મુકેશ અંબાણીના ઘર કરતાં પણ મોટું છે ગુજરાતના આ પૂર્વ ક્રિકેટરનું ઘર...કુલ સંપત્તિમાં સચિન, કોહલી-ધોની પણ પાછળ

વિરાટ કોહલી હાલમાં વિશ્વના સૌથી અમીર ક્રિકેટરોમાંથી એક છે. કોહલીને BCCI કરાર હેઠળ A+ ગ્રેડ મળ્યો છે. સમરજીત સિંહ રણજીત સિંહ ગાયકવાડ રાજવી પરિવારમાંથી આવે છે.

મુકેશ અંબાણીના ઘર કરતાં પણ મોટું છે ગુજરાતના આ પૂર્વ ક્રિકેટરનું ઘર...કુલ સંપત્તિમાં સચિન, કોહલી-ધોની પણ પાછળ

ઝી બ્યુરો/વડોદરા: ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી હાલમાં જ પોતાની કમાણીને લઈને ચર્ચામાં રહ્યો હતો. એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે વિરાટ 1000 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિનો માલિક છે. જો કે, ઘણા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે વિરાટ કોહલી કમાણીના મામલામાં વિશ્વનો સૌથી અમીર ક્રિકેટર છે. પરંતુ એક અન્ય ક્રિકેટર છે જે માત્ર કોહલી જ નહીં પરંતુ સચિન તેંડુલકર અને મહેન્દ્ર સિંહ ધોનીથી પણ વધુ અમીર છે. એટલું જ નહીં તેમનું ઘર દિગ્ગજ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘર કરતા પણ મોટું છે અને આ પૂર્વ ક્રિકેટરનું નામ છે સમરજિત સિંહ રણજીત સિંહ ગાયકવાડ.

No description available.

ફર્સ્ટ ક્લાસ ક્રિકેટર
સમરજીત સિંહ રણજીત સિંહ ગાયકવાડ રાજવી પરિવારમાંથી આવે છે. 25 એપ્રિલ 1967ના રોજ જન્મેલા સમરજિત સિંહ ગાયકવાડ ગુજરાતમાં બરોડાના રાજા રહી ચૂક્યા છે. તે ભૂતપૂર્વ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટર છે અને તેમણે રણજી ટ્રોફીમાં બરોડાનું પ્રતિનિધિત્વ કર્યું છે. ટોપ ઓર્ડર બેટ્સમેન તરીકે છ ફર્સ્ટ ક્લાસ મેચ રમી છે. તેઓ બરોડા ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ તરીકે પણ રહી ચૂક્યા છે.

No description available.

લક્ષ્મી વિલાસ પેલેસના માલિક
સમરજીત સિંહ ગાયકવાડ રણજિત સિંહ પ્રતાપ સિંહ ગાયકવાડ અને શુભાંગિની રાજેના એકમાત્ર પુત્ર છે. વર્ષ 2012 માં તેમના પિતાના મૃત્યુ પછી તેમણે મહારાજાની ગાદી સંભાળી. સમરજિતસિંહ ગાયકવાડ વિશ્વના સૌથી મોટા ખાનગી લક્ષ્મી વિલાસ પેલેસના માલિક પણ છે, જે બકિંગહામ પેલેસ કરતા ચાર ગણું મોટું છે. સમરજીત સિંહ ગાયકવાડના લગ્ન રાધિકા રાજે સાથે થયા છે, તે વાંકાનેરના રાજવી પરિવારમાંથી છે.

No description available.

1890માં બન્યો હતો મહેલ
હાઉસિંગ ડોટ કોમ મુજબ, લક્ષ્મી વિલાસ પેલેસ 3,04,92,000 ચોરસ ફૂટ વિસ્તારમાં ફેલાયેલો છે. જ્યારે મુકેશ અંબાણીની એન્ટિલિયા 48,7800 ચોરસ ફૂટ વિસ્તારમાં ફેલાયેલું છે. લક્ષ્મી વિલાસ પેલેસમાં 170 થી વધુ રૂમ છે. જ્યારે, બકિંગહામ પેલેસ 828,821 ચોરસ ફૂટમાં ફેલાયેલો છે. લક્ષ્મી વિલાસ પેલેસનું નિર્માણ મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજા દ્વારા 1890માં કરવામાં આવ્યું હતું. આ લક્ઝુરિયસ પેલેસમાં ગોલ્ફ કોર્સ પણ છે.

No description available.

સમરજીત સિંહની સંપત્તિ તેના ક્રિકેટ સમકક્ષો કરતા ઘણી વધારે છે, તેમની સંપત્તિનું મૂલ્ય 20,000 કરોડ રૂપિયાથી વધુ છે. તેમના શાહી દરજ્જાની સાથે મહારાજા ગુજરાત અને બનારસમાં લગભગ 17 મંદિરોના મંદિર ટ્રસ્ટના નિરીક્ષકની ભૂમિકા પણ ભજવે છે.

No description available.

વિરાટ કોહલીની કમાણી
વિરાટ કોહલી હાલમાં વિશ્વના સૌથી અમીર ક્રિકેટરોમાંથી એક છે. કોહલીને BCCI કોન્ટ્રાક્ટ હેઠળ A+ ગ્રેડ મળ્યો છે અને તેને બોર્ડ તરફથી વાર્ષિક 7 કરોડ રૂપિયા મળે છે. આ સિવાય ટેસ્ટ મેચની ફી 15 લાખ રૂપિયા, ODIની ફી 6 લાખ રૂપિયા અને T20 મેચની ફી 3 લાખ રૂપિયા છે. કોહલી તેની IPL ફ્રેન્ચાઇઝી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરમાંથી વાર્ષિક રૂ. 15 કરોડની કમાણી કરે છે. આટલી કમાણી સાથે તે વિશ્વના સૌથી અમીર ક્રિકેટરોમાંથી એક છે.

No description available.

સચિન-ધોનીની મિલકત
જો આપણે ભારતના પૂર્વ ઓપનર સચિન તેંડુલકરની કુલ સંપત્તિ વિશે વાત કરીએ તો તે લગભગ 1,250 કરોડ રૂપિયા છે. જ્યારે, ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન એમએસ ધોનીની કુલ સંપત્તિ આશરે રૂ. 1,040 હોવાનો અંદાજ છે.

No description available.

No description available.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news