આયર્લેન્ડ માટે તેણે 744 રન બનાવ્યા છે. તો કરિયરની વાત કરીએ તો તેણે 7000 રન પૂરા કરી લીધા છે.
સાઉથ આફ્રિકા વિરુદ્ધ મુકાબલામાં ડાબા હાથના બેટ્સમેન મોર્ગને 57 રન બનાવ્યા હતા. તેને ઇમરાન તાહિરે આઉટ કર્યો હતો.
આ પહેલા સાઉથ આફ્રિકાએ ટોસ જીતીને ઈંગ્લેન્ડને પ્રથમ બેટિંગ કરવા માટે આમંત્રણ આપ્યું હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે