શહીદ CRPF જવાનના પુત્રને જોઇ ગૌતમનું દિલ થયું 'ગંભીર', ઉપાડી મોટી જવાબદારી
ભારતીય ક્રિકેટર ગૌતમ ગંભીર મોટાભાગે સામાજિક મુદ્દાઓને લઇને બેધડક પોતાના વિચારો રજૂ કરે છે. ગૌતમ ગંભીર ફક્ત વાત કરવામાં વિશ્વાસ ધરાવતો નથી, પરંતુ જરૂરિયાત જણાતા તે લોકોની મદદ માટે પણ સામે આવે છે, જેના માટે સમાજ ફક્ત સહાનુભૂતિ બતાવે છે.
Trending Photos
નવી દિલ્હી: ભારતીય ક્રિકેટર ગૌતમ ગંભીર મોટાભાગે સામાજિક મુદ્દાઓને લઇને બેધડક પોતાના વિચારો રજૂ કરે છે. ગૌતમ ગંભીર ફક્ત વાત કરવામાં વિશ્વાસ ધરાવતો નથી, પરંતુ જરૂરિયાત જણાતા તે લોકોની મદદ માટે પણ સામે આવે છે, જેના માટે સમાજ ફક્ત સહાનુભૂતિ બતાવે છે. શહીદ સૈનિકોના બાળકો માટે ગૌતમ ગંભીર અત્યા સુધી ખૂબ કામ કરી ચૂક્યા છે. ગૌતમ ગંભીર સેના અને શહીદોના સમર્થનમાં હંમેશા ખુલીને બોલે છે અને સમયાંતરે તેમના પરિવારોની મદદ પણ કરે છે. જરૂરિયાતમંદ બાળકોના અભ્યાસને લઇને ગંભીરે એક ફાઉંડેશનની સ્થાપના પણ કરી છે, જેના દ્વારા તે ઘણા બાળકોની મદદ પણ કરી રહ્યા છે.
ગૌતમ ગંભીર ફાઉંડેશન (GGF) ની શરૂઆત 2014માં થઇ હતી. આ એક નોન પ્રોફિટેબલ સંગઠન (NGO) છે જેના સંસ્થાપક દિલ્હી સ્થિત ક્રિકેટર ગૌતમ ગંભીર છે. સૈન્યબળોના શહીદોના પરિવારની મદદ માટે આ સંગઠન કામ કરે છે. આ સાથે જ જેમને જીવનની મૂળભૂત સુવિધાઓ પ્રાપ્ત થતી નથી તેમના માટે કામ કરે છે.
તાજેતરમાં જ આ સંગઠને અભિરૂન દાસની જવાબદારી લીધી છે. અભિરૂન દાસ અસમના કામરૂપ જિલ્લામાં રહેનાર 5 વર્ષીય બાળક છે. તેમના પિતા દિવાકર દાસ તે રાજ્યમાં પલાશવાડીમાં રહેતા હતા. તે સીઆરપીએફ (CRPF)ના જવાન હતા. ગત વર્ષે એક હુમલામાં તે શહીદ થઇ ગયા. ત્યારબાદ ફાઉંડેશન અભિરૂન સુધી પહોંચ્યું અને બાળકોની જવાબદારી સંભાળી.
પલાશબાડીના સ્થાનિક લોકોએ ક્રિકેટર ગૌતમ ગંભીરના આ પ્રયત્નોની પ્રશંસા કરી. અત્રે ઉલ્લેખનીય છે કે જીજીએફ સુકમા, છત્તીસગઢમાં માઓવાદીઓ દ્વારા ગત ચાર વર્ષમાં મૃત્યું પામેલા સીઆરપીફ સૈનિકોના 25 બાળકોની જવાબદારી લીધી હતી.
તમને જણાવી દઇએ કે અનંતનાગમાં થયેલા આતંકવાદી હુમલામાં શહીદ થયેલા એએસઆઇ અબ્દુલ રાશિદની પુત્રી જોહરાને પણ ગૌતમ ગંભીરે દત્તક લીધી છે. ગંભીરે આ શહીદની પુત્રી માટે પોતાનો હાથ આગળ વધારતાં અભ્યાસનો ખર્ચ ઉપાડવાની જવાબદારી લીધી હતી. ગંભીરે એક ટ્વિટ કરતાં કહ્યું હતું કે 'જોહરા, હું લોરી ગાઇને તમે સુવડાવી ન શકું, પરંતુ તારા સપનાઓને સાકાર કરવામાં મદદ કરીશ. તારા શિક્ષણ માટે તાઉમ્ર મદદ કરીશ.'
ગત વર્ષે જ આ સંગઠને નવી દિલ્હીમાં એક કોમ્યૂનિટી કિચન બનાવ્યું હતું જેથી કોઇ પણ ભૂખ્યું ન ઉંઘે. ગૌતમ ગંભીર આઇપીએલ 2018માં દિલ્હી ડેયરડેવિલ્સ તરફથી રમી રહ્યા હતા. કિંગ્સ ઇલેવન પંજાબ વિરૂદ્ધ અર્ધશતક લગાવી ગૌતમ ગંભીરે આ અભિયાનની શરૂઆત કરી હતી. પછી તેમને કેપ્ટનશિપ છોડી દીધી અને તેમની જગ્યાએ શ્રેયસ અય્યરને ટીમની કેપ્ટનશિપ સોંપી દીધી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે